દિલ્હી સરકાર કોરોનાના દર્દીઓને આપશે ઓક્સિમીટર, દર્દી જાતે કરશે હેલ્થ ચેકઅપ

દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ કેન્દ્ર અને કેજરીવાલ સરકારની ચિંતા પણ વધી રહી છે. દિલ્હીમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા માટે હવે ગૃહમંત્રી અમિત શાહે એક તરફ કમાન હાથમાં લીધી છે તો બીજી તરફ કેજરીવાલ સરકાર પણ સતત નવા નિયમો અને આદેશો અમલમાં લાવી રહી છે. તેવામાં આજે મુખ્યમંત્રી કેજરીવાલે આજે મહત્વની જાહેરાત કરી છે.

image source

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સપ્તાહની શરુઆતમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં હવે જે હોમ કોરોન્ટાઈન છે તેવા દર્દીઓને ઓક્સીજન અને પલ્સ મીટર સરકાર તરફથી આપવામાં આવશે. જેથી દર્દી ઘરે જાતે તેમનું ઓક્સીજન લેવલ ચેક કરી શકે.

આ સિવાય તેમણે દિલ્હીમાં થઈ રહેલા કોરોના ટેસ્ટ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે થોડા દિવસ અગાઉ દિલ્હીમાં 5 હજારે ટેસ્ટ કરવામાં આવતા હતા તેને વધારીને હવે 18 હજાર કરી દેવામાં આવ્યા છે.

image source

હોમ કોરોન્ટાઈન છે તેવા કોરોનાના દર્દીને જે ઓક્સિમીટર આપવામાં આવી રહ્યા છે તેના અંગે તેમણે જણાવ્યું હતું કે તેની મદદથી દર્દી ઓક્સિજન લેવલની જાતે તપાસી શકશે. જો તમનું ઓક્સીજન લેવલ બરાબર ન હોય તો તેઓ તુરંત હેલ્પલાઈન પર કોલ કરે જેથી મેડિકલ ટીમ તેમની પાસે પહોંચી જશે.

image source

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન મળી જાય તો તેમનો જીવ બચાવી શકાય છે તેથી આ ઓક્સિમીટર તેમને આપવામાં આવશે જેથી તેમની હાલત ગંભીર થાય તે પહેલા તેમને સારવાર મળી જાય. ઘણીવાર એવું થાય છે કે દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં મોડુ થઈ જાય છે. આ ઓક્સીમીટર તેમની પાસે હોય તો તેમને યોગ્ય સમયે હોસ્પિટલમાં સારવાર મળતી થશે. દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય ત્યારબાદ આ મીટર સરકારને પરત કરવાના રહેશે.

image source

આ તકે મુખ્યમંત્રી કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. બંને સરકાર સાથે મળીને કોરોના સામે લડી રહી છે. આ સમય લોકોનું સ્વાસ્થ અને જીવન મહત્વનું છે હાલ તેમની વચ્ચે કોઈ બાબતે મતભેદ નથી. આજે દેશના સૈનિકો સરહદે ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે જ્યારે દેશમાં લોકો ચીની વાયરસ સામે લડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત