કોરોના વાયરસના વધતાં સંક્રમણથી બચવાના લાખ ઉપાય જણાવે સરકાર પણ લોકો કરી જ બેસે છે ભુલ અને પછી પરીવાર મુકાય છે જોખમમાં

જહાંગીરપુરીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં એક ઘટના એવી સામે આવી છે જે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.

અહીં એક બ્લોકમાં રહેતા એક જ પરીવારના 31 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગે જાણવા મળ્યું છે કે હાલ તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ બધા લોકોમાં ચેપ એક મહિલાના સંપર્કમાં આવ્યા બાદ ફેલાયો છે. આ મહિલાનું કેટલાક દિવસ પહેલા મોત નીપજ્યું છે પણ હવે તેની સાથે સંપર્કમાં આવેલા 31 લોકો પર સંકટ તોળાયું છે.

image source

આ કેસ સામે આવ્યા બાદ જહાંગીરપુરના સી બ્લોકને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીંની 45 વર્ષીય મહીલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતી. ત્યાં તેનો ટેસ્ટ થયો જે પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આ મહિલાનું મોત રીપોર્ટ આવ્યા પહેલા જ થઈ ગયું હતું. મહિલાનો રીપોર્ટ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા લોકોને ચેકઅપ માટે બોલાવાયા હતા.

તેમાંથી 31 લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ વાતથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વિસ્તારમાં અન્ય લોકોના પણ રીપોર્ટ કરવામાં આવ્યા છે શંકા છે કે અહીં હજુ પણ કેસ વધી શકે છે.