દિલ્હીમાં આરોપીઓની દાદાગીરી, બે પક્ષનાં ઝઘડામાં પોલીસ વચ્ચે આવી તો તેના પર જ કર્યો વળતો હુમલો

પોલીસ પર હુમલો થયાની એક ઘટનાં તાજેતરમાં દિલ્હીમાંથી સામે આવી છે. બંને પક્ષો વચ્ચેના વિવાદના સમાધાન માટે પોલીસ પહોંચી હતી પરંતુ અહીં આરોપીએ ઉલટા પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. આ આખી ઘટના બુધવાર મોડી રાતની હોવાની જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તરી દિલ્હીના પાટનગર સીલમપુરમાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. પોલીસનાં ઘટનાં સ્થળે પહોંચતાની સાથે જ સ્થાનિક લોકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.

image soucre

આખી ઘટના વિશે વિગતે વાત કરીએ તો સીલમપુરમાં બંને પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો હતો કે બંદૂક કાઢીને લડવા સુધીની હાલત થઈ હતી. આ સમગ્ર શૂટઆઉટમાં ગોળીબાર કરીને એક જ બાજુના બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘાયલને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે અમે આરોપીને શોધવાનું ચાલું કરતાંની સાથે જ ત્યાંના સ્થાનિક લોકોએ આરોપીને બચાવવા માટે ઘટનાં સ્થળે પોહચેલાં પોલીસ દળ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા. પોલીસનું કહેવું છે કે ભૂતકાળમાં બંને પક્ષના લોકોના નામો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થયેલાં છે.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો એટલો વધી ગયો હતો કે બંનેએ એક બીજા પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને ઉસ્માનપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાં સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ગુનેગારને પકડવાની કોશિશ કરી ત્યારે કોલોનીના લોકોએ ઉલટાનો પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે આ આરોપીઓ સીલમપુર વિસ્તારના રહેવાસી છે. હવે પોલીસ તે ઘટના સ્થળ અને તેની આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ફોટોની તપાસ કરી રહી છે. ફોટો સ્કેન દ્વારા આરોપીઓના ચહેરાની ઓળખ કરવામાં આવશે. હવે પોલીસ લોકોના આ પ્રકારનાં વર્તનથી ખુબ નારાજ છે અને આ આખા કેસની તપાસ ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહી છે. જે કોઈ પણ આ બાબતે આરોપી સાબિત થશે તેની સાથે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *