ધૈર્યરાજને નવજીવન આપવા મેદાને આવ્યા રાજદીપસિંહ રીબડા, અપીલ કરતા કહ્યું કે… ‘જય માતાજી, જય શ્રી રામ, હું…’

ધૈર્યરાજને નવજીવન આપવા માટે આગળ આવ્યા છે, રાજદીપસિંહ રીબડા, જાણીશું રાજદીપસિંહ રીબડા દ્વારા શું અપીલ કરવામાં આવી છે.

મહીસાગર જીલ્લામાં આવેલ ખાનપુર તાલુકાના નિવાસી એક ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજની સારવાર કરાવવા માટે ધૈર્યરાજના પરિવારને ૧૬ કરોડ રૂપિયાની આવશ્યકતા છે. ધૈર્યરાજના પિતા એક મધ્યમવર્ગીય વ્યક્તિ હોવાના લીધે પોતાના પુત્ર ધૈર્યરાજની સારવારનો ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ છે નહી. જેના લીધે ધૈર્યરાજના માતા-પિતા અન્ય વ્યક્તિઓની પાસે ધૈર્યરાજ માટે મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.

image source

તેથી હવે લોકો ધૈર્યરાજના માતા- પિતાને મદદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી દાન આપી રહ્યા છે અને ધૈર્યરાજની સારવાર માટે અત્યાર સુધીમાં ૪.૫ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે. ત્યાં જ આવા સમયે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર રાજદીપસિંહ રીબડા દ્વારા પણ લોકોને ધૈર્યરાજને બચવાની અને યથાશક્તિ દાન આપવા માટે અપીલ કરી રહ્યા છે.

image source

રાજદીપ રીબડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જય માતાજી, જય શ્રી રામ હું રાજદીપસિંહ રીબડા. હું આ વિડીયો દ્વારા આપને સૌને એક વાત કહેવા આવ્યો છે. આજ દિવસ સુધી મેં કોઈ સમાજનો કે પછી અન્ય કોઈ વ્યક્તિગત એક પણ વિડીયો બનાવ્યો નથી. પરંતુ આજ રોજ એક નાના બાળકના જીવનનો પ્રશ્ન છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. આપ છેલ્લા ૧૫ દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નાના છોકરાના વિડીયોને વાયરલ થઈ રહ્યો છે.

image source

આ બાળકની સારવાર માટે અંદાજીત ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત છે અને સરકાર દ્વારા સર્વરના ખર્ચ માંથી ૬ કરોડ રૂપિયા GST માફ કરી દેવામાં આવ્યું છે. ધૈર્યરાજની સારવાર માટે મંગાવવામાં આવતું ઇન્જેક્શનની કીમત ૨૨ કરોડ રૂપિયાનું હતું. જે હવે GST બાદ કરતા ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત છે. આ ઈન્જેકશન ઈન્ડિયામાં નહી બનતું હોવાના લીધે તેને વિદેશથી મંગાવવું પડે એમ છે છેલ્લા છ થી સાત દિવસથી મારા ધ્યાનમાં આ સમાચાર આવ્યા હતા પરંતુ પહેલા હું આ સમાચારને ફેક માની રહ્યો હતો.


આ વિડીયોમાં રાજદીપસિંહ રીબડા દ્વારા વધુ જણાવવામાં આવ્યુ હતું કે, હું આપને સૌને અપીલ કરી રહ્યો છું કે, આ સમાચાર ફેક છે નહી. મહીસાગર જીલ્લામાં રાજદીપસિંહ નામના વ્યક્તિ છે. તેમના દીકરાની સારવાર કરાવવા માટે આપને મદદ કરવાની અપીલ કરું છું. હું છેલ્લા ૧૦ દિવસથી લોકોની વચ્ચે આ કેમ્પેન શરુ કર્યું છે. હું સૌપ્રથમ તમામ સમાજ અને ૧૮ વર્ણનો આભાર વ્યક્ત કરું છે.

image source

હું આ વિડીયો દ્વારા તમામનો આભાર વ્યક્ત કરું છું કે, ૧.૫૦ લાખ વ્યક્તિઓ દ્વારા પણ જો ૧ હજાર રૂપિયાનું દાન આપવામાં આવશે તો ૧૬ કરોડ રૂપિયા જેટલી ધનરાશિ એકઠી કરી લેવામાં આવશે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને મારું કહેવું છે કે, આપ ૧૦૦ રૂપિયાથી લઈને ૧ હજાર રૂપિયા સુધીમાં ગમે તેટલા રૂપિયાનું દાન કરી શકો છો. અન્ય બાઈ રહી જતા પૈસા હું મારી રીતે દાન કરું છુ.

image source

જો ૧૬ કરોડ રૂપિયા ભેગા થઈ જશે અને ત્યાર બાદ આપ દાન કરશો તો આપને આપના પૈસા પરત આપી દેવામાં આવશે. આ તમામ વિગતોની તપાસ મેં કરી કરી લીધી છે. આ બાળકને માનવતાની દ્રષ્ટીએ આપણે બચાવવો જોઈએ. આપણે સૌએ આ બાળકને નવજીવન આપવા માટે યથાશક્તિ મદદ કરશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!