Site icon News Gujarat

જાણે સ્વર્ગ મળે એમ દારૂ પાછળ ઘેલાં થયાં લોકો, દિલ્હીવાસીઓએ કહ્યું-દવા અસર નહીં કરે દારૂથી જ થશું સાજા

કોરોના દિવસે અને દિવસે ખુબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે. એક તરફ કોરોના સામે લડવા માટે રસીકરણને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ઘણાં શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કોરોનાના ઝડપથી ફેલાતા ચેપને ધ્યાનમાં રાખીને સરકારે સોમવારે છ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકડાઉન શરૂ થતાં જ લોકો ઘરની બહાર જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા નીકળ્યા હતા. આ સમય દરમિયાન દારૂના વેચાણ થનારી જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.

image source

લોકડાઉન જાહેર થતાંની સાથે જ દારૂ પીનારા લોકો તરત જ નજીકનાં દારૂ કાઉન્ટર પાસે દોડી ગયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં દારૂની દુકાનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. લગભગ દરેક દુકાન પર સામાજિક અંતરના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં દરિયાગંજ, ગોલ માર્કેટ, માલવીયા નગર, લક્ષ્મી નગરનો સમાવેશ થાય છે. આ અગાઉ ગયાં વર્ષે જ્યારે લોકડાઉન બાદ દારૂની દુકાનો ખોલવામાં આવી હતી ત્યારે પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. આ સમયે દારૂના દીવાના ઘણાં લોકોએ તો દારૂની જરૂરીયાતને લઈને એવી વાતો કરી હતી કે જે ઘણી વિચિત્ર અને હાસ્યાસ્પદ હતી.

image source

દારૂ માટે પાગલ હોય તેવાં અનેક લોકો દુકાનો પર ઉમટી પડ્યા હતાં. એક યુવકે સાથે વાત કરતા તેણે કહ્યું કે તે પોતાના માટે નહીં પરંતુ તેના બોસ માટે દારૂ ખરીદવા આવ્યો છે જ્યારે અન્ય એકે કહ્યું હતું કે સરકારને કોરોના સંકટમાં પૈસાની તંગી ન થાય અને અર્થતંત્રને ટેકો આપવા માટે દારૂ ખરીદવા આવ્યો છું. આ સિવાય અન્ય એકે કહ્યું કે તે શરાબી છે અને કોરોનાની તેનાં પર અસર થતી નથી. દારૂ લેવાં પહોંચેલા લોકોની લાઈનમાં ફ્કત પુરુષો જ નહિં પરંતુ મહિલાઓ પણ શામેલ હતી.

કેટલીક મહિલાઓ લાઈનમાં દારૂ ખરીદવા ઉભી હતી. શિવપુરી ગીતા કોલોનીમાં દારૂ ખરીદવા દુકાનની બહાર ઉભેલી મહિલાઓ સાથે થયેલી વાતમાં પણ તેમણે અનોખી વાતો કહી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે કોવિડ -19નું ઈન્જેક્શન તેને કોઈ ફાયદો નહીં કરે, દારૂ ફાયદો કરશે. બીજી એક મહિલાએ કહ્યું કે તે દવાઓની તેનાં પર કોઈ અસર નહીં થાય, તેને પેગથી અસર થશે. મહિલાએ વધુમાં ઉમેર્યું “દારૂમાં આલ્કોહોલ હોય છે, તેનાથી કોરોનાના ઈંજેક્શનથી ફાયદો થશે નહીં, દારૂ ફાયદો કરશે. તો વળી એકે કહ્યું હતું કે જે લોકો પીવે છે તે બધાં સાજા રહેશે.

એક મહિલાએ તો એવું પણ કહ્યું હતું કે દારૂના કાઉન્ટરો દિલ્હીમાં લોકડાઉન દરમિયાન જરૂર ખોલવા જોઈએ જેના કારણે તેઓ ડોક્ટર પાસે જતાં બચશે. 21 એપ્રિલે રામનવમી અને ત્યારબાદ લોકડાઉનને કારણે દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રહેશે. ગયાં વર્ષે જ્યારે દિલ્લીમાં લાંબા સમય પછી લોકડાઉન ખુલ્યંલ ત્યારે દિલ્હીમાં જનતાને ઘણી છૂટછાટો મળી ત્યારે દારૂની દુકાનોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version