Site icon News Gujarat

દીપિકાને પતિ રણવીર સિંહ માટે પર્સમાં રાખવો પડે છે સોઈ દોરો અને સેફટી પિન

અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેની સાથે સ્પર્ધા કરવી સરળ બાબત નથી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે.એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દીપિકાનો આ વીડિયો ‘ધ કપિલ શર્મા શો’ દરમિયાનનો છે. જેમાં અભિનેત્રીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે આ વાત લોકો સાથે શેર કરી, તે હંમેશા પોતાના પર્સમાં સોય અને દોરો અને સેફટી પિન રાખે છે. કારણ કે તેના પતિ રણવીર સિંહ તેના માટે ઘણી વખત મુશ્કેલી ઉભી કરે છે

image soucre

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે શેર કર્યું કે તેના પતિ રણવીર સિંહ ખૂબ જ ઉછળ કુદ કરે છે, તેના કપડા ગમે ત્યારે ફાટી શકે છે. જેના કારણે તેમને આટલી બધી વ્યવસ્થા રાખવી પડે છે. તેણે તે સમયનો એક કિસ્સો પણ શેર કર્યો અને કહ્યું કે તે એક મ્યુઝિકલ ફેસ્ટિવલમાં રણવીર સાથે ગઈ હતી. તે દરમિયાન રણવીર સિંહે લૂઝ પેન્ટ પહેર્યું હતું, તે તેમાં વિચિત્ર ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો. તો રણવીરનું પેન્ટ વચ્ચેથી ફાટી ગયું હતું.

કપિલે દીપિકાને પૂછ્યું કે એવું કહેવાય છે કે તમે હંમેશા તમારા પર્સમાં સોય દોરો રાખો છો કારણ કે રણવીર સિંહ ખૂબ ઉછળ કુદ કરે છે તેથી તેના કપડા ગમે ત્યારે ફાટી શકે છે? આ સવાલ સાંભળીને બધા હસવા લાગ્યા, પરંતુ દીપિકાએ તેના જવાબમાં હા પાડી. તેણે કહ્યું કે “આ વાત બિલકુલ સાચી છે અને તે થયું છે.” તેણે કહ્યું કે, “એકવાર અમે ભારત પાછા ફરી રહ્યા હતા, તે સમયે બાર્સેલોનામાં એક મ્યુઝિક ફેસ્ટિવલ હતો, તેથી અમે તે ફેસ્ટિવલમાં ગયા હતા. ત્યાર બાદ અમારે એરપોર્ટ માટે રવાના થવાનું હતું. તેથી રણવીરે ઢીલું પેન્ટ પહેર્યું હતું. અને તે એક અજીબ સ્ટેપ કરી રહ્યો હતો ત્યારે અવાજ આવ્યો ફરરર.. અને એ ફાટી ગયું

image soucre

આ પછી દીપિકાએ કહ્યું કે “મેં મારી બેગમાંથી સોયનો દોરો કાઢ્યો, બધા ડાન્સ કરી રહ્યા હતા અને હું પાર્ટીની વચ્ચે તેમની પેન્ટ સીવી રહી હતી.” આ સાંભળીને શોમાં બેઠેલા તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા. દીપિકાએ કપિલના શોમાં આ ઘટનાનો એક ફોટો પણ બતાવ્યો જેમાં તે વાસ્તવમાં રણવીરનો પેન્ટ સ્ટીચ કરી રહી હતી.

image soucre

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. બંનેએ 14 નવેમ્બર 2018 ના રોજ ઇટાલીના લેક કોમોમાં 700 વર્ષ જૂના વિલા ડેલ બાલ્બિયનેલો ખાતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન કોંકણી અને સિંધી રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

Exit mobile version