દિપીકા પાદુકોણે પહેર્યુ મોંઘુદાટ માસ્ક, જેની કિંમત સાંભળીને ફાટી જશે આંખો, સાથે 2 લાખની બેગ તો ખરી જ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી. પોતાની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે દીપિકા પાદુકોણ એમના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. હાલમાં જ દીપિકા પાદુકોણ મુંબઈમાં નાઈટ આઉટ દરમિયાન સ્પોટ થઈ હતી. એ દરમિયાન દીપિકા પાદુકોણ એકદમ સિમ્પલ લુકમાં હતી.

image source

જો કે તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણનો આ સિમ્પલ લુક પણ એકદમ મોંઘો દાટ હતો. દીપિકા જે સમયે સ્પોટ થઈ ત્યારે તેમને પહેરેલા માસ્ક અને કેરી કરેલી બેગનો કિંમત જાણીને સામાન્ય લોકોની તો આંખો જ ફાટી જાય.

દીપિકા પાદૂકોણ એ દરમિયાન બ્લેક સ્લિવલેસ બૉડીસૂટમાં જોવા મળી હતી, જેમાં બ્લેક ટોપ અને એ સાથે બ્લેક જોગર્સ પહેર્યું હતું. આ ઉપરાંત દીપિકા પાદુકોને બ્લેક માસ્ક તેમજ વ્હાઈટ-બ્લેક સ્નીકર્સ પણ પહેર્યા હતા. અને પોતાના આ લુક સાથે દીપિકા પાદુકોને બ્લેક બેગ કૅરી કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોને પહેરેલા બ્લેક એન્ડ વ્હાઇટ સનીકર્સની કિંમત આશરે એક લાખ રૂપિયા છે

બલ્કે આઉટફિટમાં દીપિકા પાદુકોણએ કોરોના વાયરસથી બચવા માટે લૂઈસ વીટન બ્રાન્ડનું માસ્ક પહેર્યું હતું. આ માસિકની ઓનલાઈન પોર્ટલ પર આ કિંમત 355 ડોલર છે. અને જો એને ભારતીય ચલણમાં આંકવામાં આવે તો આ માસિકની કિંમત લગભગ 25,835 રૂપિયા જેટલી છે.

image source

આ સિવાય દીપિકા પાદૂકોને પોતાની સાથે જે મોનોગ્રામ બેગ કેરી કરી હતી એ બેગની કિંમત 3350 અમેરિકન ડોલર જેટલી જાણવા મળી રહી છે. એટલે કે દીપિકા પાદુકોણની આ બેગની કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજિત 2,43,793 જેટલી થાય છે.

દીપિકા પાદુકોનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક મેગેઝીન સાથેના ઈન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણએ કહ્યું હતું, ‘મેં શકુન બત્રાની ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલેશનશિપ પર આધારિત છે. એમને આગળ કહ્યું હતું કે ભારતીય સિનેમામાં આ પહેલાં ક્યારેય આ રીતની ફિલ્મ આવી નથી.

image source

એ પછી ‘પઠાન’ એક્શન ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે શાહરુખ ખાન છે. ત્યરાબાદ નાગ અશ્વિનની ફિલ્મ પ્રભાસ સાથે છે.’ દીપિકા પાદુકોને વધુમાં જણાવ્યું હતું કે , ‘ત્યારબાદ હું એન્ને હાથવેની ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં કામ કરીશ. આ ફિલ્મ હાલના સમયે યોગ્ય છે. અને એ પછી હું ‘મહાભારત ફિલ્મ’માં દ્રૌપદીનું પાત્ર કરીશ.’

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં બોલિવૂડ એક્ટર રીતિક રોશન સાથે પહેલી જ વાર જોવા મળશે. આ એક્શન ફિલ્મમાં દીપિકા પાદુકોણ ગજબના સ્ટંટ સીન્સ પણ કરવાની છે. આ ફિલ્મ 2022માં 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!