આ દિવસે દેશમાં રહેશે બજારો બંધ, એક દિવસની સામગ્રી પહેલાંથી કરી લો સ્ટોર

વ્યાપારિક સંગઠન કૈટે વસ્તુ અને સેવા કરના પ્રાવધાનની સમીક્ષાની માંગ કરવાને લઈને ભારતમાં એક દિવસ બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ કારણે દેશભરમાં 26 ફેબ્રુઆરીએ વ્યાપારિક બજારો બંધ રહેશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જીએસટી પરિષદથી માલ અને કર સેવાના પ્રાવધાનને સમાપ્ત કરવાની માંગને લઈને 26 ફેબ્રુઆરીએ દેશમાં હડતાલ રાખવામાં આવશે. આ દિવસે ટ્રક ડ્રાઈવરોની હડતાલ રહેશે. જેના કારણે દેશભરમાં વસ્તુઓ પહોંચી શકશે નહીં.

image source

સંગઠને જીએસટી વ્યવસ્થાને સરળ અને યુક્તિ સંગત બનાવવા માટે કર પ્રણાલી અને ટેક્સ સ્લેબની સમીક્ષાની માંગ કરી છે જેથી એક સાધારણ વ્યાપાસી પણ સરળતાથી જીએસટી પ્રાવધાનોને જાણી શકે અને તેનું પાલન કરી શકે.

કૈટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે સંગઠન આ પ્રકારને લઈને સરકાર સાથે વાત કરી રહ્યું છે. તેઓએ કહ્યું કે કૈટના ભારત બંધના આહ્વહનને લઈને ઓલ ઈન્ડિયા ટ્રાસપોર્ટ્સ વેલફેર એસોસિયેશનનું સમર્તન કરી રહ્યું છે અને સાથે 26 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરાશે.

image source

ખંડેલવાલના અનુસાર 26 ફેબ્રુઆરીએ દેશના તમામ બજારો બંધ રહેશે અને સાથે દરેક રાજ્યોના અલગ અલગ શહેરોમાં વિરોધ સ્વરૂપે ધરણાનું આયોજન કરાશે. તેઓએ કહ્યું કે કૈટની સાથે 40000થી પણ વધારે સંઘ બંધનું સમર્થન કરશે. 4 વર્ષમાં જીએસટી નિયમોમાં અત્યાર સુધી લગભગ 950 સંશોધન કરાયા છે. જીએસટી પોર્ટલ પર ટેકનિકી ખામીની સાથે જોડાયેલા મુદ્દાઓ અને અનુપાલન બોઝ વધવા કર વ્યવસ્થાની પ્રમુખ ખામીઓ છે.

image source

AIMTCના મહાસચિવ નવીન કુમાર ગુપ્તાએ ઈ-વે બિલ મુદ્દે 26મી ફેબ્રુઆરીની એક દિવસની હડતાળને માત્ર કેટલાક લોકોનો નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તે દિવસે તેમના 95 લાખ ટ્રક દેશભરમાં કામ ચાલુ રાખશે, સપ્લાય કરશે અને તમામ પરિવહન કંપનીઓના બુકિંગ કાર્યાલયો ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતું.

image source

CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તેમની માંગણીઓને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોશિએશનનું સમર્થન મળ્યું હોવાની માહિતી આપી હતી. જેના કારણે 26 ફેબ્રુઆરીએ દેશના 1 કરોડ કરતા પણ વધારે ટ્રાન્સપોર્ટર્સ અને કુરિયર કંપનીઓ ટ્રાન્સપોર્ટના સદસ્ય છે અને 26મી ફેબ્રુઆરીએ આટલા ટ્રકના પૈડાંઓને બ્રેક વાગી જશે.

image source

26 ફેબ્રુઆરીએ યોજાનારી આ હડતાલના કારણે દેશના લોકોને અપીલ કરાઈ રહી છે કે તેઓ આ એક દિવસની જરૂરી વસ્તુઓની વ્યવસ્થા પહેલાંથી જ કરી લે તેમાં દૂધ, શાક, ફળ, ફૂલ વગેરે સામેલ કરાઈ રહ્યા છે. જેથી તેઓએ કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!