જોઇ લો એક પુત્રવધુની પુત્ર કરતાં પણ વધુ નીભાવેલી ફરજને! જાણીને આંખો થશે ભીની

જોઇ લો એક પુત્રવધુની પુત્ર કરતાં પણ વધુ નીભાવેલી ફરજને! જાણીને આંખો થશે ભીની

image source

મોટાભાગની પુત્રવધૂઓ ખુલ્લા હ્રદયથી પરિવારમાં આવકારવામાં આવે છે, તેમ ન થાય તો નિરાશ થશો નહીં. તમને વધુ સારી રીતે ઓળખવા માટે તેમને સમય આપો. પ્રયાસ કરો અને કુટુંબ સાથે વસ્તુઓ વિશે વાત કરો. જો કોઈ એવું કંઈક કે જેણે તમને નુકસાન પહોંચાડ્યું હોય, તો તેને અંદર મનમાં ન રાખવું. તમારા પતિ અને સાસુ-સસરા સાથે કોઈપણ મૂંજવણો અથવા તકલીફો અને તે તમને કેવી અનુભૂતિ કરાવે છે તેની ખૂલીને ચર્ચા કરો.

આજે આપણે અહીં એક એવી જ આદર્શ ઘરની વહુ વિશે જાણવાના છીએ કે જેણે ખરા અર્થમાં પુત્રવધુ એટલે કે પુત્રથી પણ વધુ ફરજો નીભાવીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. છત્તીસગઢના ધમતરીમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની પુત્રી અને પુત્રવધુએ કાંધ આપી સમાજમાં એક નવુ ઉદાહરણ રજૂ કરી પુત્રની ફરજ નીભાવી હતી. નગર વિસ્તારના ગ્રામ દેઉરપારામાં રહેતા મોહનલાલ સાહુનું બીમારીને કારણે ૨૩ મેના રોજ નિધન થઇ ગયું. મોહનલાલના પુત્ર દીપકનું થોડા વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. આથી મોહનલાલને કાંધ આપનાર કોઇ પુત્ર ન હતો. એવામાં પુત્રવધુ રુમાન અને પુત્રીએ તેમને કાંધ આપીને પુત્ર તરીકેની ફરજ નીભાવી હતી.

image source

લોકડાઉનના નિયમોનું પાલન કરી મોહનલાલની અંતિમ યાત્રામાં પરિવારજનો તથા ગ્રામજનો સામેલ થયા હતાં. મોહનલાલ સાહુ સમાજ પરિક્ષેત્ર સિરસિદાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની છે અને ત્રણ પુત્રી છે જેઓના લગ્ન થઇ ચૂક્યા છે. ઘરે મોહનલાલની પત્ની, પુત્રવધુ અને બે ભાણેજ છે. છત્તીસગઢમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે જેમાં એક પુત્રવધુએ પોતાના સસરાની અર્થીને કાંધ આપી હોય. પુત્રના મૃત્યુ બાદ પુત્રવધુ જ મોહનલાલના જીવનમાં પુત્ર બની ગઇ હતી. મોહનલાલ સાહુના બીમાર થવા પર પુત્રવધુએ જ પુત્રની જેમ તેમની સેવા કરી. જ્યારે તેમનું નિધન થયું તો તેના માથેથી પિતાની છત્રછાયા હટી ગઇ. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ હતો. એવામાં પુત્રવધુ રુમાને હિમ્મત ન હારી અને સસરાની અર્થીને કાંધ આપવા માટે તે આગળ આવી હતી.

image source

તેમની સાથે પુત્રીએ પણ કાંધ આપી હતી. આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઇને ગામજનોની આંખમાં આંસુ આવી ગયા હતાં. વિવાહિત જીવનનો સૌથી મોટો પડકાર એ છે કે તમારા સાસરામાં સારી રીતે આગળ વધવું. જો કે આ લગ્ન જીવનમાં બંને ભાગીદારો માટે લાગુ પડે છે, પરંતુ સ્ત્રી છે જેને સૌથી વધુ અસર થાય છે. સંશોધન મુજબ લગભગ ૬૦ ટકા લગ્ન સાસુ-વહુ સાથેના તણાવથી પીડાય છે જે સામાન્ય રીતે સ્ત્રી અને તેના પતિની માતા વચ્ચે હોય છે. સકારાત્મક વલણ રાખવું અને વૃદ્ધ સાસુ તથા સસરા પ્રત્યે આદર દર્શાવવો. તમે જે કુટુંબમાં લગ્ન કર્યા છે તેના વિશે જાણવામાં થોડો સમય લાગી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત