રૂપિયા માટે દીકરી-જમાઇએ કર્યુ કંઇક એવુ કે.. રિટાયર સરકારી અધિકારીને મહિલા સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું

દીકરી અને જમાઈ દગો

image source

આજકાલના ડીજીટલ યુગમાં ઓનલાઈન ફ્રોડની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં થઈ હતી જેના આરોપીઓની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે. આ આરોપી એક યુગલ છે. આ યુગલ મૂળ ભાવનગરના રહેવાસી છે. આ યુગલે એક સીનીયર સીટીઝન સાથે છેતરપીંડી કરી છે. આ યુગલનું નામ કીંચીત જૈન અને પ્રિયંકા જૈન છે. આ સીનીયર સીટીઝનને સસ્તામાં ઘર આપવાની લાલચ આપીને છેતરવામાં આવ્યા હતા. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભોગ બનનાર સીનીયર સીટીઝન સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેનાર મહિલાની દીકરી અને જમાઈ દ્વારા આ છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમે યોગ્ય પુરાવા એકત્રિત કરીને બંનેની ધરપકડ કરી છે.

આ બાબતમાં અમદાવાદ સાયબર ક્રાઈમે કીંચીત જૈન અને પ્રિયંકા જૈન નામના યુગલની ધરપકડ કરાઈ હતી. આ યુગલએ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રીટાયર ઓફિસર સાથે છેતરપીંડી આચરી હતી. આ યુગલની છેતરપીંડી કરવા માટેની મોડસ ઓપરેન્ડી પર નજર કરવામાં આવી તો આરોપી પોતાને કેનેડીયન સિક્યોરીટી ઈંટેલીજ્ન્ટ સર્વિસમાં કામ કરે છે અને કેનેડીયન સરકાર તેમને સસ્તા ભાવમાં મકાન આપે છે, પણ એ મકાન મેળવવા માટે કેટલાક નાણા ભરવા પડશે તેવી લાલચ આ રીટાયર અધિકારીને આપવામાં આવી હતી, અને આ લાલચના ચાલતા ફરીયાદીએ આરોપીઓને રૂ.૨૪.૭૪ લાખ પડાવી લીધા હતા. પણ જયારે ફરિયાદીને મકાન કે નાણા કઈ જ ના મળતા છેતરપીંડી થયાનું સામે આવતા ફરીયાદીએ પોતાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

image source

આરોપી કિંચિત જૈન અને પ્રિયંકા જૈનની ધરપકડ કર્યા પછી પુછપરછ કરવામાં આવી તેમાં આરોપીએ જણાવ્યું કે તેઓ મૂળ ભાવનગરના રહેવાસી છે. ત્યારપછી ફરીયાદી સાથે સંપર્ક કેવીરીતે થયો તેમ પૂછવામાં આવ્યું તો તેનો જવાબ આપતા આરોપી પ્રિયંકા જૈન જણાવે છે કે પ્રિયંકાની માતા ફરીયાદી એટલે કે રીટાયર ઓફિસર સાથે લીવ-ઈન રીલેશનશીપમાં અમદાવાદમાં રહે છે. ઉપરાંત સરકારી અધિકારી રીટાયર થયા હોવાથી તેમની પાસે ઘણા રૂપિયા મળ્યા હશે. એટલા માટે ફરિયાદીને ટાર્ગેટ બનાવીને ફેક મેઈલ મોકલવામાં આવતા અને મકાન આપવાની લાલચ આપીને છેતરવામાં આવ્યા હતા.

છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરાયેલ આરોપી કિંચીત જૈનએ ડીપ્લોમા ઈન બીઝનેસ એડમીનીસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે અને તે એક કુરિયર કંપનીમાં નોકરી કરે છે. ત્યાં જ બીજી બાજુ અમરાઈવાડીની રહેવાસી પ્રિયંકાની માતા ફરીયાદી સાથે લીવ-ઈન રીલેશનશીપમાં રહેતા હોવાથી ફરીયાદી સાથે સંપર્ક થયાનું સામે આવ્યું છે. હવે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈ ગુના કર્યા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.