દેરાણીએ જેઠાણીને આપ્યું માતૃત્વનું સુખ, દેરાણી-જેઠાણી વચ્ચેનો આવો પ્રેમ તમે ક્યાંય નહિં જોયો હોય, પૂરી સ્ટોરી વાંચીને તમારી આંખમાં પણ આવી જશે ખુશીના આસું

એક ઘરમાં સાથે રહેતી હોય તેવી દેરાણી જેઠાણીમાં મોટા ભાગે સંપને બદલે ઝઘડા જ થતા હોય છે. બે અલગ અલગ પરીવારમાંથી આવતી મહિલાઓ જ્યારે દેરાણી, જેઠાણી બને છે ત્યારે ઘરમાં કામ કાજથી માંડી અને જમીન, મકાન જેવી બાબતોમાં મતભેદ થતા હોય છે. કેટલાક કિસ્સા તો એવા પણ સાંભળવા મળે છે કે જેમાં દેરાણી, જેઠાણી એકબીજાના સંતાનોનું પણ હિત ઈચ્છતી નથી.

આવા સમયમાં એક એવો કિસ્સો ચર્ચામાં આવ્યો છે કે જેમાં એક દેરાણીએ તેની જેઠાણીની માતા બનવાની ઈચ્છા પૂર્ણ કરી છે. આ વાત તો છે 2 વર્ષ પહેલાની. પરંતુ આ દેરાણી, જેઠાણીનો પ્રેમ અને સંપ આજે પણ અકબંધ છે.

image source

હિમાચલ પ્રદેશમાં રહેતી કવિતા નામની યુવતીના લગ્ન જે પરીવારમાં થયા ત્યાં તેની સાથે તેની જેઠાણી રહેતી હતી. પરંતુ તેની જેઠાણી લગ્નના 12 વર્ષ થયા છતાં માતૃત્વનું સુખ પામી શકી ન હતી. જેઠાણીના જીવનના આ ખાલીપાને સમજી અને કવિતાએ નક્કી કર્યું કે તે તેની જેઠાણીને સંતાનસુખ અપાવશે. કવિતાની જેઠાણી સંગીતાના ખોળામાં સંતાન આપવા કવિતાએ આઈવીએફ કરાવવાનું નક્કી કર્યું.

image source

જણાવી દઈએ કે કવિતાએ જ્યારે જેઠાણીને સંતાન સુખ અપાવવાનું નક્કી કર્યું ત્યારે તેને અઢી વર્ષનો દીકરો હતો. ત્યારબાદ તેણે જેઠાણી અને જેઠ માટે આઈવીએફ કરાવવાનું નક્કી કર્યું. કવિતાએ ટ્રીટમેન્ટ શરુ કરાવી અને સંગીતા તેમજ સત્યપાલના સંતાનને જન્મ આપવાની પ્રક્રિયા શરુ થઈ. આઈવીએફની ટ્રીટમેન્ટની પીડા સહન કર્યા બાદ કવિતાએ સ્વસ્થ દીકરા તથા દીકરીને જન્મ આપ્યો હતો.

image source

સરોગસીથી માતા-પિતા બનેલા સત્યપાલ અને સંગીતાનું કહેવું હતું કે ઘરની નાની વહુએ જે સમર્પણ કર્યું તેના કારણે તે સ્વસ્થ દીકરા-દીકરીના માતા-પિતા બની શક્યા છે. માર્ચ 2019માં કવિતાએ આઈવીએફ શરુ કરાવ્યું હતું. મે મહિનામાં તેને પ્રથમ પ્રયાસમાં જ ગર્ભધારણ થયો. ત્યારબાદ 13 જાન્યુઆરી 2020ના રોજ તેણે દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.

image source

મહત્વપૂર્ણ છે કે પરિવારના દંપતિ 12 વર્ષથી સંતાન માટે અનેક પ્રયાસ કરી ચુક્યા હતા. પરંતુ તેમને સંતાનસુખ પ્રાપ્ત થયું નહીં. તેવામાં દેરાણીની સમજદારી અને આઈવીએફ જેવી ટેકનોલોજીની સમજના કારણે પરીવારમાં જુડવા બાળકોનો જન્મ થયો. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં સરોગસી અને આઈવીએફ જેવી વાતને મોટાભાગના લોકો સમજતા નથી. તેવામાં ઘરની વહુની સમજણ અને સમર્પણના કારણે પરીવારમાં બે બાળકોનો જન્મ થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!