Site icon News Gujarat

18,000 રૂપિયામાં ખરીદી હતી ફિયાટ, આજે પણ પ્રિય છે ધર્મેન્દ્રને આ કાર

ધર્મેન્દ્ર પણ આજકાલના કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવામાં અને પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવામાં માને છે. તેઓ ટ્વીટર પર વધારે એક્ટિવ છે અને અવારનવાર વીડિયો અને ફોટો શેર કરી જૂની યાદોને તાજી કરે છે અને ફેન્સને તેના વિશે જણાવે પણ છે.

image soucre

તાજેતરમાં પણ ધર્મેન્દ્રએ એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ટ્વીટર પર શેર થયા બાદ વાયરલ પણ થયો છે. આ વીડિયોની ચર્ચા વધારે એટલા માટે થઈ રહી છે કે તેમાં ધમેન્દ્રએ તેમની પહેલી ખરીદેલી કારની એક ઝલક દેખાડી છે. આ કારનો વીડિયો શેર કરતાં તેમણે જણાવ્યું છે કે આ કારને તેમણે વર્ષો પહેલા 18,000 રૂપિયામાં ખરીદી હતી અને આજે પણ આ કાર તેમના માટે ખાસ છે અને તેને સાચવી રાખી છે.

આ વીડિયોમાં એક વિંટેજ ફિયાટ કાર જોવા મળે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા આ કાર તેમણે 18 હજારમાં જ ખરીદી હતી પણ તે સમયે 18000 મોટી રકમ ગણાતી. આ કાર તેમના દિલની ખૂબ નજીક છે અને એટલે જ આ કારને તેમણે હજુ સુધી સાચવી રાખી છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે આ કારને સારી રીતે સાચવી છે. જો કે વીડિયોમાં જોઈ શકાય છે કે કાર નવી જ હોય તેવી ચમકતી દેખાય છે.

મહત્વનું છે કે ધમેન્દ્ર ટુંક સમયમાં ફિલ્મી પડદે જોવા મળશે. ધમેન્દ્ર ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મ સાથે કરણ જોહર ફરી એકવાર નિર્દેશક તરીકે એન્ટ્રી કરશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહરે ગત ઓગસ્ટ માસમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે તેના ફોલોવર્સને ફિલ્મની તૈયારીઓ દેખાડી હતી.

મહત્વનું છે કે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા, રણવીર ઉપરાંત ધમેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ હશે. આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.

Exit mobile version