ધબકારા વધારી દેનારી તસવીર, આ સાપ આખી AK-47 ગળી ગયો, પછી થયું કંઈક આવું

આપણે તસીવરોમાં વિશ્વના દરેક ખૂણામાં જોવા મળતા સાપ જોયા જ હશે. ફોટોમાં પણ સાપની ભયાનકતા અને ઝેર સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય છે. કાળા સાપની આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાપે કથિત રીતે એકે-47 ગળી લીધી છે.

image source

તમને આ વાત વાંચીનેહાસ્યાસ્પદ લાગ્યું હશે, પરંતુ આ તસવીર છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પરંતુ આ તસવીરની સત્યતા પર હજુ સવાલ ઉઠી રહ્યા છે. આ તસવીર કોણે બનાવી છે તે વિશે કંઇ કહી શકાય નહીં અને સાંભળવામાં આવી રહ્યું છે કે તે 5 મહિના જૂનો ફોટો છે. કાળા રંગના ઝેરી સાપની આ તસવીર જોતા તે એકદમ ખલેલ પહોંચે છે, અને આશ્ચર્યજનક લાગે છે કે આ તસવીર સાચી છે કે નહીં. કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે સાપે એકે-47 ગળી લીધી છે. હાલમાં આ સાપની તસવીર સોશિયલ મીડિયા પર ટ્વિટર એકાઉન્ટ @peah_judin દ્વારા શેર કરવામાં આવી છે.

image source

આ તસવીર શેર થતાંની સાથે જ એક જ દિવસમાં તેર હજાર રીટ્વીટ અને અગિયાર હજાર લાઈક્સ ટ્વિટર પર મળી. આ તસવીર પર લોકોએ સોશિયલ મીડિયામાં તરખાટ મચાવતી પ્રતિક્રિયા આપી છે અને ત્યાં અસંખ્ય પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જો આપણે સાપ વિશે જાણીએ તો આ સાપની જાતિના સાપ તેના શિકારને મારવા માટે તેની ચારે બાજુ લપેટાઈને રહે છે અને શિકારના મૃત્યુ પછી ગળી જાય છે.

image source

જો કે એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ તસવીર જોઈને લાગે છે કે કોઈની આવડત છે અને તેણે તેને નજીકથી એડિટ કરી છે. પછી મજા લેવા માટે આ ફોટોને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં 3000 થી વધુ જાતિના સાપ હાજર છે. વિશ્વનો સૌથી ઝેરી સાપ બ્લેક માંબા છે. તે 11 વર્ષ સુધી જીવી શકે છે. તેમ છતાં આ સાપ એક વર્ષમાં હજારો મૃત્યુ માટે જવાબદાર છે. બ્લેક માંબા 14 ફૂટ લાંબો હોય છે અને તેના ઝેરના માત્ર બે ટીપા સફળતાપૂર્વક કોઈ પણ માણસને મારી શકે છે.

image source

કોબ્રા વિશે વાત કરીએ તો અને કોરલ સાપની જેમ, મામ્બાના ઝેરમાં પણ ન્યુરોટોક્સિન હોય છે. કોબ્રા એક સરીસૃપ પ્રાણી છે તેની ગણતરી પેટ વડે ઘસડાઈને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાય છે. અંગ્રેજીમાં તેને રેપ્ટાઇલ વર્ગ કહેવાય છે. કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે.

image source

સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ ૧.૭ મીટર થી ૨.૨ મીટર સુધીની હોય છે. કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો,સરકતા જીવો અને જળચર પ્રાણીઓ છે..કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. કોબ્રા ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરે છે.જેના કારણે શરીરની માંસપેશીઓ નિષ્ક્રિય થઈ જાય છે. તથા શરીરને લકવો થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત