દેવશયની એકાદશીના દિવસે આ રીતે કરો વ્રત, મળશે શુભ ફળ અને પૈસાની ક્યારે નહિં પડે અછત

આજે દેવશયની એકાદશી – બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ – ચાતુર્માસનો પણ થયો પ્રારંભ

image source

આજે દેવપોઢી અગિયારસનો દિવસ છે. અને આજથી જ ગૌરી વ્રતના પાંચ દિવસની શરૂઆત થાય છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આજના પવિત્ર દિવસે શ્રી વિષ્ણુ ભગવાન આ દિવસે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા માટે જાય છે. અને ચાર મહિના માટે નિંદ્રાધીન થઈ જાય છે. અને માટે જ આ અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. અને આજથી જ્યાં સુધી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નિંદ્રામાં રહે છે અને ત્યાર બાદ ઉઠે છે તે ચાર માસનો ગાળો છે અને માટે જ તેને ચાતુર્માસ કહેવાય છે.

દેવ ઉઠિ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ઉઠે છે.

image source

1લી જુલાઈ 2020થી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. હવેના શુભકાર્યો 134 દિવસ બાદ એટલે કે 14મી નવેમ્બર પછી થઈ શકશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે. આ પવિત્ર દિવસે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દેશવશયની એકાદશીને બીજા કેટલાક અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે.

જેમ કે દેવપોઢી અગિયારસ, અષાઢી અગિયારસ અને હરિશયની અગિયારસ પણ કહેવાય છે. હીન્દુ શાસ્ત્રોમાં અગિયારસનું ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આખા વર્ષ દરમિયાન જે વ્રતો આવે છે તેમાં એકાદશીના વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ દેવશયની એકાદશીનો સમય, તેની વિધિ અને તેના મહત્ત્વને

image source

1લી જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. તેનું વ્રત આ રીતે કરવું જોઈએ.

– આ દિવસે તમારે સવારે જલદી ઉઠવું જોઈએ અને તમારો નિત્યક્રમ પણ જલદી પતાવી લેવો જોઈએ. સ્નાન કરી લીધા બાદ સૂર્યનારાયણને પાણી ચડાવી લીધા બાદ તમારે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ.

– ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગામાતાના પવિત્ર જળથી સ્નાન કરાવો.

image source

– ત્યાર બાદ સ્વચ્છ મંદીરમાં દિવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. તેમની સ્તુતિ ગાઓ. ત્યાર બાદ આખો દિવસ પૂર્ણ સાત્વિકતામાં પસાર કરો. શરીરની સાથે સાથે મનને પણ સ્વચ્છ રાખો, કોઈ નકારાત્મક ભાવ તમારા મનમાં ન આવવા દો.

– સાંજે ભગવાન વિષ્ણુ સમક્ષ મંદીરમાં દીવો પ્રગટાવો અને તેમની પૂજા કરો.

– વિષ્ણુ સહસ્ત્રના નામનો જાપ કરો. એકાદશીના બીજા દિવસે એટલે કે બારસે તમારે શુભ મૂહુર્ત જોઈ વ્રતના પારણા કરવા.

image source

– આ દિવસે તમે લોકોમાં પ્રસાદ પણ વહેંચી શકો છો તેમજ બ્રાહ્મણોને ભોજન પણ કરાવી સખો છો અને દાન-દક્ષિણા પણ આપી શકો છો.

– દેવપોઢી અગિયારસનું વ્રત કરવાથી તમારા જીવનની અનેક તકલીફો દૂર થાય છે તેવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે.

– વિષ્ણુ ભગવાનના અવતાર એવા શ્રી કૃષ્ણએ પણ મહાભારતમાં અગિયારસના મહત્ત્વ વિષે સમજાવ્યું હતું.

અગિયારસનું વ્રત તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે. તમારા પર લક્ષ્મીજી પણ મહેરબાન રહે છે.

– એકાદશીના વ્રત દરમિયાન તમારે ભગવાન વિષ્ણુ અને પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે.

image source

દેવશશયની એકાદશીના દિવસથી નાની બાળાઓના ગૈરીવ્રતનો પણ પ્રારંભ થાય છે જે ગુરુપુર્ણિમાના દિવસ સુધી ચાલે છે. કન્યાઓ ગુરુપૂર્ણિમાના દિવસે મધ્ય રાત્રી સુધી જાગરણ કરીને વ્રતને પૂર્ણ કરે છે અને બીજા દિવસે પારણા કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત