ખુશખબરઃ દેશમાં 2થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ શરૂ, આ કંપની કરી રહી છે રિસર્ચ

ભારત બાયોટેક ટુંક સમયમાં 2થી 18 વર્ષના બાળકો માટે રસીનું ટ્રાયલ શરુ કરી શકે છે. ગત મંગળવારે એક્સપર્ટની પેનલે આ ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની રસી કોવેક્સીનના બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ શરુ કરવા રજૂઆત કરી છે.

image source

ખાસ વાત એ છે કે ફાર્મા કંપનીએ પણ થોડા સમય પહેલા જ આ ટ્રાયલ્સની અનુમતિ માંગી હતી. ત્યારે આ રજૂઆત કરવાનું કારણ છે કે એક્સપર્ટને ચિંતા સતાવી રહી છે કે કોરોનાની ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે.

image source

સેંટ્રલ ડ્રગ્સ સ્ટાડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ સમિતિ એટલે કે એસઈસીએ મંગળવારે ક્લીનિકલ ટ્રાયલ માટે રજૂઆત કરી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે 2થી 18 વર્ષના બાળકોમાં રસીની સુરક્ષા, પ્રભાવ અને રોગ પ્રતિકારક ક્ષમતાની જાણકારી મેળવવા માટે ટ્રાયલ્સની અનુમતિ માંગી હતી.

image source

આ ટ્રાયલ્સને જો મંજૂરી મળે છે તો આ ટ્રાયલ 2થી 18 વર્ષના બાળકો પર દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ અને અન્ય સ્થાન પર થશે. જેમાં આશરે 525 બાળકોનો સમાવેશ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર ખૂબ વિચાર વિમર્શ બાદ સમિતિએ 2થી 18 વર્ષના બાળકો પર ફેઝ 2 અને 3ના ટ્રાયલ કરવા રજૂઆત કરી છે. કંપની આ ટ્રાયલ શરુ કરતા પહેલા ફેઝ 2ની ક્લીનિકલ ટ્રાયલના સેફ્ટી ડેટા જમા કરાવશે. આ પહેલા કંપનીને ગત 24 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં પણ ક્લીનિકલ ટ્રાયલ પ્રોટોકોલ જમા કરાવવા કહેવામાં આવ્યું હતું.

image source

મહત્વનું છે કે કોરોના માટેની તૈયાર થયેલી તમામ વેકસીન 18 વર્ષથી વધુની વયના લોકો માટે જ છે. જો કે ગત સોમવારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ 12થી 15 વર્ષના બાળકો માટે ફાયઝર બાયોએનટેકની કોરોના રસીના ઉપયોગની મંજૂરી આપી હતી. જાણવા મળ્યાનુસાર આ રસી અત્યાર સુધીમાં 16 વર્ષથી વધુની વયના લોકોને અપાઈ રહી હતી. જ્યારે હવે તેને 12થી 15 વર્ષના બાળકોને આપવા પણ મંજૂરી અપાઈ છે. અમેરિકા પહેલા કેનેડા દ્વારા પણ બાળકોને રસી આપવા મંજૂરી અપાઈ છે. કેનેડા બાળકોને રસી આપનાર પહેલો દેશ બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરની તબાહી હજુ અટકી નથી ત્યાં નિષ્ણાંતોએ સંભવિત ત્રીજી લહેર વિશે પણ આગાહી કરી દીધી છે. સાથે જ મોટી ચિંતા એ વાતની છે કે ત્રીજી લહેરમાં કોરોનાથી બાળકો પ્રભાવિત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી બાળકો માટે ઝડપથી રસી વિકસાવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!