આ ઉપાય કરવાથી ઘરમાં બચશે પૈસા અને સાથે દેવામાંથી પણ મળશે મુક્તિ, અજમાવો તમે પણ

મનુષ્યનું જીવન ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એમાં પણ સંસારિક જીવન વધારે તકલીફોથી ભરેલ હોય છે તેમ છતાં પણ મોટાભાગની વ્યક્તિ ઓ સંસારિક જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. સુખ અને દુઃખ જીવનના અભિન્ન અંગ છે કે પછી મનની સ્થિતી. પરંતુ ઘણીવાર જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જેનાથી આપને દુઃખ થાય છે અને ઘણીવાર નાણાકીય પરિસ્થિતિ સારી ના હોવાના લીધે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય વ્યક્તિ પાસેથી નાણા ઉધાર લેવા પડે છે.

Image Source

આ ઉધારના પૈસાને દેવું કે કર્જ કહેવામાં આવે છે જેના કારણે વ્યક્તિનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે અને કેટલીક વાર તો વ્યક્તિ વ્યાજના ચક્રવ્યૂહ માં એવો ફસાઈ જાય છે કે, નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે અને શાંતિથી ઊંઘી પણ શકતો નથી.

Image Sorce

સામાન્ય રીતે ધંધાદારી વ્યક્તિઓને પોતાના ધંધાને આગળ વધારવા માટે વધુ નાણાકીય રોકાણની જરૂરિયાત પડે છે જેના માટે તેઓ લોન લે છે. જયારે ખેડૂત જમીનમાંથી પાક ઉગાડવા માટે લોન લેતા હોય છે. ત્યારે ઘણીવાર ખેડૂતો પોતાનું કર્જ નહી ચૂકવી શકવાના કારણે વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. જો કે, યોજના બનાવીને કર્જ લેવામાં આવે તો લગભગ તકલીફ નથી આવતી પરંતુ તે સમય દરમિયાન ઘર પરિવારમાં કોઈ મુશ્કેલી આવી જાય છે કે પછી યોજના સફળ નથી થતી તો વ્યક્તિને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Image Source

આજના સમયમાં યોજના મુજબ લોન લેવામાં આવે છે અને યોજના પણ સફળ થઈ જાય છે તેમછતાં કેટલાક કારણોના લીધે આપ લોન ચૂકવી શકતા નથી. જેના કારણે આપને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે આપને જણાવીશું કે, જો આપ કોઈ અન્ય કારણોના લીધે લોન નથી ચૂકવી શકતા તો આપે કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી આપ આપના ઘરની અન્ય નાણાકીય તકલીફો અને જલ્દી જ લોન પણ ચૂકવી શકશો. ચાલો જાણીએ સરળ અને સચોટ ઉપાયો વિષે…

પહેલો ઉપાય

Image Source

આ ઉપાયનો અમલ કરવા માટે આપે સૌથી પહેલા એક શ્રીફળ લેવાનું છે ત્યારબાદ આ શ્રીફળ ફરતે આપે પરિવારના સૌથી વધુ ઉંચાઈ ધરાવતા વ્યક્તિ ના માપનું લેવું, થોડુક કંકુ લઈને તેને પાણીને બદલે ઘીમાં પલાળવું. ત્યાર પછી આપે ઘીમાં પલાળેલ કંકુથી શ્રીફળ પર એક સ્વસ્તિક બનાવી લેવો. હવે સ્વસ્તિક બનાવી લીધા પછી આપે જે રક્ષા સૂત્ર લીધું છે તેને શ્રીફળની ફરતે વીટી દેવું અને શ્રીફળની ફરતે રક્ષા સૂત્ર વીટો છો ત્યારે આપે સંકલ્પ કરવાનો રહેશે કે, આપની અને આપના પરિવાર પર જેટલું પણ કર્જ છે તે બધું જ જલ્દીથી જલ્દીથી સમાપ્ત થઈ જાય. જયારે પણ આપનો આ સંકલ્પ જયારે પૂર્ણ થઈ જાય ત્યારે આપેઆ શ્રીફળને ચોખ્ખા પાણીમાં વહાવી દેવું જોઈએ.

Image Source

પણ આપે એક બાબતનું ધ્યાન ખાસ રાખવું કે, આપ આ ઉપાય મંગળવારના દિવસે જ કરવામાં આવે. જો આપ દેવા માંથી જલ્દી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આપે સપ્તાહના મંગળવારના દિવસે પૂજા, હવન અને જાપ જેવા ધાર્મિક કાર્યો કરવા. આપે રોજ હનુમાન અષ્ટકનું પઠન કરવું જોઈએ. જો આપની પાસે રોજ હનુમાન અષ્ટક કરવાનો સમય ના હોય તો આપે મંગળવારના દિવસે સાત વાર હનુમાન અષ્ટકનું પઠન કરવું. આ સાથે જ જો આપને દર મહીને વ્યાજ ચૂકવવાનું આવતું હોય તો આપે વ્યાજની ચુકવણી પણ મંગળવારના રોજ કરવી જોઈએ. જેનાથી આપનું દેવું જલ્દી જ ચૂકવીને મુક્તિ મેળવી શકશો.

બીજો ઉપાય

Image Source

આપે દેવા માંથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને આપની ઘરની નજીકમાં આવેલ શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરવું જોઈએ. આ સાથે જ આપે ભગવાન શિવ સમક્ષ દીવો પેટાવવો જોઈએ અને જો આપ સોમવારનું વ્રત કરી શકવા માટે સક્ષમ હોવ તો આપે ઉપવાસ પણ જરૂરથી કરવો જોઈએ. જેના પરિણામ સ્વરૂપ આપને દેવા માંથી જલ્દી જ મુક્તિ મળી શકે છે.

ત્રીજો ઉપાય

Image Source

કેટલીક વ્યક્તિઓના જીવનમાં ગ્રહોની સ્થિતી અનુકુળ નહી હોવાના કારણે તેમની આર્થિક સ્થિતી બગડવા લાગે છે અને વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે આવી વ્યક્તિઓએ દેવા માંથી મુક્તિ મેળવવા માટે ગ્રહોને શાંત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સિવાય આવી વ્યક્તિએ ઋણમોચન મંગલ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ જેનાથી આપને દેવા માંથી મુક્તિ મેળવી શકો છો. ઉપરાંત આપને આવનાર ભવિષ્યમાં પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો નહિવત પ્રમાણમાં કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત