ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દી ક્રિટિકલ હશે તો કોઈ ટોકન લેવાની જરૂર નથી, સીધા જ એડમિટ કરીને સારવાર અપાશે

108ના ઠાગા ઠૈયા અને લોકોનો મોતનો સિલસિલો યથાવત રહેવા છતાં સરકાર પોતાના નિયમોમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નહોતી. બધા જ મીડિયામાં પણ લોકોએ અહેવાલ બતાવ્યો કે તમે જુઓ લોકો કઈ રીતે મરી રહ્યા છે. ત્યારે ટસની મસ ન થનારી સરકાર હવે પાટા પર ચાલી છે. જો વિગતે વાત કરીએ તો ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને લોકોની લાઈનો ઓછી જ નથી થતી. જોકે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરાતા મોટો હોબાળો મચ્યો હતો.

image source

જો વાત કરીએ ગઈ કાલની તો ગુરુવારે ટોકન પ્રથાને કારણે હોસ્પિટલના દરવાજે જ વધુ એક દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આવેલા ચારેય દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હતું છતાં દાખલ ન કરાતાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે ધન્વંતરિ હોસ્પિટલ દ્વારા ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે હાલમાં ખુબ જ જરૂરી હતો.

કારણ કે દર્દીઓના મોતનો આંકડો ખુબ જ વધી રહ્યો છે. આ માટે દર્દીઓની સેવામાં ‘ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો’ પણ કાર્યરત કરાઈ છે. જો બબાલની વાત કરવામાં આવે તો ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન અને ટોકન બાદ જ દાખલ કરવાનો નિયમ બનાવાતાં દર્દીનાં સગાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

image source

લોકોનું જે રીતે વાત હતી એ બધી સરકાર સુધી પહોંતી અને બાદ હવે ધન્વંતરિ હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવશે. જેથી હવે સીરિયસ લોકોએ લાઈનમાં ઉભવું નહીં પડે અને તરત જ તેની સારવાર શરૂ કરવામાં આવશે.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. આમ, દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે. સૌ પ્રથમ એક કિસ્સો સામે આવ્યો હતો કે ગુરુવારે એક દર્દી રિક્ષામાં તેની માતાને લઈને આવ્યો હતો પણ ટોકન ન હોવાને કારણે તેને દાખલ કરવાની ના પાડી દેવાતાં પુત્રએ બેરિકેડ પર રિક્ષા ચઢાવી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

image source

જો કે સરકારને આ પહેલાં હાઈકોર્ટમાંથી પણ ઘઘલાવવામાં આવી હતી અને આવા નિયમો રદ કરવાનું કહેવામાં આવ્યું હતું. 108 મામલે હાઇકોર્ટે અગાઉ આદેશ આપવા છતાં પણ તે બાબતે કોઇ યોગ્ય નિર્ણય કેમ કરાયો નથી? તેમજ એફિડેવિટમાં અનેક બાબતોના જવાબ કેમ અપાયા નથી. ત્યાં હાલમાં જે સિસ્ટમ છે એના વિશે વાત કરીએ તો હોસ્પિટલે શરૂ કરેલી સિસ્ટમ મુજબ દર્દીનું ફોર્મ ભરાયા બાદ ટોકન આપવામાં આવે છે.

એ પછી હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ આવે પછી જ દર્દીને દાખલ કરવો પડતો હોય છે. આવી સિસ્ટમને કારણે ગંભીર હાલતમાં આવતા દર્દીઓની મુશ્કેલી અનેક ગણી વધી જાય છે. કેટલાક તો એવા દર્દી છે જે ક્યાંય બેડ ન મળતાં અહીં ધસી આવતા હોય છે. પરંતુ દાખલ ન કરતાં તેનું મોત નિપજે છે. માટે હવે આવું નહીં થાય અને દરેક સીરિયલ દર્દીઓને વહેલી તકે સારવાર મળી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!