પરણેલી દીપિકા સાથે લગ્ન કરવા આ ફેન્સને અરમાન જાગ્યાં, પતી શોએબે એવો જવાબ આપ્યો કે ધૂમ મચી ગઈ

ટીવી અને બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ સોશીયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા હોય છે. એ જ ક્રમમાં જાણીતો ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માટે દિવસમાં એકાદ રસપ્રદ પોસ્ટ્સ શેર કરતો જોવા મળે છે. આ પોસ્ટમાં તે કઇક નવું નવું લઇને આવે છે અને ફેન્સમાં પણ તેનો કઇક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે હાલમાં જ ત તેણે ફેન્સ સાથે થોડી વાતો કરી હતી. હાલમાં જ તેણે નવા વર્ષની શરૂઆત Ask Me Anything એવા સેશનથી કરી હતી. આ દરમિયાન તેમણે ફેન્સના ઘણા રસપ્રદ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ત્યારે એક ફેન્સે શોએબ સામે એક વિચિત્ર ઇચ્છા મૂકી.

image source

વિગતે વાત કરીએ તો આ ફેન્સે તેની પત્ની દીપિકા કક્કડ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને શોએબે એવો જવાબ આપ્યો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રાપ્ય માહિતી અનુસાર શોએબ ઇબ્રાહિમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સને ચેટ માટે આમંત્રણ આપ્યું હતું. તેણે લખ્યું – આજના દિવસે તો ગપસપ થઈ જાય, ચાલો પૂછો … આના પર ફેન્સએ શોએબને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. શોએબે આ બધાને જવાબ આપ્યો અને તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યા.

image source

ત્યારે આ બધાંની વચ્ચે શોએબે ઇન્સ્ટા સ્ટોરી પર આવા જ એક ફેનને જવાબ આપ્યો કે જેમણે પૂછ્યું હતું-દીપિકાને મારી સાથે લગ્ન કરવાનું પૂછો. પછી શોએબે ખતરનાક જવાબ આપ્યો અને પ્રશ્નનો જવાબ આપતા શોએબે લખ્યું- ‘ભાઈ, આ જન્મમાં તો એ મારી થઈ ચૂકી છે. જો આગલો જન્મ હોય તો કંઈક સારા કર્મ કરજો જેથી ઇન્શાઅલ્લાહ કોઈ દીપિકા જેવી મળી જશે. કારણ કે દીપિકા તો ત્યારે પણ મારી જ હશે. હવે શોએબ દ્વારા આપવામાં આવેલા આ જવાબ પર તેના ફેન્સ મજા લઈ રહ્યાં છે અને તેનો આ જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.

image source

એ જ રીતે જો વાત કરીએ તો બિગ બોસ 12ની વિનર અને ‘કહાં હમ કહાં તુમ’ ફેમ દીપિકા કક્કર ઓગસ્ટ મહિનામાં પોતાનો 34મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસની આગલી રાત્રે ઘડીયાળમાં રાત્રે 12 વાગ્યના ટકોરા પડે તે પહેલા જ તેના પતિ શોએબ ઈબ્રાહિમે પરિવારના તમામ સભ્યો સાથે મળીને સુંદર હોમમેડ કેક બનાવીને અને ઘરને સુંદર રીતે સમજાવીને તેને સરપ્રાઈઝ આપી હતી.

image source

પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે શોએબ અને પરિવારે કેટલી મહેનત કરી છે તે જોઈને એક્ટ્રેસ ખુશીથી ઉછળી પડી હતી. દીપિકાએ પોતાના ખાસ દિવસને ફેન્સ સાથે સેલિબ્રેટ કરવા માટે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. જેમાં તેણે તેના પર તેમના તેના પર પરિવાર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવવા માટે ફેન્સનો આભાર માન્યો હતો. આ સિવાય એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની થ્રોબેક તસવીરો શેર કરીને તેને સ્પેશિયલ ફીલ કરાવવા માટે પણ આભાર માન્યો હતો.

image source

બિગ બોસની વિનરે ફેન્સને તેમ પણ કહ્યું કે, શોએબ સાંજથી તેના માટે બર્થ ડે કેક બનાવી રહ્યો છે અને હવે તે થાકી ગયો છે. પહેલીવાર શોએબે કેક બનાવતા દીપિકાએ તેના ખૂબ વખાણ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત