આ ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં ફેઈલ થઈ ગયા હતા ધર્મેન્દ્ર, 10 વર્ષ સુધી જોઈ રાહ જોયા પછી આ એક્ટ્રેસ સાથે કામ કરી શક્યા હતા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને તેમના જમાનામાં હેમન કહેવાતા ધર્મેન્દ્ર 86 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે. તે ફિલ્મ નિર્માતા કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફોટા અને જૂની યાદો શેર કરે છે. તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 200 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા ધર્મેન્દ્રએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પ્રખ્યાત અને સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાંથી એક શોલે છે, જેમાં તેને વીરુના પાત્ર માટે યાદ કરવામાં આવે છે. ગુરુ દત્ત અને દિલીપ કુમારને પોતાના આદર્શ માનનારા ધર્મેન્દ્ર પણ એક સમયે એક ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા અને તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જાણો શું છે આખી વાર્તા..

image soucre

વાત જાણે એમ છે કે ધર્મેન્દ્ર ન ફક્ત ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં જ નાપાસ થયા પરંતુ તેમણે તે જમાનાની પ્રખ્યાત અભિનેત્રી સાથે કામ કરવાની તક પણ ગુમાવી દીધી. જેનો ખુલાસો ખુદ અભિનેતા ધર્મેન્દ્રએ કર્યો હતો. આ ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થયા બાદ ધર્મેન્દ્રને આ ફેમસ એક્ટ્રેસ સાથે કામ કરવા માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડી અને ત્યાર બાદ તેમને તક મળી. આ 1960 ના દાયકાની છે.

image soucre

આ ફિલ્મ ‘લવ ઇન શિમલા’ હતી જેમાં ધર્મેન્દ્ર સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થયા હતા. જેના કારણે તેણે અભિનેત્રી સાધના સાથે કામ કરવાની તક ગુમાવી દીધી. સાધના તેના સમયની લોકપ્રિય અને ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. દરેક અભિનેતા તેની સાથે કામ કરવા માંગતા હતા.

image soucre

ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં રિજેક્ટ થયા બાદ અભિનેત્રી સાધના સાથે 10 વર્ષ પછી કામ કર્યું હતુ. તેમણે અભિનેત્રી સાધના સાથે ફિલ્મ ‘ઈશ્ક પર જોર નહીં’માં કામ કર્યું હતું. ધર્મેન્દ્રએ પોતે પોતાની એક પોસ્ટમાં અભિનેત્રી સાધના સાથેની એક સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી અને તેને એક મહાન અભિનેતા અને વ્યક્તિ ગણાવી હતી.

image soucre

લવ ઇન શિમલા ફિલ્મ 1960માં રિલીઝ થઈ હતી. જ્યારે ફિલ્મ ઈશ્ક પે જોર નહીં 1970માં રિલીઝ થઈ હતી. આ રીતે આ અભિનેત્રી સાથે કામ કરવા માટે ધર્મેન્દ્રએ 10 વર્ષ રાહ જોઈ. ધર્મેન્દ્રએ પોતે કહ્યું હતું કે તેમને એ વાતનું દુખ છે કે તેણે અભિનેત્રી સાધના સાથે એક જ ફિલ્મ કરી હતી. તમને જણાવી દઈએ કે એક્ટર ધર્મેન્દ્ર માત્ર 19 વર્ષની ઉંમરમાં બોલિવૂડનું સપનું લઈને મુંબઈ પહોંચ્યા હતા. સંઘર્ષના દિવસોમાં ટકી રહેવા માટે તેણે ડ્રિલિંગ ફર્મમાં માત્ર 200 રૂપિયાના મહિનાના પગાર પર કામ પણ કર્યું હતું.તેને તેની પ્રથમ ફિલ્મ માટે 51 રૂપિયા ફી મળી હતી. કહેવાય છે કે હવે તે 500 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.