Site icon News Gujarat

લોકડાઉન પછી ધંધામાં કરવી હોય અઢળક કમાણી તો ઘરમાં રહીને જલદી વાંચી લો ઇન્દ્ર દેવ અને ખેડૂતની આ કહાની

એકવાર ઇન્દ્ર દેવ ખેડૂતોથી હેરાન થઈ જાય છે અને ઘોષણા કરી દે છે કે, આવનાર ૧૨ વર્ષ સુધી વરસાદ આવશે નહી અને આપ પાકનું ઉત્પાદન કરવામાં સફળ નહી થાવ.

ખેડૂતોએ ઇન્દ્ર દેવને માફ કરવા દે તે માટે ક્ષમાદાનની ભીખ માંગી, ત્યાર પછી ઇન્દ દેવએ કહ્યું કે, વરસાદનું આગમન ત્યારે જ સંભવ થશે જયારે ભગવાન શિવ પોતાનું ડમરું વગાડશે. પણ ઇન્દ્ર દેવએ છુપાઈને ભગવાન શિવને ખેડૂતોની વાતમાં સહમતિ દર્શાવવાની ના પાડવાની વિનતી કરી. એટલે જયારે ખેડૂતો ભગવાન શિવ પાસે જાય છે ત્યારે ભગવાન શિવ પણ ઇન્દ્ર દેવએ કહેલ વાત જ ફરીથી કહીને કહે છે કે, તેઓ ૧૨ વર્ષ પછી જ ડમરું વગાડશે.

image source

ભગવાન શિવ પાસેથી નિરાશ થઈને ખેડૂતો પાછા ફરે છે અને ૧૨ વર્ષ સુધી વરસાદની રાહ જોવાનો નિર્ણય કરે છે.

પણ તેમના જ ગામનો એક ખેડૂત નિયમિત રીતે પોતાના ખેતરને ખોદી રહ્યો હતો, ખેતરની માટીમાં ખાતર નાખવું, બીજ વાવવા જેવા ખેતરને લગતા દરેક કામ કરી રહ્યો હતો. ત્યારે આ ખેડૂતને જોઈને અન્ય ખેડૂતો તેની મજાક ઉડાવી રહ્યા હતા ત્રણ વર્ષ પછી બધા ખેડૂતોએ પૂછ્યું કે, ખેડૂત ભાઈ આપ પોતાનો સમય, તાકત અને ઉર્જા કેમ બરબાદ કરી રહ્યા છો? જયારે આપણે જાણીએ છીએ કે ૧૨ વર્ષ પહેલા વરસાદ નથી આવવાનો.

image source

ત્યારે આ ખેડૂત જવાબ આપતા કહે છે કે, ‘મને પણ ખબર છે કે, પાક નહી થાય, પણ તેનો નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યો છું. ૧૨ વર્ષ પછી હું પાક ઉગાડવા અને ખેતરમાં કામ કરવાની પ્રક્રિયાને ભૂલી જઈશ, એટલા માટે મારે આમ કરતા રહેવું જોઈએ. જેથી કરીને ૧૨ વર્ષ પછી જયારે વરસાદ આવે ત્યારે હું પાકનું ઉત્પાદન કરવાને લાયક રહું.’

ખેડૂતની આવી દલીલ સાંભળીને દેવી પાર્વતી ભગવાન શિવ પાસે જાય છે અને તેમના સંસ્કરણની પ્રસંશા કરતા કહે છે કે, ‘આપ ૧૨ વર્ષ પછી ડમરું રમવાનું પણ ભૂલી શકો છો.’

image source

ભગવાન શિવ પોતાની આ જ ચિંતામાં ભોળાભાવે ડમરું વગાડવાનો પ્રયાસ કરે છે. એ જોવા માટે કે શું તેમની અને ડમરુંની અવાજ સાંભળીને તરત વરસાદ થાય છે કે નહી? આમ ભગવાન શિવ ડમરું વગાડી દે છે અને ભગવાન શિવના ડમરુંની અવાજ સાંભળીને તરત જ વરસાદ થાય છે અને જે ખેડૂત નિયમિત રીતે ખેતરના કામ કરી રહ્યો હતો, તેને તરત જ પાક મળી જાય છે, જયારે અન્ય ખેડૂતોને નિરાશા મળે છે.

આ એ અભ્યાસ છે જે આપણને સંપૂર્ણ બનાવે છે.

આપણે ફક્ત રોગગ્રસ્ત અને ઘરડા થઈ જઈએ છીએ કેમ કે આપણે અભ્યાસ નથી કરતા.

image source

અભ્યાસ ગુણવત્તા અસ્તિત્વનો સાર છે.:

તો બે અઠવાડિયા, બે મહિના કે પછી બે વર્ષ પછી લોકડાઉન પૂરું થશે આપણે જે પણ ધંધામાં કે વ્યવસાયમાં છીએ, પોતાની કલાને નિખરતા રહેવું જોઈએ. જે આપણી પાસે છે, તેની સાથે અભ્યાસ કરો અને પોતાના જ્ઞાનને ઉન્નત કરો. તેમાં વધારો કરો.

Exit mobile version