લોકડાઉનમાં વહેંચી રહ્યો હતો ચોરીનો માલ, અને પછી જે થયુ તે..ખરેખર ફિલ્મી ઘટના કરતા પણ છે ખતરનાક

દિલ્હીમાં લોકડાઉનના સમય પર ચોરીનો સમાન વેચાય રહ્યો હતો,દિલ્હીના પોલીસોએ પકડ્યા ચોરોને,કાર્યવાહી પર પોલીસ કર્મચારીનો હાથ તૂટ્યો…..

image source

દિલ્હીના ઓખલા ઔદ્યોગિક પોલીસ સ્ટેશનની પોલીસે ચાર ઘરફોડ ચોરી કરનારાઓની ધરપકડ કરી છે જેઓ લોકડાઉન દરમિયાન આઈપેડ,ટેબ્લેટ્સ અને આઇફોન ચોરી રહ્યા હતા અને ધીરે ધીરે તેને ઠેકાણે પાડી રહ્યા હતા.

નવી દિલ્હી.આજકાલ કોરોનાવાયરસને કારણે દિલ્હી સહિત દેશભરમાં બધી જગ્યાએ લોકડાઉન ચાલુ છે.જો કે આ સમય દરમ્યાન,લોકડાઉનને કડક રીતે પાલન કરાવવા માટે પોલીસ વધુને વધુ જાગૃત બંદોબસ્ત ગોઠવી રહી છે, પરંતુ તેમ છતાં કેટલાક શાતીર ચોર તેમની યુક્તિમાં સફળ રહ્યા છે.આવો જ એક કિસ્સો દિલ્હીના ઓખલા ઔદ્યોગિક પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે.દિલ્હી પોલીસે ચાર ઘરફોડ ચોરી કરનારાઓની ધરપકડ કરી છે, જેઓ લોકડાઉન દરમિયાન મોબાઇલ કંપનીના આઈપેડ, ટેબ્લેટ અને આઇફોન ચોરી કરે છે અને ધીરે ધીરે તેને ઠેકાણે પાડી રહ્યા હતા.ચોરી કરનારાઓની ધરપકડ કરતી વખતે એક પોલીસ કર્મચારીનો હાથ પણ તૂટી ગયો છે.

image source

આવી રીતે ખુલી પોલ

આવા કડક લોકડાઉનના સમય દરમિયાન તે 4 ચોર આઈપેડ,ટેબ્લેટ્સ અને આઇફોન ચોરી કર્યા બાદ તેમને બજારમાં ધીરે ધીરે વેચી રહ્યા હતા,પરંતુ પોલીસને જાણ થઈ ગઈ અને તે 4 ચોર પકડાયા હતા.આ બધી જાણ કંપનીના માલિકોને ત્યારે થઈ જયારે તેઓ 4 મેંના રોજ ઓખલા વિસ્તારમાં કંપની ખોલવા પહોંચ્યા,ત્યારે તેમને ખબર પડી કે અંદરથી લાખોનો સામાન ગાયબ છે,ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી અને કેસ નોંધાયા બાદ પોલીસ આ નેટવર્ક પર પર પોંહચી.

ઓખલા ઔદ્યોગિક સ્ટેશનની પોલીસોને મળી આ ચીજો

image source

ઓખલા ઔદ્યોગિક પોલીસે ચાર શાતીર ચોરની જ ધરપકડ નથી કરી,પરંતુ આ શાતીર ગેંગ પાસેથી 90 ટેબ્લેટ્સ,8 આઈપેડ,187 આઇફોન અને 37 ફોન પણ મળી આવ્યા છે,જેની કિંમત આશરે 35 લાખની આસપાસ છે જ્યારે આ બદમાશોને પકડવામાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિનોદનો હાથ પણ તૂટી ગયો હતો.

કોરોનાથી પોલીસ કર્મચારીનું મોત

image source

કોરોનાના ભયને કારણે રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે.ચેપના જોખમો વચ્ચે પોલીસ કર્મીઓ સતત કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યા છે.આ દરમિયાન,કોરોનાને કારણે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું.કોન્સ્ટેબલ અમિત કુમારના મૃત્યુ પછી,દિલ્હી પોલીસ અધિકારીઓ મૃત પોલીસકર્મીઓના પરિવારને દરેક રીતે મદદ કરશે તેમ કહી રહ્યા છે.પરંતુ તેમના સાથી કોન્સ્ટેબલના મોત બાદ પોલીસકર્મીઓનો રોષ જોવા મળી રહ્યો છે.

image source

જોકે,મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલના પરિવારને 1 કરોડ રૂપિયાની આપવાની ઘોષણા કરી છે,જેણે કોવિડ -19 ચેપને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત