દરરોજ 40 હજાર ડોલરનો ગાંજો પીતા શખ્સને ઓળખો છો? જેલમાં પણ લેડી ઓફિસરને કરી દીધી પ્રેગ્નેન્ટ

એક એવી સ્ટોરી કે જે સાંભળીને તમારા હાજા ગગડી શકે છે, તમારા ધબકારા વધી શકે છે. તમે એક અલગ દુનિયામાં પણ જઈ શકો છો. તો આવો જોઈએ કે અહીં કોના વિશે વાત થઈ રહી છે. આપ બધાએ માઇક ટાયસન નામ તો સાંભળ્યું જ હશે, જો નાં સાભળ્યું હોય તો આજે જાણી લો કે કોણ હતો આ ખતરનાક વ્યક્તિ. માઇક ટાયસન પૂર્વ હેવીવેઇટ બૉક્સર છે.

image source

સામાન્ય રીતે માણસના જીવન સાથે એક બે વિવાદ જોડાયેલા હોય. પરંતુ અમેરિકાના આ પૂર્વ વિશ્વ ચેમ્પિયનનું આખું કેરિયર વિવાદોથી ભરાયેલું રહ્યું. આ કારણે તેમને ‘ધ બેડેસ્ટ મેન ઑન ધ પ્લેનેટ’ એટલે કે આ ગ્રહ પર રહેલો સૌથી ખરાબ વ્યક્તિ કહેવામાં આવે છે. તો આવો જોઈએ કે એણે જીવનભર એવા બધા શું કાંડ કર્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે, માઇક ટાયસને 20 વર્ષ 4 મહિના અને 22 દિવસની ઉંમરમાં જ WBCનો ખિતાબ જીત્યો હતો. ખિતાબ જીત્યા બાદ માઇક ટાયસનનું નામ આયરન મેન પડી ગયું હતુ. એટલું જ નહીં, સૌથી ઓછી ઉંમરમાં WBA અને IBFનો ખિતાબ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ પણ તેમના નામે છે.

image source

ટાયસન અનેક વિવાદોમાં રહ્યા છે. ટાયસન એ બૉક્સર છે જેમણે અમેરિકાની બ્યૂટી ક્વીન ડેસિરી વૉશિંગ્ટનનો રેપ કર્યો હતો. આ માટે તેમને 6 વર્ષની જેલની સજા થઈ હતી. તેમણે 3 વર્ષ જેલમાં ગુજાર્યા અને બાકીના પૈરોલ પર. બૉક્સિંગ રિંગમાં પણ આ માણસે ગુનો કર્યો હતો. ઇવાંડર હોલીફીલ્ડ સાથે મુકાબલો ચાલી રહ્યો હતો. ટાયસને હોલીફીલ્ડના કાન પર બચકું ભર્યું. પહેલીવાર બચકું ભર્યું ત્યારે રમત રોકી દેવામાં આવી. ફરીથી મુકાબલો શરૂ થયો. ટાયસને ફરીવાર ઇવાંડર હોલીફીલ્ડના કાને બચકું ભર્યું. આ વખતે કાનનું માંસ ટાયસનના મોઢામાં આવી ગયું.

image source

ટાયસન વર્ષ 1998માં 9 મહિના માટે ફરી જેલમાં ગયા. આ વખતે ત્યાં લેડી ઑફિસર સાથે રોમાન્સ કરવા લાગ્યો.

image source

વાત સેક્સ સુધી પહોંચી ગઈ અને લેડી ઑફિસર પ્રેગ્નેન્ટ થઈ ગઈ. ટાયસને કહ્યું હતુ કે બાળક નથી થયું. જો કે આનાથી આગળની તમામ જાણકારીઓ દબાવી દેવામાં આવી. ટાયસને કાયદેસર 3 લગ્ન કર્યા છે. તેમને 8 બાળકો છે.

image source

આ સિવાય વાત કરીએ તો ટાયસને એકવાર કહ્યું હતુ કે તેઓ દર મહિને લગભગ 40,000 ડૉલરનો ગાંજો ફૂંકે છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 28 લાખ થાય છે. એકવાર તો તેમણે એવું પણ કહ્યું કે, હોલીવુડ ફિલ્મ ‘ધ હેંગઑવર’ના શૂટિંગથી એક દિવસ પહેલા સુધી તેમને એ પણ ખબર નહોતી કે તેઓ આ ફિલ્મમાં છે, કારણ કે ત્યારે તેઓ ડ્રગ્સ લેતા હતા.

ઉલ્લેખનીય છે કે એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે, સમયચક્ર ફર્યા કરે છે. માઇક ટાયસનનું પણ ફર્યું. અને આ વખતે એવું ફર્યું કે પોતાના કેરિયરમાં 300 મિલિયન ડૉલરની કમાણી કરનારો આ બૉક્સર 2003માં દેવાળિયો થઈ ગયો.

image source

માઇક ટાયસન 2018માં જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે કહ્યું હતુ કે, હું ઝુંપડપટ્ટીમાંથી નીકળેલો બૉક્સર છું, ગરીબીમાંથી નીકળેલો માણસ પણ એક બૉક્સર બની શકે છે. ટાયસને 2005માં આયરલેન્ડના બૉક્સર કેવિન મૈક્બ્રાઇડના હાથે મળેલી હાર બાદ બૉક્સિંગથી સંન્યાસ લઇ લીધો હતો. માઇક ટાયસનના ચાહકો માટે ખુશખબર એ છે કે માઇક ટાયસન એકવાર ફરી રિંગમાં ઉતરવાના છે. 28 નવેમ્બરના રોજ ટાયસનનો મુકાબલો 51 વર્ષના જોન્સની સામે થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત