ડેન્ગ્યુના વધતા કહેર વચ્ચે ખાઓ આ ખોરાક, રહેશો આ બીમારીથી દૂર નહિંતર…

તમે તમારી આસપાસ સફાઈ રાખીને ડેન્ગ્યુથી બચી શકો છો,પરંતુ જો તેનો ઉપચાર કરવો હોય તો આ સમય દરમિયાન દવાઓની સાથે તમારા આહારમાં અહીં જણાવેલા ખોરાક શામેલ કરવા ફરજીયાત છે.

કોરોનાવાયરસ આ વર્ષની શરૂઆતથી દેશમાં ફેલાવા લાગ્યો છે.કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે સરકારે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું હતું અને તમામ જરૂરી પગલાં લીધાં હતાં.કોરોનાવાયરસ આજે પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને રોકવાનું નામ નથી લઈ રહ્યો,પરંતુ આ દરમિયાન એક રોગ જે દર વર્ષે દેશભરમાં હજારો લોકોનો જીવ લે છે અને લાખો લોકોને બીમાર કરે છે,તેવા રોગને કોરોનાના કારણે આપણે ભૂલી જ ગયા છે.જી હા આ જીવલેણ રોગ એટલે કે અમે ડેન્ગ્યુ વિશે વાત કરી રહ્યા છીએ જે કોરોનાની જેમ ફેલાયેલું નથી,પરંતુ તે ઓછો જોખમી રોગ નથી.આ રોગ મચ્છરના કરડવાથી ફેલાય છે.ભારત દેશમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા વર્ષો-વર્ષ વધી રહી છે.ચોમાસાની ઋતુ પછી આ રોગ સરળતાથી ફેલાય છે.

image source

ડેંગ્યુ વાયરસ મચ્છરો દ્વારા ફેલાય છે જે ગંદા પાણીમાં ઉછરે છે.આનાથી ચેપ લાગવાનું રોકવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારી આજુબાજુના વાતાવરણને સ્વચ્છ રાખવું અને ગંદા પાણીને એકત્ર કરવાથી અટકાવવું. પાણીથી ભરેલા ખાડા અને તળાવોવાળા રસ્તાઓ આ મચ્છરોનો અડો માનવામાં આવે છે.સાચી વાત એ છે કે આ રોગના ઉપચાર કરતા વધુ સારી નિવારણ છે,પરંતુ કેટલીકવાર નિવારણ પણ મુશ્કેલ બની જાય છે.આ રોગ માથાનો દુખાવો,ઉલટી,શરીરમાં દુખાવો અને તીવ્ર તાવથી શરૂ થાય છે અને જો ડેન્ગ્યુ ખુબ જ ગંભીર હોય તો દર્દીને પેઢામાંથી રક્તસ્રાવ,પેટમાં દુખાવો અને લોહીની ઉલટી વગેરે જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.

image source

જો તમને લક્ષણો દેખાય છે,તો પછી તેની સારવાર માટેનું પ્રથમ પગલું ડોક્ટરની સલાહ લેવાનું છે.આ પછી દરેકને વાયરસની સારવાર માટે હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે.સારવાર અને દવા ઉપરાંત નિવારણ માટે વધુ સારા આહારની સલાહ આપવામાં આવે છે.જો તમે ઝડપથી આ બીમારીથી દૂર થવા ઈચ્છો તો તમારે તેના માટે વિશેષ આહારની જરૂર છે.અહીં અમે તમને એવા આહાર વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમે આ રોગથી દૂર રેહશો.

નારંગી

image source

નારંગી એક એવું ફળ છે જે આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી ભરેલું છે.તેમાં એવા પોષક તત્વો છે જે દર્દીને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે.નારંગીમાં ફાઇબરની સાથે વિટામિન સી ફળ પણ ભરપુર હોય છે.ડેન્ગ્યુથી બચાવવા અને શરીરને ઝડપથી રોગમુક્ત કરવા માટે આ બંને તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ એન્ટીઓકિસડન્ટો છે. જો તમે આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છો અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ ડેન્ગ્યુથી પીડિત છે,તો તમે તેને આજથી જ નારંગી ખાવાની સલાહ આપો.ડેન્ગ્યુના દર્દીઓને ડોકટરો પણ આ ફળ ખાવાની સલાહ આપે છે.

નાળિયેર પાણી

image source

ડેન્ગ્યુ પછી શરીરમાં પાણીનો અભાવ જોવા મળે છે.તેથી આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.જો તમે આ સમયગાળા દરમિયાન વધુ પાણી પીશો,તો શરીર ઝડપથી સ્વસ્થ થઈ જશે.જો કે પાણી શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે,પરંતુ નાળિયેર પાણીમાં વધુ પોષક તત્વો અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે.જે શરીરમાં પ્રવાહી પદાર્થોનું નિયમન કરતી વખતે ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.નાળિયેર પાણી શરીરને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ કરે છે.

દાડમ

image source

નાના દાણાવાળા આ ફળમાં આયરણનો મોટો સ્રોત છે,જે લોહી પ્લેટલેટ કાઉન્ટને જાળવવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ વાયરસના કારણે લોહીમાં પ્લેટલેટ ઓછા થવા લાગે છે.જો તે સમયસર જાળવવામાં ન આવે તો પછી આ સમસ્યા જીવલેણ બની જાય છે.આ રોગ દરમિયાન ઘણા સમય સુધી શરીરમાં થાક લાગ્યા કરે છે.દાડમ ડેન્ગ્યુની સમસ્યા અને થાક ઘટાડવામાં પણ મદદ કરે છે.

પપૈયાના પાન / બીજ

image source

દરેક વ્યક્તિને ડેન્ગ્યુની સમસ્યા દૂર કરવા માટે પપૈયાના પાન અને બીની સલાહ આપવામાં આવે છે.પપૈયાના પાંદડા અને બીના રસનું સેવન કરવાથી આ વાયરસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે,પપૈયાના પાંદડા અને બી પીસીને પણ ખાઈ શકાય છે.તે લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.સંશોધન દર્શાવે છે કે પપૈયાના બી એડીસ મચ્છર માટે ઝેરી છે.ધ્યાન રાખો કે એડીસ એ મચ્છરમાંનો એક એવો મચ્છર છે જે ડેન્ગ્યુના વાયરસ ફેલાવે છે.આ મચ્છરના કરડવાથી જ ડેન્ગ્યુની થાય છે.

પાલક

image source

પાલક ખાવાથી હંમેશા ફાયદા જ થાય છે.પાલક એ એવી ભાજી છે જેમાં વિટામિન,આયરન અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે.પાલકમાં હાજર આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.શરીરની વધતી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ ચેપથી ઝડપથી રિકવરી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

હળદર

image source

હળદરના ફાયદા તો દરેક લોકો જાણે જ છે.હળદર ખૂબ ફાયદાકારક ખોરાક છે.હળદરમાં એન્ટિસેપ્ટિક અને મેટાબિલિઝમ બૂસ્ટર હોવાને કારણે ઘણા ડોકટરો દૂધમાં હળદર નાખીને પીવાની સલાહ આપે છે.હળદર માંદગી દરમિયાન ઝડપથી રિકવરી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

મેથી

image source

કહેવાય છે કે સારી ઊંઘ માટે મેથી ખુબ ફાયદાકારક છે.મેથીમાં એવા તત્વો જોવા મળે છે જે શરીરમાં થતી પીડા દૂર કરવામાં મદદરૂપ છે.તેવી જ રીતે મેથી તીવ્ર તાવને ઘટાડવા માટે પણ અસરકારક સાબિત થાય છે જે ડેન્ગ્યુ દરમિયાન એક મુખ્ય લક્ષણ માનવામાં આવે છે.

આ ખોરાકથી દૂર રહો

image source

ડેન્ગ્યુથી પીડિત દર્દીઓએ તેલયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઇએ અને મોટે ભાગે હળવા આહાર પર આધાર રાખવો જોઈએ.તેલયુક્ત ખોરાકમાં ઘણી બધી ચરબી હોય છે જે હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટરોલનું કારણ બને છે.આવા ખોરાક દર્દીને ઝડપથી સ્વસ્થ નહીં થવા દે અને આવા ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થાય છે.આ રોગ દરમિયાન ડોક્ટર જ ખૂબ મસાલેદાર ખોરાક ન ખાવાની સલાહ આપે છે.આવા ખોરાકના કારણે પેટમાં એસિડ એકઠું થાય છે જેના કારણે અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે અને તે પેટને વધુ ખરાબ કરે છે.

image source

ડેન્ગ્યુનો રોગ બીજી બીમારી કરતા રિકવરી પ્રાપ્તિમાં થોડો વધુ સમય લે છે કારણ કે આ રોગ દરમિયાન શરીરને રોગ સામે લાડવા માટે બમણી ઉર્જાની જરૂર હોય છે.આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કેફીનવાળા પીણાથી દૂર રહેવું જોઈએ.આ સમય દરમિયાન વધુ હાઇડ્રેટ પીણું પીવાની સલાહ આપવામાં આવે છે.કેફીન ધરાવતા પીણાં કોઈપણ કિંમતે ન પીવા જોઈએ.આ સમયગાળા દરમિયાન આ પીણાં ઝડપી ધબકારા,થાક, કેફીન ક્રેશ અને સ્નાયુઓના ભંગાણનું કારણ બને છે.આ પીણાં તમારી રિકવરીમાં પણ અવરોધ લાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત