દેશમાં ફેલાઈ રહ્યો છે અલગ પ્રકારનો કોરોના વાયરસ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

હૈદરાબાદમાં કોશિકીય તેમજ આણવિક જીવવિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના વાયરસમાં એક વિશિષ્ટ લક્ષણની ઓળખ કરી છે. ખાસ કરીને તમિલનાડુ અને તેલંગણા જેવા દક્ષિણી રાજ્યોમાં. ભારતમાં 41 ટકા જીનોમ અનુક્રમમાં મળેલા વાયરસની આબાદી આ વિશિષ્ટ સમૂહને તેમણે ક્લેડ એ3 આઈ નામ આપ્યું છે.

image source

સીસીએમબીએ ટ્વીટ કરી લખ્યું છે કે, ભારતમાં સાર્સ-સીઓવી 2ના પ્રસારના જીનોમ અનુક્રમનું એક નવું પૂર્વમુદ્રણ મળ્યું છે. પરીણામોમાં વિષાણુઓની આબાદીના એક ખાસ સમૂહને જોઈ શકાય છે જે અત્યાર સુધી ક્યાંય પણ દર્શાવાયા નથી. ભારતમાં આ મોટા પ્રમાણમાં અસ્થિત્વ ધરાવે છે જેને ક્લેડ એ3 આઈ કહેવામાં આવે છે.

image source

વૈજ્ઞાનિકો વધુમાં લખે છે કે, એવું લાગે છે કે આ સમૂહની ઉત્પત્તિ ફેબ્રુઆરી 2020માં ટ્રાંસમિશન દરમિયાન થઈ હશે અને તે ભારતમાં ફેલાયું છે. સાર્સ સીઓવી2ના ભારતના બધા જ જીનોમ નમૂનામાંથી 41 ટકામાં તેની પુષ્ટી થઈ છે અને દુનિયાની વાત કરીએ તો 3.2 ટકા નમૂનામાં તે મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સીસીએમબી વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ હેઠળ આવતી એક લેબ છે.

અત્રે ઉલ્લેખનીય છે તે દેશમાં બુધવાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ આંકડો 9000થી વધુ હતો. અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 50 હજારથી વધી ચુકી છે. દેશમાં સારવાર બાદ સ્વસ્થ થયા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વધી છે. એટલે કે દેશમાં અન્ય દેશની સરખામણીમાં રિકવરી રેટ સારો છે.

image source

ભારતમાં સંક્રમિત થયા બાદ સારવાર લઈ સ્વસ્થ થયા હોય તેવા દર્દીઓની સંખ્યા 1 લાખ 50 હજારાથી વધુ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હી રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમ સહિત કેટલાક પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

image source

ભારત સિવાય કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોચના ક્રમે છે ત્યારબાદ બ્રાઝીલ, રુસ, બ્રિટન, સ્પેન અને ઈટલી આવે છે. કોરોનાથી સંક્રમિત ટોપ 10 દેશોની યાદીમાં ભારત હાલ 7માં ક્રમે આવે છે.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત