Site icon News Gujarat

રવિના ટંડનની આ ડાર્ક સર્કલ રિમૂવ કરવાની ટિપ્સ છે એકદમ બેસ્ટ, ફોલો કરો તમે પણ

દેશમાં ચાલતી અનલોક ની પ્રક્રિયા માં પણ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તેવામાં તેમને આખો દિવસ લેપટોપ, કમ્પ્યુટર અથવા મોબાઇલ લઇને બેસી રહેવું પડે છે. આ પ્રકારના ઉપકરણો સાથે આખો દિવસ કામ કરવાથી આંખ પર ખૂબ અસર થાય છે. સતત કામ કરવાને કારણે આંખમાં બળતરા અને થાક અનુભવાય છે તો સાથે જ ડાર્ક સર્કલ, ખંજવાળ દુખાવો જેવી સમસ્યાઓ પણ થાય છે..

તેવામાં તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનને આંખના થાકને દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસખા બતાવ્યા છે. આ નુસખા કરવામાં એકદમ સરળ છે અને તેને અપનાવી કોઈપણ વ્યક્તિ આંખ નો થાક, સર્કલ અને દુખાવા જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.

image source

રવીના ટંડન અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે કઈ રીતે તમે તમારી આંખની સમસ્યાને ઘર બેઠા દૂર કરી શકો છો. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે આ મહામારીના સમયમાં આંખને તણાવમુક્ત અને મોઇશ્ચરાઇઝ રાખવા માટે કેટલાક સુઝાવ.. તમે તમારા ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

રવિના જણાવે છે કે સૌથી પહેલા એક વાટકીમાં ઠંડું દૂધ લેવું તેમાં 2 કોટન બોલ બોળી અને આંખ પર થોડીવાર માટે રાખવા. રોજ આ રીતે કરવાથી આંખને આરામ મળશે અને ધીરે ધીરે ડાર્ક સર્કલ પણ છુમંતર થઇ જશે. તમે ઈચ્છો તો દૂરથી આઈમાસ્ક પણ તૈયાર કરી શકો છો.

image source

આ માસ્કને બનાવવા માટે એક કપ તાજા ગુલાબની પાંદડીને સાફ કરી તેની પેસ્ટ કરો. આ પેસ્ટમાં દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરો તેને ઠંડુ થવા માટે ફ્રીઝમાં રાખી દો. આ પેસ્ટ ઠંડી થઈ જાય એટલે રુની મદદથી આ મિશ્રણને આંખ ઉપર લગાડો. 10 થી 15 માટે આ માસ્કને આંખ પર રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો. આ માસ્કથી આંખનો થાક દૂર થશે અને ડાર્ક સર્કલ પણ દૂર થઈ જશે.

દૂધ અને બદામની આઈસક્યુબ

image source

તેના માટે સૌથી પહેલા બદામની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં અડધો કપ દૂધ ઉમેરી 1 ટેબલ સ્પૂન ગુલાબજળ ઉમેરો. આ મિશ્રણને આઇસ ક્યુબની ટ્રેનમાં ભરી ફ્રિઝરમાં રાખી દો. જ્યારે તે જામી જાય ત્યારે તેને એક રૂમાલમાં બાંધી અને આંખો પર તેનો ઉપયોગ કરવો. રોજ આ આઈસક્યુબ થી મસાજ કરવાથી આંખની સમસ્યાઓ દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version