મૃત્યુ સમયે ગર્ભવતી હતી બિગ બીની આ અભિનેત્રી, નહોતી મળી લાશ, અને અઅંતિમ સંસ્કાર પણ ન થઈ શક્યા

સૂર્યવંશમ ફિલ્મ 1999માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મ તેના રિલિઝના સમયે ફ્લોપ થઈ ગઈ હતી, પણ આજે આ ફિલ્મ સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. સેટ મેક્સ ચેનલની તો આ ફિલ્મ પર્યાય બની ગઈ છે. કારણ કે આ ફિલ્મ આ ચેનલ પર એક નહીંને બીજા દિવસે બતાવવામાં આવે જ છે.

image source

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો છે. તેમની સામે ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જણીતી અભનેત્રી સૌંદર્યા રઘુ જોવા મળી હતી. ફિલ્મ રિલિઝ થઈ તેના પાંચ વર્ષ બાદ સૌંદર્યાનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે તેણીનું મૃત્યુ થયું ત્યારે તેણી પ્રગ્નન્ટ હતી પણ તેણીના ઘરના લોકોને તેણીની ડેડબોડી પણ નહોતી મળી શકી.

image source

આ દુઃખદ ઘટના 17મી એપ્રિલ 2004ના રોજ ઘટી હતી. સૌંદર્ય ભારતીય જનતાપાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવારના ચુટણી પ્રચાર માટે કરીમનગર જઈ રહી હતી. સવારે 11.05 વાગે એર ફોર સીટર પ્રાઇવેટ એરક્રાફ્ટમાં બેંગલુરુના જક્કુર એરફીલ્ડથી ઉડાન ભરી હતી. અને લગભગ 100 ફૂટ ઉપર જઈને આ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું. એરક્રાફ્ટમાં સૌંદર્યા ઉપરાંત, તેમના ભાઈ અમરનાથ, હિંદુ જાગરણ સમિતિના સેક્રેટરી રમેશ કદમ અને પાયલટ જૉય ફિલિપ પણ હાજર હતા.

image source

ચારોના મૃત્યુ આ ક્રેશમાં થઈ ગયા. તમને જણાવી દઈએ કે મૃત્યુના થોડા મહિના પહેલાં જ સૌંદર્યા ભાજપામાં જોડાઈ હતી. જે સમયે સૌંદર્યાનું મૃત્યુ થયું, ત્યારે તેણી માત્ર 31 વર્ષની જ હતી. સૌંદર્યાનું સાચું નામ સૌમ્યા સત્યનારાયણ હતું. તેમનો જન્મ 18 જુલાઈ 1972ના રોજ કર્ણાટકના કોલારમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને કન્નડ ફિલ્મના રાઇટર કે. એસ. નારાયણને ત્યાં થયો હતો. મૃત્યુના લગભઘ એક વર્ષ પહેલાં 2003માં સૌંદર્યાએ સોફ્ટવેર એન્જિનિયર જી. એસ. રઘુ સાથે લગ્ન કર્યા હતા.

image source

અહેવાલો પ્રમાણે 2010માં જી.એસ.રઘુએ અર્પિતા નામની છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા છે. 1998માં જ્યારે એક ઇન્ટર્વ્યૂ દરમિયાન સૌંદર્યાને પૂછવામાં આવ્યું કે શું તેણી હંમેશથી એક એક્ટ્રેસ જ બનવા માગતી હતી ? ત્યારે તેણીએ જવાબ આપતા જણાવ્યુ હતું, ‘ફિલ્મો મારા મગજમાં છેલ્લી બાબત હતી. મારા પિતા ફિલ્મમેકર હતા અને હું તેમની સાથે હંમેશા સેટ્સ પર જતી હતી.’

image source

ઘણા લોકો નાની ઉંમરમાં ઘણું બધું કરી જતાં હોય છે. જે બધા માટે શક્ય નથી હોતું. આજે ભલે સૌંદર્યા આ જગતમાં ન હોય. પણ તેની ફિલ્મો દ્વારા હંમેશા તે તેના ચાહકોના મનમાં જીવંત રહી છે.