હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો, દારુબંધીની તરફેણમાં થઈ જોરદાર દલીલો

રાજ્યમાં દારુબંધીનો વિરોધ કરતી અરજી અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જણાવી દઈએ કે રાજ્ય સરકારે દારુબંધીના કાયદામાં જે સુધારો કર્યો ત્યારબાદ આ સુધારાને લઈ હાઈકોર્ટમાં અરજીઓ થઈ હતી. જેમાંથી 5 અરજીઓ આ કાયદાની વિરોધમાં હતી. આ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

image source

રાજ્ય સરકારના એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો અને જોરદાર દલીલો કરી હતી. જણાવી દઈએ કે હાઈકોર્ટમાં દારુબંધી વિરુદ્ધ અરજી રાઈટ ટુ પ્રાઈવસી અંતર્ગત કરવામાં આવી હતી. એટલે કે દરેક નાગરિકને તેની ઈચ્છા મુજબ રહેવાનો, ખાવાનો અને પીવાનો હદ છે. તેમાં સરકાર કોઈને મનાઈ કરી શકે નહીં.

અરજીમાં એવી દલીલ પણ કરવામાં આવી હતી કે સરકાર દારુ પીવાની મનાઈ કરે છે પછી સરકાર માંસાહાર કરવાની મનાઈ કરી દેશે. સરકારનું આવું વલણ યોગ્ય નથી. આ દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ વ્યક્તિને એકલા રહેવાની છૂટ હોવાની વાત સ્વીકારી હતી તે ચુકાદો ટાંકવામાં આવ્યો હતો.

image source

જો કે આ વાત સામે સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું હતું કે નોન વેજ ખાવાના અધિકારીની સરખામણી દારુ સાથે કરી શકાય નહીં. આમ કરીએ તો તો કોઈ કહેશે કે તે તેના ઘરમાં બેસી ડ્રગ્સ લે છે તો તેમાં વાંધો હોવો જોઈએ નહીં. આ સાથે તેમણે કહ્યું હતું કે અરજદારો સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે પરંતુ હાઈકોર્ટમાં આ અરજી ટકી શકશે નહીં.

આ મામલે અગાઉ થયેલી સુનાવણી અનુસાર જો કોઈ વ્યક્તિ દારુ પીને જાહેરમાં તોફાન મચાવે, વાહન ચલાવે કે અન્યને નુકસાન કરે તો તેવા સંજોગોમાં રાજ્ય સરકાર તેના પર અંકુશ લગાવી શકે છે. ત્યાર બાદ હાઈકોર્ટે આ અરજી વધુ સુનાવણી બુધવારે હાથ ધરી હતી. જેમાં, સરકાર વતી એડવોકેટ જનરલે તેનો જવાબ રજૂ કર્યો હતો.

image source

અત્યાર સુધીની સુનાવણીમાં અરજદારે હાઈકોર્ટ સમક્ષ સવાલ કર્યા હતા કે કાયદો શા માટે લાદવામાં આવ્યો છે ? આ વાતના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉના સમયમાં દારુબંધી મુદ્દે કેન્દ્રમાં સહમતિ થઈ શકી ન હતી તેથી આ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ગુજરાતમાં દારુબંધી રાખવાનો નિર્ણય કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને તેઓ દારુબંધીના હિમાયતી હતા. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ પણ દારુબંધીના હિમાયતી હતા તેથી જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે તેમણે આ કાયદો અમલમાં મુક્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!