તમારા ઘરમાં રહેલી નકારાત્ક ઉર્જાને આ રીતે ઓળખી કાઢો
આપણી આજુ બાજુના વાતવરણમાં હકારાત્મક તેમજ નકારાત્મક એમ બંને પ્રકારની ઉર્જા હોય છે. એ વાતમાં કોઈ પણ શંકા નથી કે આપણા ઘરની અંદર પણ કેટલીક જગ્યાએ હકારાત્મક, કેટલીક જગ્યાએ નકારાત્મક અને કેટલીક જગ્યાએ બંને પ્રકારની ઉર્જાઓ હોઈ શકે છે જે તમારા સંબંધ, પ્રગતિ અને સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. આટલું જ નહિ. તમારા ઘરમાં આવતા મહેમાનો, પાડોશી, મિત્રો કોઈ પણ આ બંને પ્રકારની ઉર્જા લાવી શકે છે.

આ રીતે જોવા જઈએ તો આપણા ઘરની દિવાલો, ફર્નીચર, કાર્પેટ, છત બધું એક સ્પંચના ટુકડાની માફક કામ કરે છે જે કોઈ પણ પ્રકારની ઉર્જાને શોષી લે.
એ માટે જ, આજે અમે એક એવી રીત લાવ્યા છીએ જે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોધી કાઢશે.
૧. સૌથી પહેલા એક કાચનો પારદર્શક ગ્લાસ લો.
૨. ગ્લાસના ૧/૩ ભાગમાં દરિયાનું પાણી ભરો.
૩. બીજા ૧/૩ ભાગમાં વિનેગર ભરો.

૪. આ ગ્લાસને એવા રૂમમાં મુકો જ્યાં તમારા ખ્યાલ પ્રમાણે નકારાત્મક ઉર્જા હોઈ શકે છે.
૫. રૂમના કોઈ એક ખૂણામાં આ ગ્લાસ મૂકી દો. પણ ધ્યાન રાખવું કોઈ આ ગ્લાસને હલાવે નહિ.
એક દિવસ પછી એ ગ્લાસને જુઓ. જો એ ગ્લાસમાં પાણી અને વિનેગર તમે મુક્યું હોય એ પ્રમાણે રહે તો તે રૂમમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા નથી તેમ કહી શકાય.

પરંતુ જો એ ગ્લાસની ઉપર બબલ્સ આવી જાય, તો તે જગ્યાએ ઉર્જાને લગતી સમસ્યા હોઈ શકે છે. જો આવું થાય, તો ગ્લાસને તે જગ્યાએ ફરીથી ત્યાં જ મૂકી રાખો જ્યાં સુધી ગ્લાસની ઉપર આવેલા બબલ્સ જતા ન રહે.
એ પછી, ખાસ કરીને એ ગ્લાસમાં ભરેલું પાણી અને વિનેગર, ટોઈલેટમાં ફ્લશ કરી દેવું જેથી તમારા રૂમમાંથી શોષાયેલી નકારત્મક ઉર્જા તમારા ઘરની બહાર જતી રહે.

જ્યાં સુધી તમને એવું ન લાગે કે રૂમમાંથી નકારાત્મક ઉર્જા હજી નીકળી નથી ત્યાં સુધી તમે આ રીત અપનાવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત