ડાયરિયાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા આ રીતે કરો જાયફળનો ઉપયોગ, જાણો બીજા આ ફાયદાઓ

હવામાનમાં પરિવર્તનના કારણે તમારા નાના બાળકને ડાયરિયા અને ઉલ્ટીની સમસ્યા થાય છે, બાળકોને જયારે ડાયરિયાની સમસ્યા
થાય છે ત્યારે તેને કંઈપણ ખોરાક પેટમાં નથી રહેતો બધું જ નીકળી જાય છે જેથી તમારું બાળક ખૂબ નબળું પડી જાય છે અને આખો
સમય બસ રડ્યા જ છે, આ સમસ્યાથી આપણે પણ ચિંતા થાય છે કે આ સમસ્યા કેવી રીતે દૂર કરવી તમારી આ સમસ્યા દૂર કરવા માટે
આજે અમે તમને એક ઉપાય જણાવીશું જેની મદદથી તમે અને તમારું બાળક પણ ઘણી સમસ્યાથી દૂર રહેશે.

image source

– ડાયરિયાની સમસ્યા દૂર કરવા માટે વરિયાળી લો અને તેનો પાવડર બનાવો. હવે આ પાવડરને થોડા પાણીમાં નાંખો અને થોડી વાર
માટે તેને રહેવા દો. હવે તમારા બાળકને તેમાં થોડોક બેલ્ગીરી ઉમેરીને ખવડાવો.

image source

– બાળકોના ડાયરિયાની સમસ્યાને દૂર કરવા માટે દાડમની છાલ થોડી સુકવી તેને પીસી અને તેનો પાવડર બનાવો. હવે તેના પાવડરમાં
થોડું મધ મિક્સ કરો અને બાળકને દિવસમાં 3 થી 4 વાર ખવડાવો આ કરવાથી ડાયરિયા બંધ થાય છે.

image source

– જાયફળના ઉપયોગથી પણ બાળકની ડાયરિયાની સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે જાયફળને પીસીને બાળકને દિવસમાં 2 વખત
હળવા ગરમ પાણીથી ખવડાવો તો ડાયરિયા તરત જ બંધ થઈ જશે.

image source

– ડાયરિયાના કારણે બાળકો ખૂબ પોટેશિયમ ગુમાવે છે અને તેની ઉણપને પૂર્ણ કરવી પણ જરૂરી છે. કેળામાં પોટેશિયમ, ઝીંક, આયરન,
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન એ અને વિટામિન બી 6 હોય છે. ડાયરિયા થવાથી બાળક નબળું પડે છે, તેથી કેળા એક અદ્ભુત
શક્તિ સ્રોત સાબિત થાય છે અને કેળાનો સ્વાદ પણ બાળકોને ખુબ પસંદ છે કેળા આખા વર્ષ દરમિયાન મળે જ છે અને મોટાભાગના
ઘરોમાં કેળા રોજ જોવા મળતું ફ્રૂટ છે.

image source

– આદુ પાચન સિસ્ટમ માટે સારું છે અને ડાયરિયા માટે અસરકારક ઉપાય છે. એક ચમચી આદુ, થોડું તજ પાવડર, થોડું જીરું પાવડર
અને એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણ તમારા બાળકને દિવસમાં ત્રણ વખત આપો. બાળકને આ મિશ્રણ આપતા પહેલા તમે તેમાં
થોડો જાયફળ પણ ઉમેરી શકો છો. આ મિક્ષણ બાળકને થતી ડાયરિયાની સમસ્યા દૂર કરશે.

– સફરજન પેક્ટીનથી ભરપુર હોય છે, જે તમારા બાળકના પાચનને સ્થિર કરવામાં મદદ કરે છે. એક સફરજન ધોઈ લો, તેને પાણીમાં
ઉકાળો અને તેની પ્યુરી કરો જેથી તે નરમ અને પાચન માટે સરળ બને. આ ડાયરિયાને તો નિયંત્રિત કરશે જ સાથે તે ખાવાથી બાળકોમાં
શક્તિ પણ આવશે જે બાળકો માટે જરૂરી છે.

image source

-નાળિયેર પાણી સાથે સંકળાયેલા ઘણા સ્વાસ્થ્ય લાભો સિવાય નાળિયેર પાણી એ એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે જે તમારા બાળકના
ડાયરિયા દૂર કરવામાં મદદ કરશે. તે સ્વાદમાં તો સ્વાદિષ્ટ છે જ સાથે તે શરીરમાંથી પાણીની ઉણપ પણ દૂર કરે છે. દિવસમાં ઓછામાં
ઓછા 2-3 વાર તમારા બાળકને નાળિયેર પાણી આપવાની સલાહ આપવામાં આવે છે.

ઘરે બનાવેલું તાજું દહીં બાળકની પાચક શક્તિને વધારવામાં મદદ કરે છે. જ્યારે તમારા બાળકને ડાયરિયા થાય છે ત્યારે દહીં સૌથી
અનુકૂળ પદાર્થ માનવામાં આવે છે. ઘરે બનાવેલી લસ્સી અને છાશ (ખાંડ વિના) માં પણ પ્રોબાયોટિક્સ હોય છે, તેથી ડાયરિયાની
સમસ્યા દૂર કરવા માટે તમારા બાળકને તાજું દહીં આપવું જરૂરી છે.

image source

જ્યારે તમારા બાળકને ડાયરિયા થાય છે, ત્યારે તેને તેની ખોવાયેલી શક્તિ ફરીથી મેળવવી ખુબ જરૂરી છે. આવા સમયે, ગાજર ઉત્તમ
શક્તિનો સ્રોત માનવામાં આવે છે. દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ અથવા માત્ર કાચા ગાજર પણ આપી શકાય છે. જો તમારું
બાળક 1 વર્ષથી નાની ઉંમરનું છે, તો પછી ગાજરનો રસ તેને માટે યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત