ધનવાન બનવા તમારા ઘરમાંથી દિવાળી પહેલા આ 5 વસ્તુઓને કરો દૂર, લક્ષ્મીજી થશે પ્રસંન્ન

દિવાળીના તહેવાર પર દરેક ઘરમાં સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. એવામાં જો તમારે સુખ શાંતિ અને સંપત્તિ ઘરમાં રાખવી હોય તો ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને તમારે દૂર કરી દેવી આવશ્યક છે.

image source

આમ તો ઘણીવાર એવી કેટલીક જૂની વસ્તુઓને આપણે ફરી સાચવીને તેને મુકી દઈએ છીએ. પણ શું તમે એ જાણો છો કે આ જૂની તમામ વસ્તુઓ પ્રત્યે આ તમારો લોભ એ તમારા ઘરમા એક નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તે તમારી સકારાત્મકતાને ઘરમાં ઓછું કરે છે અને તેનાથી તમારે બચવા માટે આવી કેટલીક વસ્તુઓને તમારે ઘરમાંથી બહાર કરવુ એ ખૂબ જરૂરી છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી ઘરોમાં પ્રવેશ કરે છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મીની કૃપા યથાવત રહે. જોકે આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓનું હોવું અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, જે લોકોના ઘરમાં આ વસ્તુઓ હોય છે. તેમના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી. તો આવો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે ઘરની બહાર કાઢી નાખવી જોઈએ.

તૂટેલું ફર્નિચર

image source

કહેવામાં આવી રહ્યું છે કે તૂટેલું ફર્નિચર હોય કે પલંગ રાખવાથી ઘરમાં વૈવાહિક જીવનમાં ક્લેશ થાય છે. જો તમે ઈચ્છો છો કે નવા વર્ષમાં તમે તમારા સાથી સાથે ખુશખુશાલ જિંદગી જીવવા માટે ઈચ્છો છો તો તૂટેલું ફર્નિચર હટાવી દ્યો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ફર્નિચરને રાખવું અશુભ માનવામાં આવે છે. ઘરનું ફર્નિચર હંમેશા સંપૂર્ણ સ્થિતિમાં હોવું જોઈએ. વાસ્તુ મુજબ ખરાબ ફર્નિચરની અસર ઘર પર પડે છે.

તૂટેલો કાચ

image source

ઘરમાં કોઈપણ કાચ તૂટેલો હોય તો તરત જ તેને હટાવી દ્યો કે પછી કાચથી બનેલું કોઈ વાસણ કેમ ન હોય. ફોટો ફ્રેમ હોય કે અરીસો. તૂટેલો કાચ ઘરમાં વાસ્તુ દોષ લઈને આવે છે અને જેનાથી માનસિક તણાવ પણ રહે છે. ઘરમાં તૂટેલા કાચના ટૂકડા રાખવા અશુભ માનવામાં આવે છે. તૂટેલા કાચથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

ખંડીત મૂર્તિ હટાવી દો

image source

નવા વર્ષના સ્વાગત પહેલા પોતાના ઘરમાં આવેલો પૂજારૂમ સાફ કરી લ્યો. મંદિરમાંથી ખંડિત મૂર્તિઓ હટાવી દ્યો. ઘરમાં ખંડિત મૂર્તિઓ રાખવાથી અશુભ માનવામાં આવી રહ્યું છે. ઘરમાં ક્યારેય ખંડીત મૂર્તિ ના રાખશો. આવી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય વધારવાનું કામ કરે છે. દિવાળી પહેલા પોતાના ઘરથી તૂટેલી મૂર્તિઓ બહાર કરી દો.

ફાટેલા ચપ્પલ

ઘરમાં જુના બુટ ચપ્પલ રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા બની રહે છે. જેના કારણે સમસ્યાઓ ઘરમાંથી જવાનું નામ જ નહિ લે. એટલા માટે જે બુટ ચપ્પલનો તમે પ્રયોગ કરતા ન હોય, એ બુટ ચપ્પલને ઘરમાં ના રાખવા જોઈએ પરંતુ કોઈ ગરીબ વ્યક્તિને આપી દેવા જોઈએ. જેથી ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ રહે છે અને નોકરી ધંધામાં સફળતા મળે છે. દિવાળી પહેલાં ઘરની સફાઈ કરતી વખતે, તમારા જૂના અને ફાટેલા પગરખાં અને ચપ્પલ લેવાનું ભૂલશો નહીં. ફાટેલા પગરખાં અને ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને ખરાબ નસીબ લાવે છે.

બંધ પડેલી ઘડિયાળ

image source

જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારનું ખરાબ ઘડિયાળ પડ્યું હોય તો તેને ઘરમાં રાખશો નહિ. બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જાને પેદા કરે છે. જો તમે ઈચ્છો છો છો કે તમારું કામ નવા વર્ષમાં ન અટકે તો તેના માટે બંધ ઘડિયાળને હટાવી દો. વાસ્તુ મુંજબ ઘડિયાળ પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલા ઘરથી હટાવી નાંખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત