ધન્ય હો ગુજરાત, અમદાવાદમાં બની નવી હોટલ તાજ, સુરક્ષા-મજબુતી જોઈને આતંકીઓ આવવાનું જ નહીં વિચારે

મુંબઈમાં તાજ હોટલ પર 26/11ના રોજ થયેલ આંતકી હુમલો આપણે હંમેશા યાદ રહેશે અને આંતકીઓની એ કાળી કરતૂતને કોઈ દેશવાસીઓ ભૂલી શકે એમ નથી. તેમજ તેમાં શહીદ થયેલા જવાનો પણ યાદ રહેશે. પરંતુ હવે બીજી વખત એવી ભૂલ નહીં થાય એ વાત પાક્કી છે અને એના અણસાર પણ જોવા મળી રહ્યા છે. કારણ કે એ વખતે તાજ હોટલને આમાં ભારે નુકસાન ગયું હતું અને મોટી જાનહાનિ પણ થઇ હતી. હવે એ ફરીથી સહન ન કરવું પડે એટલે માટે થોડા દિવસો પૂર્વે જ ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે.

image source

અમદાવાદ વિશે અને હોટલ વિશે વાત કરતાં ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત ચટવાલે જણાવ્યું કે તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરનાં તમામ નોંધપાત્ર વ્યાવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટિએ અમદાવાદ અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે. અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનના ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.

image source

જો આ હોટલ વિશે વિગતે વાત કરવામાં આવે તો સુરક્ષાના મામલે આ હોટલમાં ઘણી જ તકેદારીઓ રાખવામાં આવી છે. તાજ સ્કાયલાઈનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે સુરક્ષાના મામલે અમે ઘણાં પગલાં ભર્યાં છે અને એમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ હોટલમાં ગ્લાસ બોમ્બ પ્રૂફ છે એટલે કે કોઈ RDX લગાવીને પણ કાચને તોડી શકાશે નહિ. આગળ વાત કરીએ તો લગભગ 20 વર્ષથી તાજ હોટલ સાથે સંકળાયેલા અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે 26/11ની ઘટનાએ આપણને ઘણુંબધું શીખવ્યું છે. તાજ હોટલમાં પણ એન્ટ્રી પોઈન્ટથી લઈને તમામ પ્રકારની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

image source

આ સાથે જ આગળ વાત કરતાં જણાવે છે કે તાજમાં સિક્યોરિટીના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. સામાન, ગાડીઓનું કડક ચેકિંગ થાય છે. CCTV સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. ફાયર સેફટી પણ વધારવામાં આવી છે. એ જ રીતે ભોજન વિશે વાત કરતાં જણાવ્યું કે-અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાકાહારી ભોજનનું ચલણ વધુ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે વેજિટેરિયન માટે અમે અલગ કિચન અને ડાઈનિંગ એરિયા બનાવ્યો છે, જ્યાં માત્ર વેજ ફૂડ જ સર્વ થશે.

image source

આગળ વાત કરતાં અવીકે જણાવ્યું કે, સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલ કે મોટી હોટલ્સમાં વેજ અને નોન-વેજ ભોજન માટે બહુ ઓછી જગ્યાએ અલગ અલગ રસોડા હોય છે. જમવાની જગ્યા એટલે કે ડાઈનિંગ એરિયા તો કોમન જ હોય છે, જ્યાં શાકાહારની સાથે નોન-વેજ ફૂડ પણ પીરસવામાં આવે છે. આને કારણે ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. પછી બીજી વ્યવસ્થા વિશે વાત કરીએ તો હોટલના એન્ટ્રન્સ પર ક્રિસ્ટલનો આર્ટપીસ બનાવવામાં આવ્યો છે, જેને જોતાં એવું લાગે છે કે ચણિયા- ચોળી પહેરેલી કોઈ યુવતી ગરબા રમી રહી છે અને એની ચૂંદડી હવામાં ઊડી રહી છે.

image source

આ ઉપરાંત સુશોભનની વાત કરીએ તો અંદર હોટલના સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાનામાં અમદાવાદ શહેરના હેરિટેજ લોકેશન્સના એક સદીથી પણ જૂના ફોટા લગાવવામાં આવ્યા છે. અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ ટેક્સટાઈલ માટે જાણીતું છે. ટેક્સટાઇલમાં વપરાતી બ્લોક પ્રિન્ટ ડિઝાઈનને અમે હોટલના રૂમ્સ અને લોબીમાં લગાવી છે. એ જ કીતે સુરક્ષા અને તકેદારીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે હોટલમાં એન્ટર થતા સમયે હાથ સેનિટાઈઝ કરાવવામાં આવે છે તેમજ મુલાકાતીઓનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે, સાથે જ આવતા તમામ લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે.

image source

એ સિવાય વાત કરીએ તો રેસ્ટોરન્ટ અને કોમન લોબી એરિયામાં સમયાંતરે ટેબલ, ખુરશી દરવાજાના હેન્ડલ સહિતની ફર્નિચરને કેમિકલથી સાફ કરવામાં આવે છે. તમામ સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં ટેબલ પર પાણી પીવા માટે ગ્લાસ કે જમવાની પ્લેટ પહેલાંથી રાખવામાં આવતી નથી. હોટલમાં મેનુ પણ ડિજિટલ કરવામાં આવ્યું છે, જેથી શક્ય એટલી ટચ-લેસ સર્વિસ આપી શકાય અને કોઈ ભય ન રહે. એ રીતે દરેક વાતોનું ધ્યાન રાખીને અહીં સુવિધા આપવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત