સુનિલ લહેરી અને દીપિકા ચીખલિયાએ વ્યક્ત કર્યું અરવિંદ ત્રિવેદીના નિધનનું દુઃખ, કહ્યું કે

રામાનંદ સાગરના લોકપ્રિય શો રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી મંગળવારે રાત્રે એટલે કે 5 ઓકટોબરના રોજ હંમેશા હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. એમના નિધનની ખબરથી આખા મનોરંજન જગતમાં ઊંડા આઘાતનું મોજું ફરી વળ્યું છે. અરવિંદ ત્રિવેદી 83 વર્ષના હતા અને એમનું અવસાન હૃદય રોગનો હુમલો થવાના કારણે થયું છે. આજે સવારે મુંબઈમાં એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

image socure

અરવિંદ ત્રિવેદીના નિધનની જાણકારી મળતા જ એમના સાથી કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. રામાયણમાં લક્ષમણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનિલ લહેરીએ લખ્યું છે કે ખૂબ જ દુઃખદ સમાચાર છે કે આપણા સૌના અરવિંદ ભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા, ભગવાન એમની આત્માને શાંતિ આપે. હું કઈ પણ કહી નથી શકતો. મેં મારા પિતા સમાન એક શુભચિંતક અને સજ્જને ખોઈ દીધા છે.

image socure

રામાયણ શોમાં સીતાનો રોલ કરીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલી અભિનેત્રી દીપિકા ચીખલીયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એમનું દુઃખ વ્યક્ત કરવા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું છે કે આખા પરિવારને મારી દિલથી સંવેદના. એ એક ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા.

આ સાથે જ અશોક પંડિતે પણ ટ્વીટ કરીને એમનું દુઃખ વ્યક્ત કર્યું છે. એમને લખ્યું છે કે એક ઉમદા થિયેટર, ટીવી અને ફિલ્મ કલાકાર અરવિંદ ત્રિવેદીના હાર્ટ એટેકના કારણે થયેલા નિધને ઊંડો આઘાત આપ્યો છે. પરિવારને મારા તરફથી દિલથી સંવેદના.

image soucre

એ સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સે પણ એમના મનગમતા રાવણને ભારે હૈયે વિદાય આપી છે. એક યુઝરે લખ્યું છે કે દરેક આત્માને એક દિવસે એના ઘરે પરત ફરવું જ પડે છે જ્યાંથી એની શરૂઆત થઈ હોય છે. અરવિંદ ત્રિવેદી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા જેમના જવાથી મનોરંજન જગતને ખૂબ જ નુકસાન થયું છે.

image socure

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એમના નિધનની ખબરની પુષ્ટિ કરતા કહ્યું છે કે મંગળવારે એટલે કે 5 ઓક્ટોબરના રોજ લગભગ 10 વાગે એમનું નિધન થઈ ગયું છે. એમને જણાવ્યું કે કાકા છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર જ રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તો એમની તબિયત વધાઈ જ ખરાબ રહેવા લાગી હતી. એવામાં એમને બે ત્રણ વાર હોસ્પિટલમાં પણ એડમિટ કરવા પડ્યા હતા. એક મહિના પહેલા જ એ હોસ્પિટલમાંથી ફરી એકવાર ઘરે પરત ફર્યા હતા. મંગળવારે રાત્રે એમને હાર્ટ એટેક આવ્યો અને એમને કાંદિવલી સ્થિત એમના ઘરે જ છેલ્લો શ્વાસ લીધો.