દર વર્ષ કરતા આ 5247મી જન્માષ્ટમી છે ખાસ, 60 વર્ષ પછી જન્માષ્ટમીએ તિથિ, નક્ષત્ર અને ગુરુ ગ્રહનો અદભૂત યોગ

અલગ અલગ કેલેન્ડરના કારણે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ એમ બે દિવસ જન્માષ્ટમી મનાવવામાં આવશે. મથુરા અને દ્વારકામાં 12 ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે. આ તહેવાર 11 ઓગસ્ટની રાત્રે જગન્નાથપુરીમાં મનાવવામાં આવશે. બદ્રીનાથ ધામ અને જે લોકો શૈવ સંપ્રદાયના છે તે પણ 11 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવશે.

image source

ઉજ્જેનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના કહેવા અનુસાર, આ વર્ષે 5247મી જન્માષ્ટમી મનાવવામાં આવશે. આ વર્ષે 60 વર્ષો પછી, ભરણી નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર અને ધન રાશિના બૃહસ્પતિ આઠમા તિથિ સાથે યોગ બની રહ્યો છે.

image source

ભગવાન કૃષ્ણ, વિષ્ણુના આઠમા આવતાર હતા, જે 125 વર્ષ સુધી ધરતી પર રહ્યા. આ દરમિયાન એમને કંસ જેવા અધર્મી લોકોને મારી નાખ્યા. મહાભાર યુદ્ધમાં પાંડવો વિજયી થયા હતા. દ્વારકા શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રકારે લગભગ 125 વર્ષ સુધી ધરતી પર રહ્યા અને પછી પોતાના વૈકુંઠ ધામ પરત ફર્યા.

image source

ચારધામમાંનું એક બદ્રીનાથ ધમના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનીયલના કહેવા અનુસાર, અદ્વૈત અને સ્માર્ટ સંપ્રદાયના લોકો 11 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવશે. શ્રાવણ વદ પક્ષની આઠમની તિથિ 11 તારીખે સવારે 9:07 વાગે શરૂ થશે. તારીખ 12 ઓગસ્ટ સવારે 11.17 વાગ્યા સુધી રહેશે. 11 ઓગસ્ટની રાતે આઠમની તિથિ હશે. એટલા માટે બદ્રીનાથ ધામમાં 11 ઓગસ્ટની રાતે જન્માષ્ટમી મનાવવામાં આવશે કારણ કે ભગવાન કૃષ્ણનો જન્મ આઠમની રાત્રે થયો હતો.

image source

વૈષ્ણવ સંપ્રદાયમાં ઉદયકાળની આઠમની તિથિ મહત્વપૂર્ણ હોય છે. એ માટે આ સંપ્રદાયમાં 12 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવવામાં આવશે. જ્યારે શ્રી સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાયમાં રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમી મનાવવાની પરંપરા છે.જેના કારણે આ લોકો 13 ઓગસ્ટે રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમી મનાવશે.

60 વર્ષ પછી જન્માષ્ટમી તિથિ અને નક્ષત્રનો અદભુત યોગ છે.

પંડિત મનીષ શર્માના કહેવા અનુસાર,આ વર્ષે 11 અને 12 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવવામાં આવશે પણ આ બંને તિથિઓમાં રોહિણી નક્ષત્ર રાત્રે નહિ હોય. આ સમયે બૃહસ્પતિ પોતાની રાશિમાં સ્થિત છે. 11 ઓગસ્ટની રાત્રે 12 વાગે ભરણી નક્ષત્ર હશે અને 12 ઓગસ્ટની રાત્રે 12 વાગે કૃતિકા નક્ષત્ર હશે.

image source

આવો યોગ 60 વર્ષ પહેલાં 13 અને 14 ઓગસ્ટ 1960માં થયો હતો. એ વર્ષે ધન રાશિમાં બૃહસ્પતિ પણ હતો. 13 ઓગસ્ટની રાતે ભરણી અને 14 ઓગસ્ટની રાત્રે કૃતિકા નક્ષત્ર હતું.અને જન્માષ્ટમી મનાવવામાં આવી હતી.

ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.

image source

દ્વાપર યુગમાં, ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં વડ પક્ષના આઠમના દિવસે થયો હતો. એ સમયે ચંદ્રમાં ઉચ્ચ રાશિ વૃષભમાં હતો. એ દિવસે બુધવાર અને રોહિણી નક્ષત્ર હતું. આ વર્ષે જન્માષ્ટમી એક સંયોગ નથી. રોહિણી નક્ષત્ર 11 અને 12 ઓગસ્ટે નથી પણ 13 ઓગસ્ટે રહેશે.

જો કે જન્માષ્ટમી પારંપરિક રીતે તિથિ અનુસાર મનાવવામાં આવે છે. એટલે આ તહેવાર 11 અને 12 ઓગસ્ટે મનાવવામાં આવશે. આ વર્ષે 12 ઓગસ્ટે જન્માષ્ટમીનો દિવસે સારો યોગ છે. આ યોગમાં પૂજા કરવાથી જલ્દી જ સારા પરિણામ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત