દિપીકાથી લઇને બોલિવૂડના આ સ્ટાર્સના નસીબ છે જોરદાર, જેમને પહેલી ફિલ્મથી જ મળી ગઇ છે જોરદાર સફળતા અને….

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા એવા અનેકવિધ કલાકારો આવ્યા છે, જેમની પહેલી ફિલ્મ જ સુપરહિટ સાબિત થઈ હતી, અને ત્યારબાદ તેમનો ભાગ્ય નો સિતારો એવો ચમક્યો કે તે ફિલ્મજગતમા એક ખુબ જ લાંબી ઇનિંગ રમવામા સફળ સાબિત થયા. જેમા દીપિકા પાદુકોણ , રિતિક રોશન , આયુષમાન ખુરાના , રણવીર સિંહ , ભૂમિ પેડનેકર જેવા કલાકારોના નામ શામેલ થાય છે. તો ચાલો આજે આ લેખમા તેમના વિશે થોડી માહિતી મેળવીએ.

રિતિક રોશન:

image source

વર્ષ ૨૦૦૦ મા રિતિકે “કહો ના પ્યાર હૈ” સાથે બોલિવૂડ ફિલ્મજગતમા ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. તે રાતોરાત દેશ નો સૌથી મોટો સુપરસ્ટાર બની ગયો. તેની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ હતી કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેને લગ્ન પ્રસ્તાવો મળ્યા. રિતિકે અત્યાર સુધીમા ફિલ્મજગતમાં વીસ વર્ષ વિતાવી ચુક્યો છે અને એક કરતા વધારે મોટી ફિલ્મ આપી છે.

દીપિકા પાદુકોણ:

image source

દીપિકા એ ઓમ શાંતિ ઓમ દ્વારા બોલિવૂડ ફિલ્મજગતમા સફળ એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમા તેની સુંદરતા અને સરળતા એ પ્રેક્ષકો પર એવો જાદુ પાથર્યો કે તે દરેક હૃદય પર એવો જાદુ પાથર્યો કે, તે દરેક વ્યક્તિના હૃદયની ધડકન બની ગઈ. આ અભિનેત્રીએ પદ્માવત , બાજીરાવ મસ્તાની , ગોલિયો કી રસલીલા : રામલીલા , યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમા ઉત્કૃષ્ટ અભિનય દર્શાવ્યો છે.

અનુષ્કા શર્મા:

image source

આ અભિનેત્રીએ યશરાજ ફિલ્મ્સ ની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ ફિલ્મ થી બોલિવૂડ જગતમા એન્ટ્રી કરી હતી. તેને તેની પહેલી ફિલ્મમા શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમા તે પોતાની એક વિશેષ છાપ છોડવામા સફળ રહી. આ પછી તેની સફળતા ચાલુ રહી, જે હજી પણ અકબંધ છે.

આયુષ્માન ખુરાના:

image source

આ કલાકારે વીકી ડોનર જેવી પ્રાયોગિક ફિલ્મથી બોલીવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમા તેમનુ પાત્ર ખુબ જ ચેલેન્જીંગ હતુ. આજે આ કલાકાર બોલીવૂડ ફિલ્મજગતનો એક સફળ કલાકાર બની ચુક્યો છે. આ કલાકારે અંધાધુન, બધાઈ હો, બાલા, આર્ટીકલ ૧૫ જેવી ફિલ્મોમા એક ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યુ હતુ.

ભૂમિ પેડનેકર:

image source

આ અભિનેત્રી ની આયુષ્માન ખુરાના સાથેની પહેલી ફિલ્મ “દમ લગાકે હૈશા” હતી. આ ફિલ્મ માટે ભૂમિએ તેનુ વજન ખુબ જ વધાર્યુ હતું. આ ફિલ્મમા તેમના કામની ખૂબ જ પ્રશંસા કરવામા આવી હતી. ત્યારબાદ તેમણે ટોઇલેટ : એક પ્રેમ કથા , લસ્ટ સ્ટોરી , પતિ પત્ની અને વો જેવી ફિલ્મોમા દેખાઈ હતી અને આજે તે બોલીવૂડ ફિલ્મજગતમા એક વિશેષ ઓળખ ધરાવે છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત