Site icon News Gujarat

પેટ ડોગને ધોનીની દીકરી રમાડી રહી બોલ, સુપર ક્યુટ વિડીયો જોઇ લો તમે પણ

ધોનીના પગલે હવે એની દીકરી જીવા પણ, જુઓ વીડીઓમાં શું થયું

image source

સાક્ષીએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં જીવા દડાને ઘણો ઉંચો ઉછાળે છે જેને એનો પેટ (કુતરો) કેચ કરી લે છે. ત્યાર પછી જઈને જીવા પેટ ડોગને સહેલાવીને એની તારીફ કરે છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ દિવસોમાં રાંચીમાં તેમના પરિવાર સાથે જ રહી રહ્યા છે. કોવિડ -19 રોગચાળા (કોરોના વાયરસ ચેપ) ને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ભારતમાં પણ અત્યારે ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન ધોની પોતાના પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી રહ્યા છે. આ સમયે તેઓ સાવ હળવા મુડમાં લાગી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ પોતાની પુત્રી જીવાને બાઇક પર સવાર કરતા જોવા મળ્યા હતા. તે વીડિયો ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જીવા ધોનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અત્યારે બે વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં જીવા તેના પિતા ધોનીની જેમ જ પેટ ડોગ (કૂતરા) સાથે રમતી જોવા મળી રહી છે.

image source

બધા જ જાણે છે કે ધોનીએ પેટ ડોગ (કૂતરા)ને સારી એવી તાલીમ આપી છે. આ પહેલા પણ ધોનીના કેટલાક વીડિયો સામે આવી ચુક્યા છે, જેમાં તે પોતાના પેટ ડોગ (કૂતરા) સાથે બોલ રમતા જોવા મળ્યા છે. જીવા પણ પિતાના પગલે ચાલતી જોવા મળી રહી છે, જે તેની શૈલીમાં પેટ ડોગ્સને સૂચના આપતી નજરે પડી હતી. જીવા પહેલા પેટ ડોગને ઉભા રહેવા માટે કહે છે, જેવો તે ઉભો થાય છે કે તરત જ જીવા બોલને હવામાં ઉછાળે છે, જે પેટ ડોગ તરત કૈચ કરી લે છે.

સાક્ષીએ બીજી એક વિડિઓ પણ શેર કરી છે, જેમાં જીવા બોલને પેટ ડોગના હાથે કેચ કરાવવા માટે પૂરતો ઉંચો ઉછાળે છે. આ દડાને એનો પેટ (કુતરો) કેચ કરી લે છે. ત્યારબાદ જીવા પેટ ડોગને સહેલાવી તેની પ્રશંસા કરે છે. આ બંને વિડિઓ તમારું હ્રદય જીતી લેશે, એ સાથે જ જુઓ કે ધોનીએ કેવી રીતે પોતાના પેટ ડોગને ટ્રેઈન કર્યા છે.

આપને જણાવી દઈએ લે ધોની આ સમયે ક્રિકેટથી આરામ પર છે. એમણે પોતાની છેલ્લી મેચ જુલાઈ 2019માં રમી હતી. આઈસીસી વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ પછી એમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે મેદાનમાં પાછા ફરવાનું હતું. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે, પરંતુ કોવીડ-19ના કારણે આઈપીએલની 13મી સીઝન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

  વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version