અમદાવાદના આ ડોક્ટરે ધૈર્યરાજને બચાવવા માટે કરી આટલી મોટી વાત, કહ્યું આ સારવાર ‘મફતમાં….’

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં ધૈર્યરાજ સિંહનું નામ મોખરે છે. આ 3 મહિનાનો બાળક જન્મજાત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેના એક ઈન્જેક્શન આપવાનું છે આ માટે તેને 16 કરોડ રૂપિયાની પરિવારને જરૂર છે. દેશભરમાંથી લોકો આ માટે દાન આપી રહ્યા છે. આ સમયે ધૈર્યરાજ સિંહની બીમારીને લઈને અમદાવાદના ડોક્ટરે મોટો દાવો કર્યો છે.

image source

હા, અમદાવાદના સૌરભ પટેલે કર્યું છે કે આ બીમારીની સારવાર સંપૂર્ણ રીતે દેશી પદ્ધતિથી શક્ય છે. આ દાવાને લઈને લોકો વિચારમાં પડી ગયા છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં SMA -1 ના 40 દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ આ બીમારીને ક્યોર કરવામાં ફેનયુગરિક ટ્રીટમેન્ટની મદદ લઈ શકાય છે. તે આ બીમારીમાં અકસીર જોવા મળે છે અને આ બીમારી સિવાય પણ અનેક ગંભીર બીમારીમાં પણ અકસીર છે.

સૌરભ પટેલે આવો દાવો કર્યો છે

image source

ધૈર્યરાજની બીમારીને અને સાથે જ આ બીમારીથી પીડાતા અન્ય 40 જેટલા લોકો માટે આ દાવો આશાનું કિરણ સાબિત થયું છે. સૌરભ પટેલનું કહેવું છે કે ફેનયુગરિક ટ્રીટમેન્ટની મદદથી આ બીમારીને ઝડપથઈ સારી કરી શકાય છે. પરંતુ તેમાં ખાસ કરીને જોવા મળતા લક્ષણો જેમકે મસલ્સમાં દુઃખાવો, શ્વાસ લેવાની તકલીફ થવી, સ્નાયુઓ નબળા થવા કે બાળક ચાલી ન શકે તેવું જોવા મળે છે. આ માટે તેમને 22 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપવું પડે છે જે સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બને છે. આ સમયે ફેનયુગરિક ટ્રીટમેન્ટની મદદથી તમે તેમની સારવાર કરી શકો છો. તેમાં મેથી ભરેલી બેગ ટ્રીટમેન્ટ અપાય છે.

કેવી રીતે કામ કરે છે આ ફેનયુગરિક ટ્રીટમેન્ટ

image source

ફેનયુગરિક ટ્રીટમેન્ટમાં ખાસ કરીને મેથી ભરેલી બેગથી ટ્રીટમેન્ટ અપાય છે. તેમાં રહેલા ઈલેક્ટ્રો મેગ્નેટિક વેવ ઉર્જા ઉત્પન્ન કરે છે અને મસલ્સને રીલેક્સ કરે છે. મેથી અનેક પ્રકારના દર્દમાં રાહત આપે છે. આ ટ્રીટમેન્ટથી આ સિવાય પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, લકવો અને વા જેવી અનેક બીમારીમાં રાહત મળતી જોવા મળી છે. આ ફેનયુગરિક ટ્રીટમેન્ટથી 2 બાળકોને સારવાર આપવામાં આવી તો તેઓ ચાલી શકતા ન હતા તેને બદલે તેઓ ચાલી શકે છે. આ ટ્રીટમેન્ટ સૌરભ પટેલ દ્વારા ફ્રીમાં આપવાની પહેલ કરાઈ છે જે પ્રશંસનીય છે. આ સાથે જ મોંઘી સારવારના બદલે ફ્રીમાં આ બાળકોને રાહત મળી શકે છે.

જાણો કઈ બીમારીથી પીડાઈ રહ્યો છે 3 મહિનાનો ધૈર્યરાજ સિંહ

image source

મહીસાગરના કાનેસર ગામના મધ્યમ વર્ગના રાઠોડ પરિવારમાં ધૈર્યરાજ સિંહનો જન્મ થયો છે. પરંતુ તેને જન્મથી જ Spinal Muscular Atrophy Fact Sheet નામે ઓળખાતી બીમારી લાગી છે. ડોક્ટરના કહેવા અનુસાર આ બાળકની સારવાર માટે 1 વર્ષનો સમય છે અને તેને ઈન્જેક્શન આપવાનું છે તેના માટે પરિવારને 16 કરોડ રૂપિયાની જરૂર છે. જેના કારણે સામાન્ય પરિવારે દેશવાસીઓ પાસે મદદ માંગી છે. અને લોકો પણ દિલ ખોલીને ધૈર્યરાજ સિંહની શક્ય મદદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!