ભાવ વધારાની પણ હદ હોય..10 દિવસમાં નારિયેળ પાણીના ભાવમાં થયો બમણો વધારો, જાણી લો કોરોના કાળમાં નારિયેળ પાણી પીવાથી થતા આ ફાયદાઓ વિશે

કોરોનાકાળમાં વિપરીત અસર: 10 દિવસમાં નારિયેળ પાણીના ભાવમાં થયો બમણો વધારો!

હાલ ગરમીએ કહેર વર્તાવ્યો છે. એવામાં શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે. પણ જે લોકો તરસ છિપાવવા માટે અને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવે છે તેમણે તેની જગ્યાએ સાદું પાણી પીવું જોઈએ.

image source

નારિયેળ પાણી હમેશાં તાજું પીવું. તેને એકવાર ખોલ્યા બાદ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ખતમ થઈ જાય છે. આ સિવાય આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ પ્રમાણમાં હોય છે જેથી બોડીમાં તે વધવાથી તેના ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. છેલ્લા 10 દિવસમાં નારિયેળ પાણીના ભાવ 40-50 રૂપિયાથી 70-80 રૂપિયા સુધી એટલે કે લગભગ બમણા વધ્યા છે. કોરોનાના કારણે લોકો નારિયેળ પાણીનો ઉપયોગ વધારી રહ્યા છે.

આ છે નારિયેળ પાણીના ફાયદા

image source

• નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ સારા પ્રમાણમાં હોય છે. જેનાથી થાક કે નબળાઈ હોય તો સારું પરિણામ મળી શકે છે. નારિયેળમાં લગભગ 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે.

• શરીરને રોજનું 2600 મિલિગ્રામથી 3400 મિલિગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. આ સાથે અન્ય ફળ સિવાય જો તમે 1 કે 2 નારિયેળ પીવાની આદત રાખો છો તો તમે અનેક બીમારી સામે લડી શકો છો. ડોક્ટરની પણ સલાહ છે કે રોજ નારિયેળ પાણીને જમ્યા બાદ પીવું જરૂરી છે.

image source

• ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વોકિંગ પછી નારિયેળ પાણી પીવું અત્યંત ગુણકારી છે. પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં બે નારિયેળ પાણી પી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ માત્ર એક જ લેવું. ઓવર વેઇટ ધરાવતા લોકોએ નારિયેળનું પાણી જ લેવું, એમાંની મલાઈ નહીં.

• નબળાઈ દૂર કરવાની સાથે જ નારિયેળ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. તેના વધારે સેવનથી લો બીપીની ફરિયાદ આવી શકે છે. જરૂરી પ્રમાણમાં નારિયેળ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

image source

10 દિવસમાં નારિયેળ ખરીદનારા લોકોની સંખ્યા વધી

છેલ્લા 10 દિવસમાં કોરોના મહામારીના કેસ વધવાની સાથે જ લોકો નારિયેળ પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે. દુકાનદારો પણ નારિયેળના વધતા ભાવથી પરેશાન છે. જે નારિયેળ 40-50 રૂપિયે વેચાતા હતા તેના ભાવ હે 70-80 રૂપિયા સુધીના થઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!