દીપિકા પાદુકોણ કોરોના સંક્રમિત, પિતા પ્રકાશ બેંગલુરુમાં હોસ્પિટલાઈઝ, જાણો માતા અને બહેનની કેવી છે સ્થિતિ

કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવ્યા દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, હોસ્પિટલમાં કર્યા એડમિટ.

દેશમાં કોરોના વાયરસ મહામારીના કહેરની બીજી લહેર ચાલી રહી છે. કોવિડ 19ની બીજી લહેરમાં સામાન્ય લોકોથી લઈને ફિલ્મી હસ્તીઓ પણ ઝપેટમાં આવી ચુક્યા છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને બોલિવુડના અન્ય કલાકારો પણ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. હવે દીપિકા પાદુકોણના પરિવારમાં કોરોના પહોંચી ચુક્યો છે. ખબર છે કે બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા અને પૂર્વ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેના કારણે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

image source

એટલું જ નહિ દીપિકા પાદુકોણની માતા ઉજ્જ્વલા પાદુકોણ અને બહેન અનિશા પાદુકોણ પણ કોરોના સંક્રમિત થયા છે. તો રિપોર્ટ અનુસાર દીપિકાના પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને એ આવતા અઠવાડિયામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જશે. કોવિડ 19થી સંક્રમિત થયા પછી દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણની તબિયત બગડી ગઈ હતી એ પછી એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા જ્યારે એમની માતા અને બહેન હોમ આઇસોલેશનમાં છે.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે પ્રકાશ પાદુકોણ, ઉજ્જ્વલા પાદુકોણ અને અનિશા પાદુકોણની તબીયત અચાનક બગડી ગઈ અને એમને કોરોના લક્ષણો ફિલ થયા. એ પછી એમને પોતાનો કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો અને બધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના રિપોર્ટ આવ્યા પછી ત્રણેય જણાએ પોતાને આઇસોલેટ કરી લીધા પણ જ્યારે પ્રકાશ પાદુકોણને તાવ નહોતો ઉતરી રહ્યો તો એમને હોસ્પિટલમાં એડમિટ કરવામા આવ્યા. હવે એમની તબિયત પહેલા કરતા સારી છે અને જલ્દી જ એમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કહેરના કારણે મુંબઈમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેના કારણે દીપિકા મુંબઈમાં જ પોતાના પતિ રણવીર સિંહ સાથે સમય પસાર કરી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો હતો જેમાં એ વ્હાઇટ કલરના આઉટફિટમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી વહે. એ ફોટાની સાથે એક્ટ્રેસે કેપ્સનમાં લખ્યું જતું કે એક એવું જીવન જીવવામાંયે પ્રામાણિકતા, ઉદ્દેશ્ય અને સહાનુભૂતિથી પરિપૂર્ણ હોય.મને ખુશ કરે છે.”

image source

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણનું નામ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘી અને સક્સેસફુલ એક્ટ્રેસમાં સામેલ છે. પણ એમના પરિવારે રમતગમત ક્ષેત્રમાં આપના દેશનું નામ રોશન કર્યું છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક જાણીતા બેડમિન્ટન પ્લેયર છે. જેમને ભારતના નામે ઘણા ખિતાબ જીત્યા છે જ્યારે દીપિકાની નાની બહેન અનિશા પાદુકોણ ગોલ્ફ પ્લેયર તરીકે ભારતનું નામ દુનિયામાં રોશન કરી રહી છે અને એમની માતા એક હાઉસ મેકર છે.

image source

બોલીવુડમાં કોવિડ 19ની બીજી લહેરના શિકાર થઈને અમુક સેલિબ્રિટી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે જેમાં ઘણા દિગગજો પણ સામેલ છે. તો ઘણા લોકોએ કોરોનાને માત આપી કોરોના સામેની જંગ જીતી લીધી છે. એમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, કેટરીના કેફ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર અને સોનુ સુદ જેવા ઘણા કલાકારો સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!