દિલ્હી સરકારે લોકોને આપી રાહત, દિલ્હી જનાર લોકોને આટલા દિવસ માટે જ રહેવું પડશે હોમ કોરોન્ટાઈન
કોવિડ 19ને ધ્યાનમાં રાખી રાજધાની દિલ્હીમાં રોજ નવા નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે તેવામાં દિલ્હી સરકારે કોરોનાના લક્ષણો ન દેખાતા હોય તેવા તમામ યાત્રીઓ માટે નવો આદેશ જાહેર કર્યો છે. હવે આવા યાત્રીઓને ઘરમાં ફરજિયાતપણે 14 દિવસ સુધી રહેવું પડશે નહીં.
દિલ્હી સરકારના નવા આદેશ અનુસાર કોરોનાના લક્ષણ ન દેખાતા હોય તેવા યાત્રીઓને હવે હોમ કોરોન્ટાઈનમાં માત્ર 7 દિવસ રહેવું પડશે. આ સાથે જ સરકારે એક આદેશમાં તમામ જિલ્લા અધિકારીઓને નિયમોને લાગૂ કરવા અને તેનું પાલન થાય છે કે નહીં તેના પર નજર રાખવા નિર્દેશ કર્યા છે.

દિલ્હીના મુખ્ય સચિવ તેમજ દિલ્હી આપદા પ્રબંધક પ્રાધિકરણની કાર્યકારી સમિતિના અધ્યક્ષ વિજય દેવ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અન્ય પરિવહન વિભાગો દિલ્હીમાં આવતા યાત્રીઓની જાણકારી દરરોજ રાજસ્વ વિભાગના પ્રધાન સચિવને આપશે. આદેશમાં એમ પણ કહેવાયું છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં પ્રવેશ કરનાર તમામ લક્ષણમુક્ત યાત્રીઓ એટલે કે એસિમ્ટોમેટિક વ્યક્તિઓને 14 દિવસ માટે સ્વ-સ્વાસ્થ્ય નિગરાની એટલે કે હોમ કોરોન્ટાઈન રહેવાનો નિયમ હતો તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી લોકોએ હવે 7 દિવસ સુધી જ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે.

આ આદેશ આજથી જ દિલ્હીમાં લાગૂ થઈ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર નિયમોમાં છૂટછાટ ત્યારે આપી રહી છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ એક દિવસમાં નોંધાયા છે. અહીં એક દિવસમાં 1513 કેસ સામે આવી ચુક્યા છે. એક તરફ દિલ્હી સરકાર છે જેણે હોમ કોરોન્ટાઈનનો સમય ઘટાડ્યો છે જ્યારે બીજી તરફ ઉત્તરાખંડ સરકાર છે

જેણે દિલ્હી, નોયડા, આગરા, લખનઉ, મેરઠ, વારાણસી, ચેન્નઈ અને હૈદરાબાદ સહિત દેશના કોરોના વાયરસથી પ્રભાવિત 75 શહેરમાંથી રાજ્યમાં આવતા લોકો માટે કોરોન્ટાઈનના દિવસો 14થી વધારી 21 કર્યા છે. રાજ્યના મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર દેશના 75 શહેરોમાંથી પરત ફરનાર લોકોને રાજ્યમાં પ્રવેશ તો મળશે પરંતુ તેમણે 7 દિવસ સુધી સરકારના સંસ્થાગત સ્થાને રહેવું પડશે ત્યારબાદ 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે.
source : navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત