Site icon News Gujarat

દેવ આનંદ અભ્યાસ પછી લાહોરથી આવ્યા હતા મુંબઈ અને પછી…

એક શર્ટના કારણે દેવ આનંદ અને ગુરુ દત્ત એકબીજાને મળ્યા હતા, જાણો દેવ આનંદની અજાણી વાતો

દેવ આનંદનું સાચું નામ છે ધરમદેવ પીશોરીમાલ આનંદ, એમનો જન્મ 26 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો. દેવ આનંદએ શિક્ષણ ડેલહાઉસીમાં મેળવ્યું હતું અને ત્યારબાદ તેઓ લાહોર રહેવા આવી ગયા હતા. દેવ આનંદે ત્યારબાદ લાહોરમાં જ રહીને અગ્રેજી સાહિત્યમાં બીએની ડીગ્રી મેળવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં તમે ગુરુદત્ત અને દેવ આનંદને એક સાથે જોઈ શકો છો.

image source

જો કે અભ્યાસ પૂર્ણ થયા પછી દેવ આનંદ લાહોરથી સીધા જ મુંબઈ આવી ગયા હતા. મુંબઈમાં આવીને આનંદે ચર્ચગેટમાં આવેલ મીલીટરી સેન્ટર ઓફિસર તરીકે નોકરી શરુ કરી હતી. જો કે એમણે અભિનય જીવનની શરૂઆત કરતા પહેલા એક એકાઉન્ટીંગ ફર્મમાં પણ કામ કર્યું હતું. પ્રસ્તુત તસ્વીરમાં તમે દેવ આનંદને દિલીપ કુમારની થાળીમાંથી જમતા જોઈ શકો છો.

image source

દેવ આનંદે બોલીવુડમાં વર્ષ 1946માં પગ મુક્યો હતો. જો કે જ્યારે એમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો ત્યારે ફિલ્મો બ્લેક એન્ડ વાઈટ આવતી હતી. જો કે આપને જણાવી દઈએ કે દેવ આનંદે ફિલ્મ ‘હમ એક હે’થી કરિયરની શરૂઆત કરી હતી. પ્રસ્તુત તસ્વીરમાં તમે દેવ આનંદને બાલાસાહેબ ઠાકરે પાસેથી એવોર્ડ સ્વીકારતા જોઈ શકો છો.

image source

દેવ આનંદે અનેક ફિલ્મોમાં પોતાની સદાબહાર અદાકારી નિભાવી હતી. એમની કરિયરમાં એમણે બાઝી, પેઇંગ ગેસ્ટ, ગાઈડ, જવેલ થીફ, હરે રામા હરે કૃષ્ણા જેવી કલાસિક હિટ ફિલ્મો આપી છે. પ્રસ્તુત તસ્વીરમાં ક્રિકેટર ઈમરાને જયારે ઓફર સ્વીકારી નહિ ત્યારે એમણે પોતાની ફિલ્મ ‘અવ્વલ નંબર’માં આદિત્ય પંચોલીને કાસ્ટ કર્યા હતા.

image source

દેવ આનંદ અને ગુરુ દત્તની સ્ટ્રગલ સાથે સાથે જ હતી. બસ એમની ફિલ્ડ અલગ હતી. દેવ આનંદે 1940નાં દાયકામાં બોલીવુડમાં ખુબ જ સ્ટ્રગલ કરી હતી. એ સમયગાળા દરમિયાન તેઓ પ્રભાત સ્ટુડિયો માટે કામ કરતા હતા. આ સમયે ગુરુદત્ત પણ ડીરેક્ટર તરીકે સ્ટ્રગલ કરી રહ્યા હતા. જો કે લોન્ડ્રીવાળા દ્વારા થયેલ શર્ટની અદલાબદલીના કારણે આ બંને જણા એકબીજાને મળ્યા હતા. બાદમાં એમણે સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. પ્રસ્તુત તસ્વીરમાં દેવ આનંદ ગુરુદત્ત, રાજ ખોસલા અને વહીદા રહેમાન સાથે જોવા મળી રહ્યા છે.

image source

દેવ આનંદ લગભગ ત્રણ વર્ષ સુધી અભિનેત્રી સુરૈયા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. જો કે તેમના લગ્ન થઇ શક્યા ન હતા, આ અંગે જવાબદાર કારણોનો ખુલાસો એમણે પોતાની જીવનગાથા ‘રોમાંસિંગ વિથ લાઈફ’માં કર્યો હતો. આ કારણોમાં સુરૈયાના નાની આ લગ્નથી ખુશ ન હતા. આ કારણે સુરૈયાએ જીવનભર લગ્ન કર્યા નહી. જો કે દેવ આનંદ વર્ષ ૧૯૫૪માં મોનાસિંહ સાથે લગ્ન સબંધે જોડાયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં દેવ આનંદ અને સુરૈયા સાથે જોવા મળી રહ્યા છે.

image source

દેવ આનંદ પોતાના કરિયરની શરૂઆત સમયે ગ્રેગેરી પેકથી પ્રભાવી જોવા મળતા હતા. જો કે પછીથી એમણે પોતાના જ ડાન્સ સ્ટેપ અને સ્ટાઈલ દ્વારા એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. પ્રસ્તુત તસ્વીરમાં દેવ આનંદ સાથે જીનત અમાન જોવા મળી રહ્યા છે.

પ્રસ્તુત તસ્વીર શાદાબ ખાને લીધેલી છે, આ સમયે દેવ આનંદની ઉમર ૮૨ વર્ષ જેટલી હતી. આ તસ્વીર ૨૦૦૫ની છે, જ્યારે દેવ આનંદ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે પોતાની ફિલ્મ ‘મિ. પ્રાઈમ મીનીસ્ટર’ના શુટિંગ માટે હાજર રહ્યા હતા.

image source

દેવ આનંદ અને હેમા માલિનીએ અનેક ફિલ્મો સાથે કરી છે. આ ફિલ્મોમાં છુપા રુસ્તમ, શરીફ બદમાશ, જહોની મેરા નામ, અમીર ગરીબ અને જોશીલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત તસ્વીરમાં હેમામાલીની અને દેવ આનંદ સાથે જોવા મળી રહ્યા છે.

આ તસ્વીર રાને આશીષની છે. જેમાં બોલીવુડના ભાઈ સલમાન ખાન સાથે આનંદ જોવા મળી રહ્યા છે, જેમાં સલમાને કેમિયો કર્યો હતો.

દેવ આનંદના દીકરાનું નામ સુનીલ આનંદ છે. પ્રસ્તુત તસ્વીરમાં તેઓ પુત્ર સુનીલ સાથે જોવા મળી રહ્યા છે.

image source

આ તસ્વીર મીડ ડેમાં પ્રકશિત થઇ હતી. જેમાં દેવ આનંદ પોતાની ફિલ્મ CIDના પોસ્ટર પર ઓટોગ્રાફ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાછળથી આ પોસ્ટરની હરાજી કરવામાં આવી હતી.

જો કે બોલીવુડના એવરગ્રીન સ્ટાર તરીકે દેવ આનંદ અનેક વર્ષો સુધી લોકોને યાદ રહેશે. જો કે એમના જીવનનો અંત લંડનમાં ૩ ડીસેમ્બર ૨૦૧૧ના રોજ થયો હતો. સારવાર દરમિયાન કાર્ડિયાક અટેકના કારણે તેમનું નિધન થયું હતું. એમના ગયા પછી એમના નામ સાથે આનંદ હી આનંદનું સૂત્ર જોડાઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version