કેમ આટલો બધો સમય વિતી ગયા પછી દિપીકા પાદુકોણને થયો આ વાતનો પસ્તાવો?

દીપિકાએ ભૂલ માની – ‘મને ફેરનેસ ક્રીમ અને કોલાની એડ કરવાનો થઈ રહ્યો છે પછતાવો’

image source

અમેરિકામાં હાલ એક આફ્રિકન અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લોયડની સાથે ત્યાંની પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું અને તે દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું તેના કારણે આખાએ દેશમાં ઉગ્ર વિરોધ શરૂ થયો છે. માત્ર અમેરિકામાં જ નહીં પણ વિશ્વના ઘણા દેશોમાં તે માટે વિરોધ પ્રદર્શન કરવામા આવી રહ્યું છે. જેમાં બ્રીટેન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં જ્યાં ગોરી પ્રજા રાજ કરે છે ત્યાં સદીઓથી કાળા લોકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને તે બાબતે જાગૃતિ ફેલાવતી ઘણી બધી ફિલ્મો પણ હોલિવૂડ દ્વારા બનાવવામાં આવી છે.

image source

આ ભેદભાવના વિરોધમાં ભારતના કેટલાક બોલીવૂડ સ્ટાર્સે પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા કમેન્ટ કરી છે. અને તેના માટે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા છે. કારણ કે ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ ગોરી ત્વચાને પ્રમોટ કરી રહ્યા હોય તેમ અવારનવાર ફેરનેસ ક્રીમની એડ કરતા જોવા મળ્યા છે. પ્રિયંકાએ જ્યારે તે માટે વિરોધ બતાવ્યો ત્યારે તેણીને પણ ટ્રોલ કરવામાં આવી હતી.

આ દરમિયાન ખબર આવી છે કે દીપિકા પાદુકોણને કેટલીક બ્રાન્ડ્સ પ્રમોટ કરવાનો પછતાવો છે. જો કે હાલ તેણી તે બ્રાન્ડ્સને પ્રમોટ નથી કરી રહી પણ તેણી પોતાની ભૂતકાળની આ પસંદગીઓને ભૂલ માની રહી છે.

image source

દીપિકા પાદુકોણ જે બોલીવૂડની એક સુપર સ્ટાર છે અને તેણી ઘણી બધી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહી છે તેણે માન્યું છે કે પહેલાં બ્રાન્ડ્સ પસંદ કરવામાં તેનાથી ભૂલ થઈ છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સ્રોતનું માનવામાં આવે તો દીપિકાએ માત્ર પોતાની ભૂલ સ્વિકારી જ નથી પણ તેણે પોતાની જાતને તે બ્રાન્ડ્સથી અલગ પણ કરી છે. જેમાં ફેરનેસ ક્રીમ તેમજ કોલ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ઘણા વર્ષો સુધી બ્રાન્ડ સાથે જોડાયેલી રહી

image source

સ્રોતનું માનવામાં આવે તો દીપિકાએ આ બ્રાન્ડ્સની એડ ત્યારે કરી હતી જ્યારે ફેરનેસ ક્રીમને પ્રમોટ કરવી તે એક સામાન્ય વાત હતી. જો કે થોડા વર્ષો પહેલા તેણીની સમજ વિકસી અને તેની સાથે સાથે તેણીની વિચારશરણીમાં પણ પરિવર્તન આવ્યું. તેની સાથે સાથે તેણીએ શુગર વાળા ડ્રિંક્સ કે જે હેલ્થ માટે જરા પણ યોગ્ય નથી તે વાતનું ભાન થતાં તેણીએ પોતાની જાતને કોલા બ્રાન્ડથી પણ દૂર કરી દીધી છે. દીપિકા ઘણા વર્ષો સુધી આ બ્રાન્ડ્સ સાથે જોડાયેલી રહી પણ થોડા વર્ષો પહેલાં તેણે તેને પ્રમોટ કરવાનું છોડી દીધું.

image source

અભિનેતા અભય દેઓલે પણ ભારતના જે જે સેલેબ્રીટી જે જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો તેમજ રંગ ભેદનો વિરોધ કરી રહ્યા છે તેમને અવળે હાથે લીધા હતા. આ ઉપરાંત નેટીઝન્સે પણ આવા સેલેબ્રીટીને ખૂબ ટ્રોલ કર્યા હતા. કેટલાકનું કહેવું હતું કે તેમની કથની કંઈક છે અને કરની કંઈક છે તો વળી કેટલાક લોકોએ તેમને પોતાના દેશમાં જે ચાલી રહ્યું છે તે તરફ ધ્યાન આપવા જણાવ્યું હતું.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત