આશાબહેન દર મહિને મંદિરમાં 10 હજારનું દાન આપતાં, હવે એ રૂપિયામાંથી ગરીબ બાળકોને ગરમ ભજિયાં, પૂરી-શાક ખવડાવે છે

આપણી આસપાસના સમાજમાં ઘણા એવા લોકો હોય છે કે જે સાધારણ રહીને પણ અસાધારણ કામ કરતાં હોય છે. પણ ક્યારેક તેની નોંધ લેવાતી હોય તો ક્યારેક તેની નોંધ ના પણ લેવાતી હોય. ત્યારે હાલમાં એક કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે. આપણે ત્યાં એક કહેવત વારંવાર બોલવામાં આવે છે કે અન્નદાન મહાદાન, ત્યારે આજે જેની વાત કરવી છે એ વાત અન્નદાન સાથે જ સંબંધિત છે. આ વાત છે રાજકોટના આશાબેનની. રાજકોટમાં રહેતાં અને સર્વસમાજનાં સભ્ય આશાબેન પટેલ અને તેનાં પરિવારજનો પહેલાં દર મહિને મંદિરમાં રૂ. 10 હજારનું દાન આપતાં હતાં. એ બંધ કરીને હવે સ્લમ વિસ્તારમાં જઈને રોજ 150 ગરીબોને ભોજન જમાડે છે.

image source

જો આ વિશે વિગતે વાત કરીએ તો આશા બહેન ગરીબોને ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત અલગ અલગ વસ્તુ આપે છે. આ સિવાય ગરીબોને ધાબળા, ગરમ કપડાંનું વિતરણ કરે છે. સર્વ સેના સમાજ ટ્રસ્ટનાં આશાબેન પટેલ જણાવે છે કે જે જરૂરિયાતમંદ છે તેના સુધી સહાય પહોંચી શકે અને તેને આપ્યાનો આનંદ આવે એ માટે આ સેવા અભિયાન શરૂ કર્યું છે. આશા બહેન પોતે ગૃહિણી છે અને એ છતાં તે વ્યસ્ત સમયમાંથી ખાસ સમય ફાળવે છે. જો કે આ કામ માટે તેનાં પરિવારજનોનો પુરો સાથ સહકાર મળે છે. તેઓ પણ હોંશે હોંશે જોડાય છે. સ્લમ વિસ્તારમાં જઈને ગરીબોને જમાડવાનું અભિયાન છેલ્લા અઢી માસથી શરૂ કર્યું છે.

image source

આ લોકો ગરીબોને ગરમ કપડાં, ધાબળા વિતરણ કરવું એ તો એ ઘણા વખતથી સેવાકીય કામગીરી કરે છે. જ્યારે ગરીબોને જઇને ગરમ ભોજન આપવાનું અભિયાન હમણા શરૂ કર્યું છે. તેમજ હાલમાં દિવાળી પર્વ નિમિત્તે ગરીબોને નવા કપડાં આપ્યા હતા અને સેવાનો લાભ લીધો હતો. સાથે જ વાત કરવામાં આવે તો આશાબેન પટેલ અને તેમના પરિવારજનો જ્યારે ગરીબોને જમાડવા માટે જાય છે ત્યારે શાકભાજીથી લઈને ગેસનો ચૂલો, તેલનો ડબ્બો, આ સિવાય રસોઈના સાધનો સાથે લઈને જ જાય છે. ગરીબ બાળકોમાં સારી આદત વિકસે તે માટે બધાને સ્થળ પર પંગતમાં ભોજન કરાવવામાં આવે છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો આણંદની એક કહાની પણ ભારે ચર્ચામાં આવી છે અને વાહવાહી થઈ રહી છે.

image source

વાત કરીએ કોરોનાની મહામારીની તો ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે ગરીબ અને શ્રમીક પરીવારો આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે. અને આવા શ્રમીક ગરીબ પરીવારોને સરકાર અને સંસ્થાઓ દ્વારા ખાદ્ય કીટોનું તો વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વાતમાં સમસ્યા એ હતી કે એ લોકોને દવા, દૂધ કે સાકભાજી લાવવા માટે રોકડા રૂપિયાની પણ જરૂર પડતી હોય છે. જેને લઈને આણંદ ગ્રામ્ય મામલતદારમાં સર્કલ ૨ માં ફરજ બજાવતા નાયબ મામલતદારની પુત્રી ઇરવા પટેલે તેની પિગીં બેંકમાં એકટીવા લવવા માટે ત્રણ વર્ષથી ભેગા કરેલા નાણા તેઓએ આણંદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા શ્રમીક અને ગરીબ પરીવારોના ઘરે ઘરે ફરી વહેચી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત