ધનતેરસે અપાર ધનલાભ માટે રાશિ અનુસાર કરો આ વસ્તુઓની ખરીદી, લક્ષ્મીજી થશે પ્રસન્ન

આજે અગિયારસ છે અને આજથી જ આમ તો દિવાળીના તહેવારની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે દિવાળીની શરૂઆતનો પહેલો તહેવાર એટલે કે ધનતેરસ. આ દિવસે ખાસ વસ્તુઓની ખરીદીનું કેટલુંક ખાસ મહત્વ હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજા થતી હોવાથી 3 સાવરણી ખરીદવાનું પણ ખાસ મૂહીર્ત છે. તો આજે અમે તમને જણાવીશું કે ધનતેરસે રાશિ અનુસાર કઈ વસ્તુઓની ખરીદી કરવાથી પુણ્ય મળે છે. જાણો તમારી રાશિ અનુસાર તમારે શું ખરીદવાનું રહેશે.

મેષ રાશિ

આ રાશિના લોકો માટે સોના, ચાંદી, વાસણો, ઘરેણાં, હીરા, કપડાં વગેરે ખરીદવું શુભ રહેશે.આ ખરીદીમાં કોઈ ખાસ નિયમ નથી. તમે તમારી શક્તિ પ્રમાણે આ વસ્તુઓ ખરીદી શકો છો. આમાંથી કોઈ પણ એક વસ્તુ થોડા પ્રમાણમાં ખરીદી લો અને તમારું આવનારું વર્ષ ધનથી સમૃદ્ધ બનાવી લો.

વૃષભ રાશિ

આ રાશિના જાતકો માટે સોનું, ચાંદી, પિત્તળ, કાંસા, હીરા, કોમ્પ્યુટર, વાસણો વગેરે જેવી ચીજો ખરીદી શકાય છે. કેસર કે ચંદનની ખરીદી પણ આ દિવસે કરવાથી તમને શુભ ફળ મળે છે. તો યાદથી આમાંથી કોઈ પણ એક વસ્તુ ખરીદી આવનારું વર્ષ લાભદાયી અને સમૃદ્ધ બનાવો.

મિથુન રાશિ

આ રાશિના લોકોએ ખાસ કરીને ધનતેરસના દિવસે જ્યારે માતા લક્ષ્મીની પૂજા કરાય છે ત્યારે યથાશક્તિ અનુસાર જમીન, મકાન, પ્લોટની ખરીદી કરવી. આ ખરીદી તેમના માટે શુભ રહેશે. આ સિવાય તમે આ ખાસ દિવસે કોરલ, સોના, ચાંદી વગેરે ઘરે લાવીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોએ ખાસ કરીને ધનતેરસના દિવસે આ વર્ષે સોના, ચાંદી, વાહનો, ઝવેરાતની ખરીદી કરવાનું યોગ્ય રહે છે. આ સિવાય તમે આ દિવસે જૂની વસ્તુઓ ખરીદવાનું ટાળો તે પણ યોગ્ય છે. થોડા પ્રમાણમાં પણ આ વસ્તુઓની ખરીદી તમને આખું વર્ષ મોટો લાભ અપાવી દેશે.

સિંહ રાશિ

આ દિવાળીએ અને તેમાં પણ જો સિંહ રાશિના જાતકો વાહનો, વીજ સાધનો, સોના, ચાંદી, તાંબુ, પિત્તળ, વાસણો કે પછી લાકડાની વસ્તુઓની ખરીદી કરે છે તો તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારની ખાસ ખરીદી તેમને આખું વર્ષ મોટો લાભ આપી શકે છે.

કન્યા રાશિ

ધનતેરસના શુભ દિવસે કન્યા રાશિના લોકોએ ભૂલથી પણ ચાંદી ખરીદવું નહીં. જો તમે તેમ કરો છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તમારા માટે આવનારું વર્ષ મુશ્કેલ બને છે. શક્ય હોય તે રીતે તમે આ વર્ષે જમીન, મકાન વગેરેના કરાર કરી શકો છો.

તુલા રાશિ

તમારે આ સમયે સંતોષ અને સંયમ જાળવવાની જરૂર છે. તુલા રાશિએ દિવાળીમાં નવું રોકાણ કરવાનું ટાળવું પડશે. જો કોઈ ખરીદી કરવી જ પડે તેમ હોય તો તમારા નામે ન કરતા કુંટુંબના અન્ય સભ્યોના નામે કરો તે યોગ્ય છે. આમ કરવાથી તમે મોટા નુકસાનથી બચી શકશો.

વૃશ્ચિક રાશિ

વૃશ્વિક રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, પિત્તળ, કાપડ, લોખંડ અને તેનાથી બનેલી કોઈ પણ વસ્તુઓની ખરીદી શુભ રહે છે. તમે યથાશક્તિ આ વસ્તુઓની ખરીદી કરી શકો છો. આ ખરીદીથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે. ધનતેરસની પૂજામાં આ વસ્તુઓને સામેલ કરો અ્ને આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા મેળવો.

ધનુ રાશિ

આ રાશિના જાતકોને ધનતેરસના દિવસે સ્થાવર મિલકતથી વિશેષ લાભ મળી શકે છે. જો શક્ય હોય તો આ દિવસે સ્થાવર મિલકતનો કરાર કરો. આ સિવાય અન્ય મૂલ્યવાન ધાતુઓની ખરીદી પણ તમારા માટે લાભદાયી બની શકે છે. તો તમે નક્કી કરી લો કે તમે શેની ખરીદી કરશો.

મકર રાશિ

આ નવું વર્ષ મકર રાશિના જાતકો માટે સાનૂકૂળ રહેશે. તમારા માટે સમય અનુકૂળ રહેશે. આ સિવાય તમે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની ખરીદી કરી શકો છો. તમારા માટે સમય તમારા પક્ષમાં છે. જો શક્ય હોય તો કપડાં અને સોનાની ખરીદી કરો. તે તમારા માટે લાભદાયી અને શુભ ગણાશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ ખાસ કરીને જો ખરીદી કરવી જ હોય તો પુસ્તકો, વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, લાકડાના ફર્નિચર અને ઘરની સજાવટની વસ્તુઓ ખરીદી લેવી. આ વસ્તુઓ તમારા ઘર વપરાશમાં તમને મદદ કરશે અને સાથે જ તમારી નવા વર્ષની યોગ્ય પ્રકારની ખરીદી પણ થઈ જશે.

મીન રાશિ

ધનતેરસના દિવસે આ વર્ષે મીન રાશિના લોકો માટે સોના-ચાંદી, રત્ન વગેરે વસ્તુઓ ખરીદવી સારી છે.જો તમે શેરબજારમાં રૂપિયા રોકો છો તો તેમાં કાળજી રાખવું જરૂરી બનશે. આ સિવાય તમારા માટે આ દિવસે કપડાં અને ઝવેરાતની ખરીદી પણ યોગ્ય ગણાઈ રહી છે. તો તમે આવી ચીજો પણ ખરીદી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ