જો તમે પણ ખોલાવ્યું છે કે જન ધન ખાતું તો કરી લો આ કામ અને બનો લખપતિ

વડાપ્રધાન જનધન યોજના હેઠળ લોકોને બેન્કમાં જન ધન ખાતા ખોલવાની સુવિધા આપવામાં આવી છે. આ સરકાર તરફથી શરુ કરવામાં આવેલી સૌથી મહત્વકાંક્ષી નાણાકીય યોજનામાંથી એક છે. આ યોજના હેઠળ ગરીબથી ગરીબ વ્યક્તિ પણ પોતાનું ખાતું બેન્કમાં ખોલાવી શકે છે. જેમાં ઘણા અલગ અલગ નાણાકીય લાભ મળે છે.

image source

આ નાણાકીય લાભમાંથી એક છે 1.30 લાખ રૂપિયા કમાવાની તક. જી હાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા અકાઉંટમાં ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જેમાં દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે.

ખાતા ધારકને 1,00,000 રૂપિયાનો દુર્ઘટના વીમો અને સાથે 30,000 રૂપિયાનો જનરલ ઈંશ્યોરન્સ આપવામાં આવે છે. તેવામાં જો ખાતાધારકનો અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો દુર્ઘટનામાં અકાઉંટ હોલ્ડરનું મોત થાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ મળીને 1.30 લાખ રૂપિયાનો લાભ થાય છે.

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના સૌથી મહત્વકાંક્ષી અને સફળ યોજના છે. જો બચત તેમજ જમા ખાતા, વિપ્રેષણ, ઋણ, વીમા, પેન્શન સુધી પહોંચી સુનિશ્ચિત કરે છે. આ ખાતું કોઈપણ બેંકની શાખામાં ખોલી શકાય છે. આ ખાતું બેન્ક મિત્ર આઉટલેટમાં પણ ખોલી શકાય છે. પીએમજેડીવાઈ ખાતા ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવે છે.

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું પબ્લિક સેક્ટર બેંકોમાં વધારે ખોલવામાં આવે છે. તમે કોઈ પ્રાઈવેટ બેંકમાં પણ પોતાનું જનધન અકાઉંટ ખોલી શકો છો. જો તમારી પાસે કોઈ અન્ય સેવિંગ ખાતું છે તો તેને પણ તમે જનધન ખાતામાં ફેરવી શકો છો. ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. તેની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ.

image source

જનધન ખાતુ ખોલવા માટે કેવાઈસી હેઠળ દસ્તાવેજોનું સત્યાપન જરૂરી છે. આ ડોક્યુમેન્ટમાં ઉપયોગથી જનધન ખાતું ખોલાવી શકો છો. આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડની જરૂર પડે છે.

જનધન અકાઉંટના લાભ

  • 1. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ નથી
  • 2. સેવિંગ ખાતા જેટલું જ વ્યાજ મળે છે.
  • 3. મોબાઈલ બેંકિંગની સુવિધા પણ ફ્રી રહેશે.
  • 4. દરેક યૂઝર્સને 2 લાખનો દુર્ઘટના વીમો મળશે.
  • 5. 10 હજાર રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા.
  • 6. રોકડ ઉપાડવા અને શોપિંગ કરવા રૂપે કાર્ડ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *