ડિસેમ્બરની આ તારીખે વર્ષની સૌથી લાંબી રાત્રી અને સૌથી ટૂંકા દિવસનો નાગરિકોને થશે અનુભવ

21મી ડિસેમ્બરે રાત્રી લાંબી અને ટૂંકા દિવસનો નાગરિકોને અનુભવ થશે. દર 6 માસે સૂર્ય 23.5 ઉત્તર અને 23.5 અંશ દક્ષિણે પહોંચીને પરત ફરે છે. તા.21મી ડિસેમ્બરે સૂર્યની ગતિને કારણે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો અનુભવાશે. બન્ને બિંદુને કર્કવૃત્ત અને મકરવૃત્ત કહેવાય છે. સૂર્ય બિંદુ પર આવે ત્યારે સૌથી લાંબો દિવસ રહે છે. આ એક ખગોળીય ઘટના છે. વર્ષ ૨૦૨૦માં વિન્ટર સોલ્સટીસ એટલે કે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી ૨૧ ડિસેમ્બરે જોવા મળશે. આ દિવસે ૩૯૭ વર્ષ બાદ ભાગ્યેજ ખગોળરસિકોને ગુરુ અને શનિ ગ્રહની યુતિ જોવા મળશે.

ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે

image source

ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે ૭૩૫ મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગના કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ ૧૬ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી ૨૧ ડિસેમ્બરે બંને એકબીજાથી ૦.૧ ડીગ્રીના કોણીય અંતરે જોવા મળશે. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે.

૧૬૬૩ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરાઈ હતી

image source

તો બીજી તરફ ગત ૧૬ જુલાઈ, ૧૬૬૩ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરાઈ હતી. ત્યાર પછી ૨૧ ડિસેમ્બરને સોમવારે આ બંને ગ્રહો નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી ઘટના ૩૯૭ વર્ષ બાદ જોઈ શકાશે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત બાદ ૧૬ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાશે.

image source

આ ઘટનાની વિશેષતા અને મુલ્યને ધ્યાનમાં રાખીને કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં લોકો આ ઘટનાને નિહાળવામાં વંચિત ના રહે તેવા આશયથી કોવીડ-૧૯ની સરકારની ગાઈડ લાઈન્સને અનુસરીને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આ ઘટનાને ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રસ ધરાવતા નોંધણી થયેલ પ્રથમ મર્યાદિત ૬૦ વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

૬૦ વ્યક્તિઓને જ મળશે પ્રવેશ

image source

તો બીજી તરફ આ ચિરકાલીન દુર્લભ યુતિને ટેલીસ્કોપથી નિહાળવા માટે ઈચ્છિત લોકોએ ફરજીયાત પોતાના નામની નોંધણી વેબસાઈટ પર કરવાની રહેશે. તેમજ વેબસાઈટ પર આપેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વેબસાઈટ પર જણાવ્યા અનુસાર નોંધણી થયેલા પ્રથમ ૬૦ વ્યક્તિઓને જ જણાવેલા સમય દરમ્યાન પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે કાર્યાલયમાં રૂબરૂ સવારે ૧૦ થી સાંજે ૬ સુધીમાં સંપર્ક કરી શકાશે.

ભીષ્મ પિતામહે મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો

image source

કર્કવૃત્ત અને મકરવૃત્ત પરથી સૂર્યના પરત ફરવાની ક્રિયાને અયન કહે છે. અયન એટલે પ્રસ્થાન કરવું તે 21 ડિસેમ્બરે સૂર્ય ઉત્તર તરફ પ્રસ્થાન કરશે તેથી તેનું ઉત્તરાયન થશે. હકીકતમાં આ દિવસે ઉત્તરાયણ ગણાય. મહાભારતમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો.

કયા કારણે ઋતુચક્ર બને છે

પૃથ્વીનો ઝૂકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોનાં સમયમાં સામાન્ય મિનિટનો તફાવત જોવા મળે છે. સૂર્ય તેના આકાશનાં વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. પૃથ્વી પરના 23.5 દક્ષિણ અક્ષાંશને મકરવૃત કહે છે. પૃથ્વીની 23.5 અંશે ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુચક્ર બને છે. ધ્રુવ પ્રદેશો પર છ છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઊંચે અક્ષાંશે બારે માસ ઠંડી અને બરફ છવાયેલો રહે છે.

ઉત્તરાયણ કેમ કહેવાય?

image source

પૃથ્વી પોતાની કક્ષામાં 23.5 ડિગ્રી ઝૂકેલી છે. આ ઝૂકાવ જ્યારે સૂર્યથી સંપૂર્ણ દૂર હોય ત્યારે થાય છે. આ દિવસને ઉત્તરાયણ અથવા તો ખગોળની ભાષામાં કહીએ તો વિન્ટર સોલ્સ્તૈસ કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત