જગન્નાથ મંદિર સમિતિએ સરકાર પાસેથી ભક્તોની ભીડ વગર રથયાત્રા કાઢવાની શરતે માંગી પરવાનગી, જાણો શું છે પૂરી વાત

ભક્તોની ભીડ ન થાય એ શરતે જગન્નાથ રથયાત્રા કાઢવાની મંદિર સમિતિએ માંગી પરવાનગી

• સરકારની મંજૂરી મળ્યા પછી યોજના ઘડવામાં આવશે

• રથયાત્રામાં કેટલા લોકો જોડાશે અને કેવું હશે એનું સ્વરૂપ અંગેનો નિર્ણય બાકી

image source

એક તરફ કોરોનાનું સંક્રમણ ભારતમાં સતત વધતું જઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન પણ નજીવી શરતો સાથે લગભગ ઉઠાવી લેવામાં આવ્યું છે. આવા સમયે એક તરફ સંક્રમણનો ભય વધી રહ્યો છે, ત્યાં બીજી બાજી ભગવાન જગન્નાથની વિશ્વ વિખ્યાત રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે પ્રશાસન ચિંતિત છે કે આ સમયે ભક્તોની ભીડ જમા થઇ શકે છે. જો કે પ્રશાસન આ યાત્રા ઓછી ભીડ સાથે નીકળે એવું ઈચ્છે છે. શનિવારે બપોરે શ્રી જગન્નાથ મંદિર સંચાલન સમિતિએ પણ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. હવે જો ઓડિશા સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે તો રથયાત્રા માટેનો રસ્તો સાફ થઈ શકે છે.

રથયાત્રાનું જીવંત પ્રસારણ થવું જોઈએ

image source

આ સમયે મંદિર સમિતિના અધ્યક્ષ, ઓડિશાના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબે જણાવ્યું છે કે રથયાત્રાનું અલગ-અલગ ચેનલો પર જીવંત પ્રસારણ થાય તેમજ કોરોનાને ધ્યાનમાં રાખતા રથયાત્રામાં માત્ર મંદિરના અમુક સેવકો અને પોલીસ-પ્રશાસન પણ જોડાય જેથી ભીડ વિના રથયાત્રા નીકળી શકે. ૨૩ જુને રથયાત્રા નીકળવાની હોઈ મંદિરમાં રથયાત્રાના રથ પણ ઝડપી ગતિએ બનાવવામાં આવી રહ્યા છે.

ઓછા લોકોની હાજરીમાં રથયાત્રા નીકળશે

image source

કોરોનાના કહેર વચ્ચે જગન્નાથ રથયાત્રાને લઈને પણ લાંબા સમયથી સમિતિ અને પ્રશાસન વચ્ચે મુંઝવણની સ્થિતિ ચાલી રહી છે. જો કે 26 એપ્રિલને અક્ષય તૃતિયાના રોજથી રથોનું નિર્માણ થવાનું હતું. પણ લોકડાઉનના અક્રને એ શરુ થયું હતું ૮ મેના રોજ જયારે કેન્દ્ર દ્વારા પરવાનગી અપાઈ. જો કે આ દરમિયાન જ પુરી જિલ્લામાં કોરોના વાઈરસના 30થી વધુ કેસ નોંધાયા. આ સમસ્યા ઓછી હોય એમ અમ્ફાન વાવાઝોડાના કારણે બે-ત્રણ દિવસ કામ વધુ અવરોધાયું. જો કે અંતમાં ગત શનિવાર બપોરે ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સમિતિએ નિર્ણય લીધો કે ઓછામાં ઓછા લોકોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવશે.

પૂર્ણિમા સ્નાનની પરંપરા

image source

પૂર્ણિમા સ્નાનની પરંપરા મંદિરની સાથે જ લોકોની હાજરીમાં 5 જૂને અંદર જ પૂર્ણ કરવામાં આવશે. જો કે ખરેખર તો આ સ્નાનનો ઉત્સવ 15 દિવસ પહેલા ખૂબ મહત્વનું ગણાય છે. આ ઉત્સવ દરમિયાન પવિત્ર ત્રિમૂર્તિ એટલે કે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને અભિષેક કરી સુગંધિત પાણીથી નવડાવવામાં આવે છે. આ ઉત્સવ રથયાત્રા સાથે સંકળાયેલ હોવાથી મોટા પાયે ઉજવવામાં આવે છે. પણ, આ વખતે મંદિર સમિતિના નિર્ણય મુજબ તે થોડા લોકોની હાજરીમાં જ યોજાશે.

તહેવારમાં 108 ઘડાનાં પાણીથી સ્નાન

image source

મંદિરની પ્રાચીન માન્યતાઓ મુજબ આ તહેવારમાં 108 ઘડાનાં પાણીથી સ્નાન કર્યા પછી ભગવાનની તબિયત ખરાબ થાય છે અને આ કારણે એમને થોડા દિવસ એકાંત અપાય છે. ત્યારબાદ એમને દવાઓ પણ આપાય છે અને સ્વસ્થ થતા જ એમને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. જ્યાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 8 દિવસ તેમના રથમાં વિહાર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત