ધૈર્યરાજને બચાવવા દાનનો ધોધ વહ્યો: બસ હવે આટલા લાખની છે જરૂર, જાણો 3 મહિનાના ભૂલકાને બચાવવા 38 દિવસમાં કેટલા કરોડનું દાન થઇ ગયું ભેગું…

આખા દેશ માંથી ધૈર્યરાજને બચાવવા માટે ૨.૭૭ લાખ વ્યક્તિઓ દ્વારા ફક્ત ૩૮ દિવસના સમયગાળામાં જ ૧૫.૪૮ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, હવે ફક્ત ૫૨ લાખ રૂપિયા જ બાકી રહ્યા.

  • -મહીસાગરમાં રહેતા ૩ મહિનાના ધૈર્યરાજસિંહની સારવાર કરાવવા માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત છે.
  • -અંદાજીત ૨.૭૭ લાખ વ્યક્તિઓ દ્વારા નાનો- મોટો ફાળો આપીને મદદ કરવામાં આવી.
  • -ફક્ત ૩૮ દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં દાનની રકમ જમા થઈ ગઈ.
image source

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કાનસેર ગામમાં રહેતા એક મધ્યમવર્ગના પરિવારમાં જન્મ લીધેલ ત્રણ મહિનાના ધૈર્યરાજની સારવાર કરાવવા માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત છે. એના માટે ફક્ત ૩૮ દિવસના જ સમયગાળામાં ૧૫.૪૮ કરોડ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા છે. ધૈર્યરાજસિંહ માટે તેની સારવાર કરાવવા માટેના પૈસાને ધૈર્યરાજના પિતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સહિત આખા દેશ માંથી ૨.૭૭ લાખ વ્યક્તિઓ દ્વારા નાનો- મોટો ફાળો આપીને અત્યાર સુધીમાં ૧૫.૪૮ કરોડ રૂપિયા એકઠા કરી લેવામાં આવ્યા છે.

image source

૧૬ કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ જતા અમેરિકાથી ધૈર્યરાજ માટે ઇન્જેક્શન મંગાવવાની પ્રક્રિયાને શરુ કરી દેવામાં આવશે. ત્રણ મહિનાની ઉમર ધરાવતા ધૈર્યરાજને સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ નામની બીમારી થઈ છે જેની સારવાર કરાવવા માટે ૧૬ કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અમેરિકાથી મંગાવવાનું છે.

image source

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના રહેવાસી ધૈર્યરાજસિંહ રાઠોડને એસએમએ-1 એટલે કે, સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ નામની બીમારીથી પીડાઈ રહ્યો છે જેની સારવાર કરવા માટે જે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે તેને અમેરિકાથી અંદાજીત ૧૬ કરોડ રૂપિયાનું આવે છે. ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ રાઠોડને થોડાક સમય પહેલા જ ખબર પડી હતી કે, ધૈર્યરાજને આ બીમારી થઈ ગઈ છે.

image source

લુણાવાડા તાલુકાના ખાનપુર વિસ્તારના રહેવાસી રાઠોડ રાજદીપસિંહને ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ધૈર્યરાજની બીમારીની સારવાર કરવા માટે આપની પાસે ફક્ત એક વર્ષનો સમયગાળો છે અને ધૈર્યરાજની સારવાર માટે જે ઇન્જેક્શનનો ઉપયોગ કરવાના છે એની કીમત ૧૬ કરોડ રૂપિયા છે. આવી રીતે ધૈર્યરાજના પિતાને એકવર્ષ જેટલા સમયગાળામાં ઘણી મોટી રકમ ભેગી કરવાની હતી.

image source

આવા સમયે પરિવારના સભ્યોએ વધારે ચિંતા કર્યા વિના ધૈર્યરાજના નામથી ઈમ્પેક્ટ ગુરૂ નામની એનજીઓમાં પોતાનું એકાઉન્ટ ખોલાવીને દાન ભેગું કરવાની શરુઆત કરી હતી. ધૈર્યરાજના પરિવારના સભ્યોએ આટલી મોટી રકમ દાનમાં ભેગી કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી દેશના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.

image source

ત્રણ મહિનાના ધૈર્યરાજને નવજીવન આપવા માટે આખા દેશ માંથી દાનવીરો તરફથી ખુલ્લા હાથે દાન આપવામાં આવતા હવે ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં ૧૫,૪૮,૬૬,૮૪૪ કરોડ રૂપિયા ગઈકાલે શુક્રવારના રાતના ૧૦ વાગ્યા સુધીમાં ભેગા થઈ ગયા છે. ૧૬ કરોડ રૂપિયાની રકમ જેવી જ એકઠી થઈ જશે કે, તરત જ ધૈર્યરાજ માટે અમેરિકાથી ઇન્જેક્શન મંગાવવાની પ્રક્રિયાને શરુ કરી દેવામાં આવશે.

image source

આખા દેશ માંથી અંદાજીત ૨.૭૭ લાખ જેટલા દાનવીરો દ્વારા દાનનો ધોધ વરસાવવામાં આવ્યો હતો. નોંધનીય બાબત છે કે, ધૈર્યરાજની બીમારીની સારવાર કરાવવા માટે અલગ અલગ સમાજ, સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. તેમજ યુવાનો પણ રસ્તા પર દાનની રકમ એકઠી કરી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *