Site icon News Gujarat

દેશી ઘીનો ઉપયોગ કરીને આ રીતે રાખો સ્કીનની સંભાળ, ઉંમરમાં 10થી 15 વર્ષ નાના દેખાશો એ વાત નક્કી

દેશી ઘી સંપૂર્ણપણે શુદ્ધ અને કુદરતી ઉત્પાદન છે જેને તમે કોઈપણ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કર્યા વગર 100 વર્ષથી વધુ સમય સુધી રાખી શકો છો. દેશી ઘી ખાવાથી અને તેનો ત્વચા પર બ્યુટી કેર પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરવાથી તમારી ઉંમર 10થી 15 વર્ષ ઓછી દેખાવા માંડે છે. ઘી જેટલું જૂનું જૂનુંથાય છે તેમ તેમ તેમ ઔષધીય ગુણધર્મોમાં વિકાસ થાય છે. આપણે અહીં જૂના ઘી વિશે નહીં પણ માત્ર દેશી ઘી વિશે વાત કરી રહ્યા છીએ. જેને તમે તમારી ત્વચા પર ખાસ 5 રીતે લગાવીને ગ્લો વધારી શકો છો. જો તમે પણ દૈનિક આહારમાં દેશી ઘીનો સમાવેશ કરો તો તમારી ત્વચાની ગ્લો અને વાળની ચમક વધારી શકો છો.

image source

ઘી એ ત્વચાની અનેક જરૂરિયાતો પૂરી કરે છે. જો તમે દરરોજ ફક્ત બેથી ત્રણ ટીપા ઘીથી ત્વચાની માલિશ કરો છો તો તમે જો ઈ શકશો કે તમારી ત્વચાને કોઈ મોંઘી ક્રીમ અથવા મોઇચ્યુંરાઇઝરની જરૂર નહીં પડે કારણ કે આ 5 ખાસ રીતોથી ઘી તમારી ત્વચા પર વિશેષ અસર બતાવે છે.

આ સિવાય ફક્ત ચણાના લોટનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ત્વચા તેજસ્વી બનાવવા માટે શું કરવું:

ત્વચામાં તેજસ્વીતા લાવવા માટે દરરોજ ફક્ત 2થી 3 ટીપાં ઘી લો અને 5 મિનિટ સુધી તમારા ચહેરા પર મસાજ કરો. માલિશ કરતા પહેલાં ચહેરો ધોઈ નાખો અને ત્વચા પર ટોનર લગાવો. જ્યારે ટોનર સુકાઈ જાય ત્યારે ત્વચા પર ઘી લગાવો. ડાર્ક સર્કલ કોઈ પણ ફેસ પેક અને મોંઘા ક્રીમ વિના દૂર થઈ જશે. આ સિવાય યોગ કરીને પણ ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે.

image source

ત્વચાને નિખારવા માટે શું કરવું:

તમે તમારી ત્વચા પર ચણાના લોટ અને ઘીથી બનેલો ફેસ પેક લગાવી શકો છો. આવુ કરવાથી તમારી ત્વચા ગ્લો થશે અને ત્વચા ખૂબ ગ્લોઇંગ થઈ જશે. ફેસ પેક બનાવવા માટે આ પદ્ધતિને અનુસરી શકો છો, 2 ચમચી ચણાનો લોટ અને દોઢ ચમચી દેશી ઘી, 1 ટીસ્પૂન ગુલાબજળ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરાને પાણીથી ધોઈ લો અને સાફ કરો. આ ઘરેલું ઉપાય માત્ર 21 દિવસમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને દૂર કરશે .કોઈ પણ જાતની દવા કે કેમિકલ્સ વગર તમને રાહત જોવા મળશે.

image source

દૂર થઇ જશે આ સમસ્યાઓ:

દેશી ઘી બધી પ્રકારની ત્વચા એ પછી તૈલી હોય કે ડ્રાય કોઈ પણ પર કામ કરે છે. ઉનાળામાં તૈલી ત્વચા ઉપરથી વધુ ચીકણી લાગે છે પણ અંદરથી સુકાઈ જાય છે. આને કારણે ત્વચાની ગ્લો વિલીન થવા લાગે છે અને ત્વચા નિસ્તેજ અને ખરાબ દેખાવવા લાગે છે. તેથી ઉનાળાની ઋતુમાં પણ તમારી ત્વચા માટે ઘીથી બનેલ ફેસપેક ખુબ કામ કરે છે.

ડ્રાય સ્કિન માટે ઘી ખુબ અસરકારક છે:

ઘી ડ્રાય ત્વચા માટે એક હિલર અને મોચ્યુંરાઈજર તરીકે કામ કરે છે. ત્વચા પર ઘી અને ચણાના લોટના ફેસ પેક લગાવ્યા પછી તેને દૂર કરતી વખતે એક વિશેષ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ચહેરા પર ગુલાબજળનો છંટકાવ કરો. આ પછી આ ફેસ પેકને હળવા હાથથી ઘસીને સાફ કરો. આમ કરવાથી ત્વચાની ડેડ સેલ્સ દૂર થઈ જશે અને ઘી તમારી ત્વચાના કોષોને પોષણ આપશે.

Exit mobile version