આ ધાકડ પ્લેયર્સને નથી કરવામાં આવ્યા રિટેન, જલ્દી બની શકે છે અમદાવાદ ટીમના કેપ્ટન

IPL રિટેન્શનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તમામ ટીમોએ તેમના દ્વારા જાળવી રાખેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. કેટલાક મહાન ખેલાડીઓ એવા પણ છે, જેમને તેમની જૂની ટીમમાં રિટેન કરવામાં આવ્યા નથી, આવી સ્થિતિમાં અમદાવાદની નવી ટીમમાં જોડાનાર આ ખેલાડીઓને તેમના કેમ્પમાં સામેલ કરી શકે છે.આ ખેલાડીઓ શાનદાર સુકાનીની સાથે જોરદાર બેટિંગ પણ કરી શકે છે. ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે

ડેવિડ વોર્નર

image source

ડેવિડ વોર્નર ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે તે કોઈપણ બોલિંગ અટેકને તોડી શકે છે. ટી-20 વર્લ્ડ કપમાં વોર્નરનું તોફાની ફોર્મ જોવા મળ્યું હતું. T20 વર્લ્ડ કપની 7 મેચમાં 289 રન બનાવ્યા છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન બદલ વોર્નરને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. લાંબા સિક્સર મારવાની તેની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. વોર્નરે IPLમાં 150 મેચમાં 5449 રન બનાવ્યા છે. વોર્નરની કેપ્ટનશીપમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. વોર્નરના અમદાવાદ ટીમમાં સામેલ થવાથી કેપટનશિપની સાથે સાથે ઓપનિંગ બેટ્સમેનની સમસ્યા પણ સોલ્વ થઈ જશે

કે એલ રાહુલ

image source

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ખૂબ જ મજબૂત બેટ્સમેન છે, તેની મોટી ઇનિંગ્સ રમવાની કળાથી દરેક વાકેફ છે. કેએલ રાહુલ 2018 થી પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો છે અને તેણે દરેક સિઝનમાં પંજાબ માટે 500 થી વધુ રન બનાવ્યા છે. 2020 માં, જ્યાં આ ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા અને સિઝનની ઓરેન્જ કેપ જીતી. તો આ વર્ષે પણ રાહુલ ઓરેન્જ કેપ જીતીને ઓછા માર્જિનથી પાછળ પડી ગયો હતો. રાહુલે અત્યાર સુધી IPLની 94 મેચમાં 3273 રન બનાવ્યા છે.

ઇયોન મોર્ગન

image source

KKRએ ધમાકેદાર બેટ્સમેન ઈયોન મોર્ગનને રિટેન નથી કરવામાં આવ્યો. એવામાં અમદાવાદની ટીમ IPL મેગા ઓક્શનમાં તેના પર મોટો દાવ લગાવી શકે છે. મોર્ગને તેની સમજણથી KKRને IPL 2021ની ફાઇનલમાં પહોંચાડી હતી. તેમની કપ્તાની હેઠળ, ઇંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને તેની ટીમને ટી20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પણ પહોંચાડી હતી. અમદાવાદ માટે મોર્ગન બેટિંગની સાથે કેપ્ટનશિપમાં પણ યોગદાન આપી શકે છે. ધોનીની જેમ મોર્ગન પણ શાંત મગજથી નિર્ણય લે છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન ખૂબ જ આક્રમક બેટિંગ કરે છે. તે મેચને થોડી ઓવરમાં બદલવામાં માહેર છે અને જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે તે ગમે ત્યારે મેચનો પાસા ફેરવી શકે છે. તે કપ્તાની ખૂબ સારી રીતે કરે છે. બોલિંગમાં ફેરફાર કરવાનો હોય કે પછી ટીમ કોમ્બિનેશન બનાવવાનો હોય.

.