માતા રોજ નવજાત માટે દૂધ મોકલે છે 1000 કિમી દૂરથી

નવજાત બાળક છે દિલ્હીમાં અને તેના માટે દૂધ આવે છે લેહથી, માતા રોજ નવજાત માટે દૂધ મોકલે છે 1000 કિમી દૂરથી, 35 દિવસનું બાળક છે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

image source

લેહમાં રહેતી ડોરજે પાલ્મો અને જિકમેટ વાંગડુને ત્યાં બાળકનો જન્મ થયો હતો. આ કપલ બાળકના જન્મ પછી ખૂબ જ ખુશ હતા પરંતુ જન્મ પછી થોડા જ દિવસમાં માતાને ધ્યાનમાં આવ્યું કે જન્મના ઘણા દિવસ પછી પણ તેનું બાળક દૂધ પીતું નથી. તેમણે બાળકને લેહમાં ડોક્ટરને બતાવ્યું. અહીં ડોક્ટરને બાળકની સમસ્યા જટીલ જણાત તેમણે બાળકને દિલ્હીની હોસ્પિટલ લઈ જવાનું કહ્યું.

image source

નવજાત બાળકની શ્વાસનળી અને અન્નનળી અંદરએ જોઈન્ટ હોવાથી તેને તુરંત સર્જરી કરાવવી પડે તેમ હતી. ત્યારબાદ નવજાતના કાકા તેને દિલ્હી લઈ ગયા. બાળકની સર્જરી કરી તેની બંને નળીઓને અલગ કરી દેવામાં આવી.

image source

બાળક સ્વસ્થ થતા તેને માતાના દૂધની જરૂર પડવા લાગી ત્યારે પહેલા તો પરિવારે નવજાત માટે લેહથી દિલ્હી આવતાં એક સંબંધીની સાથે નવજાતની માતાના દૂધની 6 બોટલ ખાસ પેકિંગ સાથે મંગાવી પરંતુ તે પુરુ થઈ જતાં પરિવારે એરલાઈનની મદદ લીધી. નવજાત બાળકને માતાના જ દૂધની જરુર હોય તે વાત જાણી એરલાઈન પણ તેની મદદ કરવા તૈયાર થયું અને પરિવારને ફ્રીમાં દૂધ ટ્રાંસપોર્ટ કરી આપવાની સુવિધા શરુ કરાવી દીધી.

image source

ત્યારબાદથી છેલ્લા 3 સપ્તાહથી રોજ જિકમેટ વાંગડુ દિલ્હીના એરપોર્ટપર આવે છે અને લેહથી ખાસ બોક્સમાં પેક કરીને આવેલું બાળકની માતાનું દૂધ હોસ્પિટલે નવજાત માટે લઈ જાય છે. જો કે દૂધ લેહથી દિલ્હી સુધી પહોંચાડવામાં તેમને કેટલીક સમસ્યા પણ થાય છે તેના વિશે તેણે જણાવ્યું હતું કે બાળકને પાવડરનું દૂધ આપવું યોગ્ય ન હતું એટલે ડોક્ટર્સે માતાના દૂધનો જ આગ્રહ રાખ્યો. પરંતુ લેહથી દૂધ દિલ્હી પહોંચાડવું પડકાર હતો. પરંતુ લદાખ એરપોર્ટ પર તેના કેટલાક મિત્રો કામ કરે છે જેમણે એર ટ્રાંસપોર્ટ વડે દૂધ દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં મદદ કરી.

image source

બાળક માટે દૂધ ખાસ થર્મોકોલ અને રેકઝીનના ખાસ કન્ટેનરમાં આવે છે. એકવાર બાળકને દૂધ આપી દેવામાં આવે એટલે ખાલી બોટલ લેહ મોકલાય છે ત્યાંથી બીજા દિવસે માતા ફરીથી દૂધ મોકલે છે. આ કપરો સમય પસાર કરવાના હવે થોડા જ દિવસો બાકી છે. હવે ટુંક સમયમાં બાળકને રજા આપી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત